જીરા ના પાણી પી મેળવો ઝીરો ફિગર, આ રીતે બનાવો જીરાનું પાણી…ચરબી ઉતારશે ઝડપથી – વાંચો માહિતી

0

જીરું ખાવામાં ઉત્તમ તેમજ સ્વાદ અને સુગંધ આપનાર મસાલામાનું એક છે. આ માત્ર એક મસાલો નથી, પણ તેના અન્ય ઘણા આરોગ્ય લાભો પણ છે.

વજન ઘટાડવા માટે પણ જીરૂ ખૂબ ઉપયોગી છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જીરા પાઉડરના સેવનથી શરીરમાં ચરબીનું શોષણ થાય છે જેનાથી કુદરતી રીતે જ વજન ઓછું થાય છે. , વજન ઓછું થવાની સાથે સાથે તે ઘણાં અન્ય રોગોથી પણ બચી શકો છો. જેમ કે કોલેસ્ટ્રોલ ઘટે છે, હાર્ટ એટેકથી બચી શકાય છે, યાદશક્તિ શક્તિ પણ વધે છે, લોહીના પ્રમાણને લેવલમાં રાખે છે ને પાચન તંત્ર પણ ઠીક કરે છે, અને 10 ગણી ઝડપી ચરબી ઘટાડતા જીરા અને કેળાના જાદુઇ કોંબીનેશનનો પ્રયોગ આપણે આ લેખ દ્વારા જોઈએ. જેનાથી તમે માત્ર 15 જ દિવસમાં તમારું વજન ઘટાડી શકો છો.

જીરા પાણી બનાવવાની રીત-

બે મોટી ચમચી જીરુંને એક ગ્લાસ પાણીમાં પલાળી આખી રાત મૂકી રાખો. અને સવારે આ પાણીને જીરા સાથે જ ઉકાળો અને ગરમ ચા ણી જેમ આ પાણી પી જાવ ગાળીને. પછી વધેલું જીરું પણ ચાવી ચાવીને ખાઈ જાવ. આ પ્રયોગ રોજ કરવાથી શરીરના ખૂણે ખૂણે જમા થયેલી વધારાની ચરબી બહાર નીકળી જશે.
વજન ઘટાડવા માટે દહી અને જીરું પણ ગમે તે સમયે ખાઈ શકો છો. 5 ગ્રામ દહીં માં એક ચમચી જીરા પાવડર મિશ્ર કરી રોજ ખાવાનું રાખો. ધીરે ધીરે વજન ઘટવા લાગશે.
વજન ઘટાડવા માટે જીરાનો હજી એક પ્રયોગ છે. 3 ગ્રામ જીરા પાઉડરમાં પાણી અને મધ મિક્સ કરી અને પી જાવ.

વેજીટેબલ સૂપ બનાવો તો તેમાં પણ એક ચમચી જીરું નાખો. અથવા તો બ્રાઉન રાઇસ બનાવો તો તેમાં પણ એક ચમચી જીરું નાખો. તે માત્ર તેના સ્વાદમાં જ વધારો નથી કરતું પણ તમારો વજન ઓછો કરે છે.

લીંબુ, આદું અને જીરૂ :
જીરું, આદું અને લીંબુ એ વજન ઘટાડવાની ક્ષમતા વધારતા હોય છે. તેના માટે ગાજર અને થોડા શાકભાજીને ઉકાળી લો. તેમાંઆદું સમારી ને કે છીણીને ઉપરથી ભભરાવી ડો અને પછી લીંબુનો રસ અને અને જીરા પાઉડરને ઉપરથી ભભરવી દો.

આમ કરીને ખાવાથી તો ઓછી થાય જ છે. સાથે સાથે તેમાં હાજર એન્ટિઓક્સીડેન્ટ પાચનશક્તિમાં પણ વધારો કરે છે, જેનાથી પેટની ચરબી ઓછી થાય છે.

જીરૂ પાચન ક્રિયા વધારી ગેસથી બચાવે છે :
જીરું ખાવાથી પાચનમાં વધારો થતો જોવા મળે છે જેના કારણે ગેસની સમસ્યા પણ ઓછી થાય છે. પેટનું ભારેપણું અને ખરાબ પાચનની સમસ્યાઓમાઠી જીરું મુક્તિ અપાવે છે.
જીરું વાયુને બનતું અટકાવે છે જેનાથી પેટ અને ઇન્ટેસ્ટનેસમાં સારી રીતે ખોરાક પછી શકે છે. હાર્ટ એટેકથી બચાવે છે ને ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી દૂર કરે છે. તેથી તે વજન ઘટાડવા મદદ કરે છે અને સાથે સાથે હાર્ટ એટેકથી પણ બચી શકાય છે.

ગર્ભવતી મહિલાઓ માટે છે વરદાન :
જીરું ગર્ભવતી મહિલાઓ માટે વરદાન રૂપ સાબિત થાય છે. સ્તનપાન કરાવનાર મહિલાઓમાં લોહતત્વોની ખામી હોય છે. એ જીરાના સેવનથી દૂરથાય છે.

સાવધાની રાખવી જરૂરી છે :

જીરાનો કોઈપણ પ્રયોગ કર્યા પછી બે કલાક સુધી કશું જ ખાવું જોઈએ નહી. તો જ તમને તેનું યોગ્ય પરિણામ જોવા મળશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here