જેઠાલાલના બાપુજી છે અત્યારે 44 વર્ષના, અસલ જીવનમાં છે Twins દીકરાના પિતા – જાણો બધું જ બાપુજી વિશે આર્ટીકલમાં

દોસ્તો આજે ટેલીવિઝન પર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલ ખુબજ ધૂમ મચાવી રહી છે. આ સીરીયલ કોમેડી ની સાથે સાથે પારિવારિક પણ છે તેથી બાળકો થી માંડી ને વડીલો ને પણ આ સીરીયલ મા ખુબજ દિલચસ્પી છે. આ સીરીયલ ના બધા પાત્રો પણ રોમાંચક અને રમુજી છે અને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે. જેઠાલાલ ના ફાફડા જલેબી, દયા ભાભી નું હે મા માતાજી, થી લઈ ને અબ્દુલ ની સોડા શોપ સુધી ના બધાજ કીરદારો પ્રશંષા ને લાયક છે.
અમે અમારા આ આર્ટીકલ ની મદદ થી જેઠાલાલ,  બબીતા, દયા ભાભી ની અંગત વાતો તેમજ દરેક પાત્રો ના એજ્યુકેશન તેમજ તેમની જીવન ને લગતી અમુક વાતો કહેલી છે. પણ આજે અમે આ સીરીયલ નાં એક એવા રમુજી પાત્ર ના જીવન ની અમુક વાતો કહેવા જઈ રહ્યા છે જે આજ સુધી તમારા ધ્યાન માં આવેલી નથી.

‘અરે બબુચક’ ,’અરે જેઠિયા’, ‘બુદ્ધિ વગરનો ઘેલો’, ‘અરે વહુ જેઠ્યો ઉઠ્યો કે નહી’  વગેરે જેવા વાક્યો સાંભળતાજ તમને યાદ આવીજ ગયું હશે કે અમે કોના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમારું અનુમાન ચોક્કસ સાચું છે. અમેં વાત કરી રહ્યા છીએ આ સીરીયલ ના બધાથી બુઝુર્ગ એટલે કે વડીલ મા આવતા , જેઠાલાલ ના પિતા એટલે કે ચંપકલાલ જેન્તીલાલ ગડા વિશે.


આ સીરીયલ ને આધારે લોકપ્રિય બનેલા ચંપક લાલ નું અસલ નામ ‘અમિત ભટ્ટ’ છે. જેનો જન્મ 19 ઓગસ્ટ ના રોજ થયો હતો અને હાલ તેમનો 44 મો જન્મ દિવસ છે. આ સીરીયલ મા કચ્છ પરિવાર ને માન આપતા અમિત ભટ્ટ પોતાની રીતે ખુબજ મહેનત કરે છે. જે હંમેશા બીજાને મદદ કરવા તત્પર હોય છે. સાથે જ ટ્પુડા તેમજ પૂરી ટપુ સેના ને પોતાનું જ્ઞાન બાટતા રહેતા દેખાડવામાં આવે છે.


અમિત ભટ્ટ નું પાત્ર આ સીરીયલ મા ગુજરાતી(કચ્છી મારવાડી) તરીકે નું એક રોચક પાત્ર છે. અને ખુબ મોટી ઉમર હોવા છતાં હુસ્ટ પૃષ્ટ બતાવવામાં આવ્યા છે. તેમજ અન્ય લોકો માટે એક સલાહ તરીકેનું માધ્યમ બની ગયા છે.
આ બધી તો સિરિયલ તરીકેની વાત હતી પણ તેના અસલ જીવન મા એક નજર કરીએ તો…


અમિત ભટ્ટ મુંબઈ મા તેની સુંદર પત્ની અને બે જોડિયા પુત્રો (ટવીન્સ) સાથે રહે છે. બીજી એક ખાસ વાત સીરીયલ મા વૃદ્ધ દેખાતા અમિત ભટ્ટ ની ઉમર અસલ મા માત્ર 44 વર્ષ ની છે અને સાથે જ તે જેઠાલાલ(દિલીપ જોષી)  ની અસલ ઉમર કરતા પણ નાની ઉમર ધરાવે છે. એટલે કે તે દિલીપ જોષી ની ઉમર કરતા 5 વર્ષ નાની વય ના છે.

અમિત ભટ્ટ શરૂઆત મા ગુજરાતી નાટકો મા કામ કરી રહ્યા હતા અને એ સમય દરમિયાન તેમણે ઘણી સફળતા મળી હતી. નસીબ ખુલતા તેમને આ સીરીયલ મા કામ કરવાનો મોકો મળ્યો અને આજે લોકો મા ખુબજ લોકપ્રિયતા નું મુકામ મેળવી રહ્યા છે. જો કે આ સીરીયલ મા કામ કરવા માટે અમિત ભટ્ટે ઘણી ખરી મહેનત કરી છે. કેમ કે એક નૌજવાન ને વૃદ્ધ તરીકે નું પાત્ર ભજવવું ખુબજ કઠીન હતું. છતાં પણ તેમણે આ કામ ને ખુબજ ગંભીરતાથી લીધુ હતું અને ખરું સાબિત કરી બતાવ્યું.

સીરીયલ મા અમિત ભટ્ટ ને મુંડન ના સવરૂપ મા બતાવવામાં આવે છે. જેનાથી તેમને કોઈ પણ જાતનો સંકોચ કે શરમ નથી. તેમને અસલ મા મુંડન કરી ને પોતાના પાત્ર ને પાર પાડ્યું હતું. એટલુજ નહી દર બે દિવસે તેમને મુંડન કરવું પડતું હતું અને બીજી આશ્ચર્ય ની વાત એ છે કે અમિત ભટ્ટે બે વર્ષ ના શુટિંગ દરમિયાન ટોટલ 250 વખત પોતાના માથાનું મુંડન કરાવ્યું હતું.

પણ અમુક સમય પછી હાલાતો ને ધ્યાન મા રાખીને અમિત ભટ્ટ માટે એક સ્પેશીયલ વિંગ બનાવવામાં આવી હતી જેના થી  તેમને મુંડન કરાવવામાંથી છુટકારો મળ્યો હતો.

અમિત ભટ્ટે ઘણા ગુજરાતી નાટકો મા કામ કરી ને એક નવીજ ઈમેજ હાસિલ કરી હતી. અને તે આજે પણ ઘણા ક્ષેત્રો મા જોડાયેલા છે. તેમણે ‘પારકે પૈસે લીલા લહેર’, ‘ચાલ રિવર્સમાં જઇએ’ વગેરે તેના જાણીતા નાટકો છે જેમાં તેમને ખુબ સારું એવુ કામ કર્યું હતું.

Story Author: GujjuRocks

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!