જેણે આખો દેશ ગાંડો કર્યો તે છોકરી પ્રિયા મેક-અપ વગર આવી દેખાય છે! એક છોકરીની આંખો આટલી પ્રબળ હોય ? શા માટે ચાલ્યો પ્રિયાનો જાદુ ?

0

એક છોકરીની આંખો શું ન  કરી શકે ? આ વાત આજે પ્રિયા પ્રકાશ વારીયરે સાબિત કરી નાખી. 11 અને 12 ફેબ્રુઆરી બધા જ સોશિયલ મીડિયા પર આ છોકરીનો જ જાદુ ચાલ્યો. મૂળ કેરળના ત્રિશૂરની રહેવાસી અને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રીની આંખોથી બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કેટલીય અભિનેત્રીઓનો પ્રભાવ બે દિવસ માટે ઝાંખો થઈ ગયો હોય એવું લાગતું હતું. વાયરલ થયેલો આ વીડિયો મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાવ લવ’ ના એક ગીતનો છે. ઘણી ખરી વાતોને આપણે અદેખી કરતાં હોઈએ છીએ, પણ જ્યારે એક 18 વર્ષની રિજનલ ફિલ્મની અભિનેત્રી પ્રિયા પ્રકાશ નેશનલ ક્રશ બને ત્યારે માથું ખંજવાળીને વિચારવાની જરૂર પડી જ જાય છે.

એક અભિનેત્રીના વાઇરલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. વેલેન્ટાઈનનો સમય ચાલી રહ્યો છે અને ઘણા લોકો પ્રેમને લગતા સ્લોગન અને વિચારોને પોતાના સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં પ્રિયા પ્રકાશનો વિડીયો શેર થયો અને વાયરલ પણ થયો. ધીમે ધીમે આ ગીતનો ભાગ એટલો વાયરલ થયો કે પ્રિયા પ્રકાશને ટ્વીટર અને ફેસબુક પર નેશનલ ક્રશ પણ જાહેર કરવામાં આવી. સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં વાયરલ થવાને કારણે ઘણા પ્લેટફોર્મ પર આ વીડિયોને સારા રિચ માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો અને આ જ કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. ઓર અદાવ લવ ફિલ્મના સંગીતકાર શાન રહેમાન છે અને દિગ્દર્શક ઉમર લુલુ છે. પ્રિયા પ્રકાશને છેલ્લા બે દિવસમાં દસ લાખથી વધારે ફોલોવર્સ મળ્યા છે જ્યારે વીડિયોમાં પ્રિયા સાથે જોવા મળતો સાથી કલાકાર રોશન અબ્દુલ પ્રિયા જેટલો વાયરલ થયો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ છોકરીની નકલ ઘણા લોકો કરી રહ્યા છે. આંખ મારવાની આ સ્ટાઈલને ફોલો કરીને પોતાનો એક વીડિયો ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર મુક્યો પણ એ લોકો નિષ્ફળ ગયા. કહેવાય છે ને ઓરીજીનલ તો ઓરીજીનલ જ હોય અને એ રીતે જ પ્રિયા એટલે પ્રિયા જ હોય !

આ વેલેન્ટાઇન વીકના અઠવાડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મલયાલમ એક્ટ્રેસ Priya prakash varrie જોવા મળે છે. 18 વર્ષીય પ્રિયાએ પોતાના Cute એક્સપ્રેશનને કારણે સોશ્યિલ મીડિયાને ગાંડું કર્યું છે. જોકે, વીડિયોમાં દેખાતી પ્રિયા રીયલ લાઈફમાં પણ એવી જ Naughty અને મસ્તી કરતી જોવા મળે છે.

આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. એક આંખ બંધ કરીને લાઈન મારે છે એવું દર્શાવામાં આવ્યું છે..પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 55 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

<img

લેખક : પ્રદિપ પ્રજાપતિ

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here