જયંતિભાઈ છેલ્લા 40 વર્ષથી ફ્રી માં ચોટિલા મંદિરના પગથિયાની કરે છે સાફ-સફાઈ – ધન્ય છે ..

ચોટીલા: દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. દેશમાં વિવિધ ઓર્ગેનાઈઝેશન દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે પરંતુ ચોટિલામાં રહેતા જયંતિભાઈ છેલ્લા 40 વર્ષથી સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યાં છે. ધાર્મિક સ્થળે રોજના હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે જેના કારણે અહીં ગંદકીનું પ્રમાણ વધે છે. પરંતુ જયંતિભાઈ ચોટીલા ડુંગર ઉપરથી લઈને તળેટી સુધી જાતે જ ગંદકી દૂર કરે છે.

દર બુધવારે જંયતિભાઈ ડુંગરના પગથિયાની કરે છે સાફ-સફાઈ

સફાઈ કરવાનો વિચાર આવતા જંયતિભાઈએ પહેલાં તો દર બુધવારે ડુંગરના પગથિયાની સાફ સફાઈ કરી અને ત્યાર બાદ તેમણે લાગ્યું કે અહીં બીજી પણ સેવા કરવી છે. આથી તેઓએ દર્શનાર્થીઓ માટે ડુંગર પર પાણી પહોંચાડવું, ગંદકી દૂર કરવી, દર્શનાર્થીઓના પગરખા વ્યવસ્થિત ગોઠવવા જેવી સેવા આપવાનું શરૂ કર્યુ. એટલું જ નહીં જયંતિભાઈ તળેટીની સાફ સફાઈ પણ પોતે જ કરતાં, જ્યારે ડુંગરનું નવનિર્માણ ચાલી રહ્યું હતું ત્યારે જયંતિભાઈએ તળેટીમાંથી પથ્થરો ઉપાડી ડુંગર પર પહોંચાડ્યા હતા.

ત્યારે જંયતિભાઈને એવું લાગ્યું કે મારે ચોટીલા મંદિરમાં કંઈક કાર્ય કરવું છે

જયંતિભાઈ મિસ્ત્રીનો જન્મ 1950માં ઓડ્ડિસામાં થયો અને તેમને શિક્ષણ મધ્યપ્રદેશમાં રાયપુર જિલ્લામાં લીધુ. જયંતિભાઈ 10 પાસ કર્યા પછી, ઘરની પરિસ્થિતીને કારણે તેમણે કારખાનામાં નોકરી કરતા કરતા P.T.C અને I.T.Iનો અભ્યાસ કર્યો. તેવામાં તે એક વાર જયંતીભાઈ રાજકોટ ફરવા આવ્યા અને તે અહીં રાજકોટ નજીક ચોટીલામાં જ વસી ગયા અને ત્યારબાદ તે ચોટિલા ડુંગર પર દર્શન કરવા આવતા હતા. દર બુધવારે અને તેમને લાગ્યું કે આ શક્તિ પીઠમાં મારે કઈક કાર્ય કરવું છે.

જયંતિભાઈ છેલ્લા 40 વર્ષથી મંદિરમાં આપી રહ્યા છે સેવા

આ બધી સેવા જયંતિભાઈ છેલ્લા 40 વર્ષથી સતત આજ સુધી આપી રહ્યા છે આજે જયંતીભાઈની ઉંમર 60 વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે છતા પણ તે નિસ્વાર્થ ભાવે આ પવિત્ર શક્તિપીઠને સ્વચ્છ રાખીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. જંયતીભાઈનું કહેવું છે કે, “કોઈ વ્યક્તિ ગંદકી કરે છે, તો તેને ગંદકી કરતા રોકો અને છતાં પણ તે ગંદકી કરીને સાફનાં કરે તો આપણે આપણી ફરજ સમજીને તે કરેલી ગંદકીને સાફ રાખો જયંતીભાઈનાં આ કાર્યમાં તેમના ઘરનાં સભ્યોનું પણ ઘણું યોગદાન રહ્યું છે તે જયંતીભાઈને આ કામ માટે હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યાં છે.

પવિત્ર યાત્રા ધામને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ: જંયતિભાઈ

ચોટીલા ડુંગર ટ્રસ્ટની સેવા નિસ્વાર્થ ભાવે કરે છે અને આ સેવા કરવા માટે તે કોઈ પણ પ્રકારનું મહેનતાણુ નથી લેતા કેમકે જયંતિભાઈનુ માનવુ છે કે “પવિત્ર યાત્રા ધામને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ”. જયંતીભાઈ આજે પણ 635 પગથિયા નિયમિત પણે સાફ કરે છે અને તેમના આ ઉત્તમ કાર્યને લીધે ડુંગર ટ્રસ્ટ પણ તેમની આ નિસ્વાર્થ સેવાને હંમેશા આવકારે છે. આજે સમાજમાં પણ આવા જંયતીભાઈ જેવા સ્વચ્છતાના હિમાયતી છે અને આમ છેલ્લા 40 વર્ષથી ડુંગરના પગથિયા સાફરાખીને તે સમાજમાં એક અતિ ઉત્તમ દાખલો પુરો પાડી રહ્યા છે.

માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર

ચોટીલા-રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે.
ચોટીલા-રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે.

માતાજીના દર્શન કરવા માટે ચઢવા પડે છે આશરે 635 પગથિયા

જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 169 અને રાજકોટથી 32 કિલોમીટર
જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફીટ જેટલી છે.

બારેય મહિના શ્રદ્ધાળુઓથી ધમધમતું મંદિર

વર્ષના બારેય મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે. ચોટીલા પર્વતની તળેટીમાં જ ચોટીલા-નગર પણ વસ્યું છે. જાણે કે માતાજીની કૃપાદ્રષ્ટિ હેઠળ વસેલું નગર! નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે. એવું કહેવાય છે કે દરરોજ સાંજે આરતી પૂરી થયા પછી દરેક વ્યક્તિ પર્વતથી નીચે આવી જવું પડે છે. પૌરાણિક કથા અનુસાર, દાનવ ચંડ અને મુંડતથા દેવી મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવીએ બંને દાનવોનો શિરચ્છેદ કર્યો અને તેને માતા અંબિકાને ભેટ ધર્યાં. માતા અંબિકાએ મહાકાળી માને કહ્યું કે આપ ચામુંડા દેવી તરીકે પૂજાશો.

માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે

ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.

 

આજે જયંતીભાઈની ઉંમર 60 વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે છતા પણ તે નિસ્વાર્થ ભાવે આ પવિત્ર શક્તિપીઠને સ્વચ્છ રાખીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!