રતન ટાટા ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી?

0

ભારતમાં ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓની બિલકુલ પણ કમી નથી. જેમાના દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી, તેમના પરિવાર, રહેણી-કરણી, તથા તેમના જીવન સાથે જોડાયેલા અમુક તથ્યો વિશેની જાણ તો તમને બધાને છે જ. સાથે જ મુકેશ અંબાણી એક સામાન્ય એવા પરિવારમાં જન્મયા હતા, પણ પોતાના દ્રઢ મનોબળ અને મહેનતે આજે તે એવા સફળતાના શિખરે જઈ પહોચ્યા છે કે દેશના ધનવાન વ્યક્તિઓમાં સૌથી પ્રથમ નામ મુકેશ અંબાણીએ હાંસિલ કર્યું છે. પણઉદ્યોગ ની વાત કરીએ તો તેમાં રતન ભાઈ ટાટા પણ કાઈ કમ નથી. ભલે તે પ્રથમ નંબર પર નથી પણ દેશના રીચેસ્ટ વ્યક્તિઓમાં નામના જરૂર ધરાવે છે.

જણાવી દઈએ કે રતન ટાટાનો ગત દિવસે જન્મ દિવસ હતો. રાતન ટાટા નો જન્મ 28 ડીસેમ્બર 1937 નાં રોજ ગુજરાતના જાણીતા અને  વિખ્યાત એવા શહેર સુરતમાં થયો હતો. રતન ટાટાએ પણ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, અને ઘણી નડતર પરિસ્થિતિઓને હટાવીને જાતેજ સફળતાનો માર્ગ શોધી કાઢ્યો છે. કહેવાય છે ને કે, કામિયાબીનો રસ્તો આપમેળે નથી મળતો, તેને શોધવા માટે સિવસ-રાત એક કરવા પડે છે’. રતન ટાટાના જીવનમાં પણ કઈક આવી જ સમસ્યાઓ આવી હતી.

રતન ટાટાનાં આ ખાસ જન્મદિવસના મૌકા પર ચાલો આજે તેના જીવન સાથે સંકળાયેલા સુખ-દુઃખ, સમસ્યાઓ, કામિયાબી વગેરે પર એક નજર કરીએ.

1. શરૂઆતી જીવન:

જણાવી દઈએ કે રતન ટાટાનાં નામથી જાણીતા આ વ્યક્તિ જેનો ટાટા પરિવાર સાથે લોહીનો સંબંધ નથી. એટલે કે રતન ટાટા જે નવલ ટાટાનાં પુત્ર છે, જેમેને તેમના પિતા જમશેદજી ભાઈ ટાટા જે ટાટા સમૂહના સંસ્થાપક છે, તેમના દ્વારા ગોદ લેવામાં આવ્યા હતા. રતન ટાટાનું જીવન પહેલાથી જ ઉતાર-ચઢાવ વાળું ભરેલું રહ્યું હતું. રતન ટાટાનાં માતા-પિતા વર્ષ 1948 માં અલગ થઇ ગયા હતા તે સમયે રતન માત્ર દશ વર્ષના જ હતા. બાદમાં તેમના દાદા-દાદી એટલે કે જમશેદજી ભાઈ અને નવાજબાઈએ તેમનું ભરણ પોષણ કર્યું હતું.

રતને પોતાનો અભ્યાસ મુંબઈના ‘કૈથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલ’ અને માધ્યમિક અભ્યાસ શિમલાની ‘બીશપ કોટન સ્કુલ’ માંથી કર્યો હતો. તેના બાદ તેમણે પોતાનું B.SC આર્કીટેક્ચરમાં સ્ટ્રકચરલ એન્જીનીયરીંગની સાથે ‘કોર્નલ વિશ્વ વિદ્યાલય, ન્યુયોર્ક’ થી 1962 માં પૂરું કર્યું હતું. પછી હાવર્ડ બીઝનેસ સ્કુલથી વર્ષ 1975 માં મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂર્ણ કર્યો હતો.

3. કેરિયર:

ટાટા ગ્રુપની સાથે પોતાના કેરિયરની શરૂઆત 1961 માં રતન ટાટા એ એક સામાન્ય કર્મચારીની  પદ પર કરી હતી, બાદમાં તે ધીરે-ધીરે ટાટા ગ્રુપ અન્ય કંપનીઓ સાથે જોડાતા ગયા. વર્ષ 1971 માં તેમને રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની(નેલ્કો)માં પ્રભારી નિદેશક માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના બાદ તે 1981 માં ટાટા  ઇન્ડસ્ટ્રીજ નાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા, બાદ વર્ષ 1991 માં JRD ટાટા  એ ટાટા ગ્રુપનાં અધ્યક્ષનું પદ છોડીને રતન ટાટાને પોતાનો ઉતરાધિકારી પસંદ કરવામાં આવ્યા હતા.

28 ડીસેમ્બંર 2012નાં રોજ રતન, ટાટા સમૂહની દરેક કામની જવાબદારીઓ પરથી રીટાયર થઇ ગયા. રતન ટાટાએ પોતાના 21 વર્ષના રાજમાં કંપનીને એક નવા જ મુકામ પર પહોંચાડી છે. પોતાના કાર્યકાલમાં તેમણે કંપનીની વેલ્યુ 50 ગણી વધારી દીધી છે.

4. તેમના જીદ્દી ફેસલાને લીધે ટાટા મોટર્સની હાલત બદલી:

વાત વર્ષ 1999 ની છે ત્યારે રતન ટાટા, ટાટા  ગ્રુપના અધ્યક્ષ હતા અને ટાટા ઈન્ડીકાને લોન્ચ થવાનો એક વર્ષ થઇ ચુક્યું હતું, તે સમયે રતન ટાટા ફોર્ડના હેડક્વાટર ડેટ્રોયટ ગયા હતા. આ મુલાકાતમાં રતન ટાટા પોતાના તરફથી ટાટા મોટર્સની એક ડીલ લઈને પહોંચ્યા હતા.

આ મુલાકાતમાં બીલ ફોર્ડએ રતન ટાટાની ખુબ બેઈજ્જતી કરી હતી. તે દિવસે તેમણે કહ્યું હતું કે, ‘અમે તારા પર ખુબ મોટો અહેસાન કરી રહ્યા છીએ, તમારી આ ટાટા  મોટર્સ પેસેન્જર વ્હીકલ ખરીદીને જ્યારે ગાડી બનાવતા નથી આવડતી તો ધંધામાં કેમ આવ્યા છો.’ આ વાત રતન ટાટાને ખુબ ચુભવા લાગી હતી. રતો રાત પૂરી ટીમ મુંબઈ પરત આવી ગઈ.

રતન ટાટા આ મુલાકાત બાદ ટાટા મોટર્સ પર અલગથી ટાઈમ સ્પેન્ડ કરવા લાગ્યા. અમુક જ દિવસો બાદ ટાટા મોટર્સની હાલત સુધરવા લાગી. આ સમયે 2009માં બીલ ફોર્ડની કંપની ઘાટામાં આવી ગઈ. ટાટા ગ્રુપે તેમની કંપની ખરીદવા માટેનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો.

ફોર્ડની પૂરી ટીમ મુંબઈ આવી અને કહ્યું કે,’અમારી ‘જૈગુંઆર’ અને ‘લૈંડ રોવર’ ખરીદીને તમે અમારા પર બહુ મોટું અહેસાન કરી રહ્યા છો’.રતન ટાટા એ 9600 કરોડ રૂપિયામાં તેમની બંને કંપનીઓ ખરીદી લીધી હતી.

5. રતન ટાટા  ને એક રીપોર્ટરે પૂછ્યું કે, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી છે તમે કેમ નહી?

જવાબમાં રતન ટાટાએ કહ્યું કે, તે એક વ્યાપારી છે અને હું ઉદ્યોગપતી’. તેના આ જવાબમાં ઘણી વાત છુપાયેલી છે.  તેમણે જણાવ્યું કે મુકેશ અંબાણીનો આ બીઝનેસ એક પરિવાર દ્વારા ચલાવવામાં આવેલો બીઝનેસ છે જ્યારે ટાટા એક ટ્રસ્ટ છે અને તેના પર કોઈ વ્યક્તિનો હક નથી હોતો. કંપનીની પ્રોફિટનો 66 ફીસદી ટાટા ગ્રુપને જાય છે.

જણાવી દઈએ કે રતન ટાટાને 2000 માં પદ્મ ભૂષણ અને 2008 માં  પદ્મ વિભૂષણ એવોર્ડ થી સત્કારવામાં આવ્યા હતા. જે ભારતનું બીજા ને ત્રીજા નંબરનું ઉચ્ચ સન્માન છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.