આજે વાંચો ગુજરાતનાં એક એવા મંદિર વિશે, જ્યાં ચાલે છે 50 વર્ષ થી અખંડ રામ ધૂન, ને કહેવાય છે કે આ ધૂનમાં ખુદ હનુમાનજી સાક્ષાત રહે છે હાજર….

0

જી હા,આ મંદિર ગુજરાતમાં જ આવેલું છે. આ મંદિર એ ગુજરાતનાં જામનગરના રણમલ તળાવની પાળે આવેલ હનુમાનજીનું એક મંદિર છે. એ મંદિરમાં ચાલી રહી છે અખંડ રામ ધૂન એ પણ છેલ્લા 50 વર્ષથી. જેનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાઈ ચૂક્યો છે. આ મંદિરની સ્થાપના જામનગર જિલ્લાની સ્થાપના થઈ ત્યારે જ થઈ હોવાનું મનાય છે.

 મળતી માહિતી અનુસાર, જામનગર રણમલ તળાવના દક્ષિણપૂર્વમાં હનુમાજીનું એક પ્રાચીન અને ચમત્કારિક મંદિર છે, જે હનુમાનજીને સમર્પિત છે. 1540માં આ મંદિર બંધવામાં આવેલું છે. પરંતુ અમે આ આર્ટીકલ દ્વારા આ મંદિર વિશે એક વાત જણાવીએ છીએ કે આ મંદિરનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયું છે. એવું કહેવાય છે કે શ્રી ભિક્ષુ મહારાજે 1964 માં આ મંદિરના નવીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મંદિરના પુનર્નિર્માણના ત્રણ વર્ષ પછી શ્રી રામ ધૂન ચાલુ કરી હતી. જે આજ સુધી અખંડ ચાલુ છે અને તેથી જ આ મંદિરનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં રાખવામાં આવ્યું છે.

એવું કહેવાય છે કે સૌપ્રથમ, ઑગસ્ટ 1, 1964 ના રોજ, મહારાજના આદેશ મુજબ, ‘શ્રી રામ જય રામ જય જય રામ’ મંત્રનું માત્ર 7 દિવસ માટે જ જાપ કરવામાં આવ્યું હતા. પરંતુ આ 7 દિવસોમાં, 24 કલાક માટે રામ સતત ચાલતી રહી તે દિવસની શરૂઆતથી લઈને આજે આ પરંપરા બની ગઈ છે.

આ મંદિરમાં રામ ધૂન કોઈ , પ્રસિદ્ધ ગાયક દ્વારા કરવામાં આવતી નથી, પરંતુ અન્ય સામાન્ય ભક્તો દ્વારા જ કરવામાં આવે છે. હવે તો નોટિસ બોર્ડ પર પહેલાથી યાદી મૂકવામાં આવે છે કે આજે રામધૂનનો વારો આ નંબરનો છે.
આ પરંપરાને જાળવી રાખવા માટે ક્યારેય કોઈને કોઈપણ જાતની કોઈ સમસ્યા નડતી નથી. એવું કહેવાય છે કે જ્યારે આ રામધૂન ચાલતી હોય ત્યારે ખુદ હનુમાન પણ કોઈને કોઈ સ્વરૂપે આ રામધૂનમાં હાજરી આપે છે. અને રામની ધૂન ગાય છે.

આજ સુધી એક દિવસ પણ આ રામધૂન કરવામાં વિધ્ન નડયું નથી. જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ આ રામધૂન અખંડ ગાવાનું ચાલુ જ હતું. જ્યાં ખુદ પ્રભુની ઈચ્છા હોય ત્યાં શું વિઘ્નો નડે ? આજે પણ લોકોની ભગવાન પ્રત્યેની ભક્તિ ને શક્તિના દર્શન થાય છે.

||જય સિયારામ ||

જો તમને આ માહિતી ગમી હોય તો કોમેંટમાં ‘ જય સિયારામ ‘ લખવાનું ભૂલતા નહી. આપણે ભલે રામધૂન ન કરી શકીએ પણ આ આર્ટીકલ વાંચ્યા પછી રામનું નામ તો લખી જ શકીએ છીએ !!!.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here