જામફળ તો તમે ખાતા હશો પણ તેના પાન ના ફાયદા વિશે નહીં જાણતા હોવ, કોલેસ્ટ્રોલ કરે છે કંટ્રોલ-પેટની તકલીફો ને કરે છે દૂર, જાણો અન્ય ફાયદાઓ….

0

જમરૂખ ના પાન આપણેને ઘણી બીમારીયો થી બચાવે છે. કારણ કે તેમાં એંટીઓક્સીડેંટ, એંટી બેક્ટેરીયલ, એંટી ઇફ્લેમેટરી જેવા અનેક ગુણોનો સમાવેશ તેમાં જોવા મળે છે. જમરૂખ ના પાન ત્વચા, વાળ, સ્વાસ્થ્ય ને સારું બનાવવા માટે જમરૂખ ના પાનનો રસ પીવો અને નાના પાન ના ટુકડા કરીને ચાવવાથી ઘણો ફાયદો થાય છે. કોઈક જ આવી વ્યક્તિ હસે જે જમરૂખ ખાવાનું પસંદ કરતા ના હોય. જમરૂખ સ્વાદીષ્ટ ફળ હોય છે અને આપના સ્વાસ્થ્યને સારું બનાવે છે. શું તમે જાણો છો જમરૂખ ની સાથે જ જમરૂખ ના પાન ખાવાથી ઘણો ફાયદો થાય છે.1. જમરૂખ ના પાન ખાવાથી કોલેસ્ટ્રોલ માપ માં રહે
જમરૂખ ના પાન ૫ થી ૬ લઇ તેને પાણીમાં ધોઈ લો પછી તેને ૧૦ મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને રોજ પીવાથી શરીરનું કોલેસ્ટ્રોલ માપ માં રહે છે. કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધવાથી શરીર માટે હાનીકારક બની શકે છે. જો જમરૂખ ના પાન ની ચા અથવા ઉકાળો ૩ મહિના સુધી રોજ પીવાથી આપણા શરીર માં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લીસરાઇડ ને ઓછું કરવામાં મદદ કરે છે. ઉકાળાને રોજ પીવાથી શરીર માં રહેલું સારું કોલેસ્ટ્રોલ ને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.2. જમરૂખ ના પાન ખાવાથી પેટ ની તકલીફ દૂર થાય
પેટ નો દુખાવો, ઉલ્ટી, નુકશાન કારક ખોરાક થી રાહત મળે છે. કારણકે જમરૂખના પાન એંટીબેક્ટેરીયલ છે, તેનું પાણી પીવાથી આપણા પેટના દુખાવા માં રાહત મળે છે, અને ઉલ્ટી અને ગંદા ભોજન ની અસરને આગળ વધતી રોકવામાં મદદ કરે છે.

3. જમરૂખ ના પાન ખાવાથી ડેન્ગ્યું ના તાવ માં રાહત મળે છે
પાનનો ઉપયોગ ડેન્ગ્યું ના તાવ માટે કુદરતી ઉપચાર માટે થાય છે. આવું એટલા માટે કરવામાં કે જમરૂખ ના પાન માંથી નીકળતો રસ લોહી માં પ્લેટલેટ ની માત્રા માં વધારે છે અને કોઈપણ કોઈ ખરાબ અસર થતી નથી. ડેન્ગ્યુના તાવના ઉપચાર માંટે 5 કપ પાણી માં જમરૂખ ના 9 પાન ને ઉકાળો અને તેને ત્યાંસુધી ઉકાળો કે તેનું પાણી ૩ કપ જેટલું ના થાય. પછી તે પાણી ને ઠંડું કરો. પછી દર્દી ને રોજ દિવસ માં ૩ વાર ૧-૧ કપ પાણી પીવડાવવું. તેનાથી ડેન્ગ્યુની અસર ને દુર કરવામાં મદદ કરે છે.4. જમરૂખ ના પણ ખાવાથી ઝાડા મટે છે
ઝાડા ઘણી સામાન્ય જોવા મળતી બીમારી છે, પણ તેની સારવાર સમયસર નો કરવામાં તો ઘણીજ ગંભીર અસર થાય છે. તે જીવલેણ પણ બની શકે છે. ઝાડા ને સારી રીતે સારવાર કરવા માટે જમરૂખ ના પાનનો ઉપયોગ ચા તરીકે પણ કરવામાં આવે છે. જમરૂખ ના પાન માંથી નીકળતા રસ ને ૧ કપ ગરમ પાણીમાં થોડાક ટીપાઓ નાખીને પીવું. તેનાથી પેટ ના આંતરડાને આરામ આપવામાં મદદ કરે છે. પશુ પર કરવામાં આવેલા એક અભ્યાસ દ્રારા જાણવા મળ્યું કે જમરૂખ ના પાનમાં એંટી-ડાયરિયલ ગુણ હોય છે જે ઝાડા ની તકલીફ દુર કરે છે. પાનનો ઉપયોગ કરવાથી ઝાડની તકલીફ થી છુટકારો મળે છે.

5. જમરૂખ ના પણ ખાવાથી મોઢાની તકલીફ દુર થાય
એંટી-ઇન્ફ્લામેટ્રી ના ગુણ હોવાથી જમરૂખના તાજા પાન થી દાંત નો દુખાવો દુર કરવામાં મદદ કરે છે. જમરૂખ ના પાનનો ઉપયોગ કરી તમે મોઢાની તકલીફ જેમકે પેઢા,અને મો ના ઘાવો ની સારવાર કરી શકો છો. તેના પાનમાં જીવાણું વિરોધી ગુણ હોય છે, જે દાંત અને પેઢાની મદદ કરે છે. એટલા માટે જમરૂખ માં પાનનો ઉપયોગ ઘણી કોલગેટ અને મો ને ફ્રેશ કરવા ના લીક્વિટ માં થાય છે.6. જમરૂખ ના પાન ખાવાથી લીવર સારું રહે
એક અભ્યાસથી જાણવા મળ્યું કે જમરૂખના પાનમાં હેપેટ્રોપ્રોટેક્ટીવ ના ગુનો હોય છે જે પેરાસીટામોલ નું સેવન કરવાથી યકૃત ની તકલીફ ની સારવાર કરે છે. યકૃત ને ઇંજાઈમ થી બચાવવા માટે મદદ કરે છે. ઇંજાઈમ, યકૃત ની કોશિકાઓ જેવી કે એસ્પારટ, એમીનોટ્રાન્સફેરેઝ, એલાનીન, એમીનોટ્રાન્સફેરેસ, ક્ષારીયાફોસ્ફેટ ને બીલીરુબીન ને નુકસાન પોહાચાડી સકે છે, એટલા માટે લીવરને સારું રાખવા માટે જમરૂખના ના પાન ખાવા થી ફાયદો થાયછે.

7. જમરૂખના પાન ખાવાથી થાયરોઈડ રોગમાં સારવાર મળે છે
થઈરોઈડ થતી અટકાવે છે, જમરૂખ ના પાનમાં તાંબાની ઉચ્ચ માત્ર હોંવાથી થારોઈડ ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. થાઈરોઈડ ગ્રંથીએ હોર્મોન કે યોગ્ય કાર્ય માં નિયમન માં સૌથી મહત્વ પૂર્ણ ગ્રંથી ઓમાં એકગ્રંથી છે. જમરૂખના પાનમાં રહેલ ત્રાંબુ થાઈરોઈડ ને સ્વસ્થ રાખવા માટે મદદ કરે છે. થાઈરોઈડ એ ચયાપાચન ને નિયમિત રીતે આખા શરીર માં હોર્મોન નું ઉત્પાદન અને અવશેષો ને જાળવી રાખે છે.8. જમરૂખ ના પાન મોઢામાં પડેલ ચાંદા માં ફાયદાકારક છે
જો તમે મોઢામાં પડેલ ચાંદા થી તકલીફ માં છો, તો તેની સારવાર માટે જમરૂખ ના કુણા પાન દિવસ માં ૨ થી ૩ વાર ચાવવાથી મોઢામાં પડે ચાંદા માં તરત રાહત મળે છે.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here