સાસુ-સસરા એ ઈશા અંબાણી ને ભેટ માં આપ્યો 452 કરોડ નો આલીશાન બંગલો, આ છે બંગલાની ખાસિયતો….

0

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી ની દીકરી ઈશા ને લઈને એક રોચક વાત સામે આવી છે. ઈશા લગ્ન પછી 452 કરોડ ના આલીશાન ઘરમાં રહેશે, જે મુંબઈ ના વર્લી વિસ્તારમાં સ્થિત છે. રિપોર્ટ ના અનુસાર આનંદ ના પિતા અજય પિરામિલે આ બંગલો પોતાની થનારી ભાવિ વહુ અને દીકરા માટે ભેટ સ્વરૂપે આપ્યો છે. આનંદ અને ઈશા ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ થવાના છે. લગ્ન પછી આ કપલ મુંબઈ ના ગોલ્ડ ગુલીટા બિલ્ડીંગ માં શિફ્ટ થાશે.50,000 સ્કવેયર ફૂટ માં ફેલાયેલો છે આ બંગલો:
મુંબઈ ના વર્લી માં રહેલી આ 5 માળની ઇમારત 50,000 સ્કવેયર ફૂટ માં ફેલાયેલી છે. આ પાંચ માળની ઇમારત માં ત્રણ બેઝમેન્ટ છે, જેમાંથી બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. પહેલા બેઝમેન્ટ માં લોન, વોટર પુલ અને એક મલ્ટીપર્પઝ રૂમ છે. ઉપરના માળ પર લિવિંગ, ડાઇનિંગ હોલ, રૂમ, અને સ્પેશિયલ બેડરૂમ છે, જયારે ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રેસ લોબી છે.

1 ડિસેમ્બર ના રોજ થશે આ આલીશાન ઘરની પુજા:આ બંગલાની ખાસિયત એ છે કે અહીંથી સમુદ્ર નો નજારો ખુબ જ સુંદર દેખાય છે, આ બંગલો ખુબજ સુંદરતાથી શણગારવામાં આવ્યો છે. સાથે જ આધુનિક જમાનાની દરેક બેસ્ટ વસ્તુઓ પણ છે. આનંદ ના પિતા અજય પિરામિલે તેને 2012 માં હિન્દુસ્તાન યુનિલીવર થી ખરીદ્યો હતો. કહેવામાં આવે છે કે તેને ખરીદવાની લાઈનમાં અનિલ અંબાણી અને ગૌતમ અડાણી પણ હતા. અનિલ અંબાણી એ 350 કરોડ તો ગૌતમ એ 400 કરોડ નો બોલી લગાવી હતી.બંગલા માં કન્સ્ટ્રક્શન પર શરૂઆત માં અમુક વિવાદો થયા હતા, પણ જલ્દી જ તેને લિપટાવી લેવામાં આવ્યું. જણાવી દઈએ કે ગુલીટા ના ઇન્ટિરિયર પર અત્યારે પણ કામ ચાલી રહ્યું છે. એક ડિસેમ્બર ના રોજ આ બંગલા માં પૂજા રાખવામાં આવી છે, જેના પછી આ કપલ આ આલીશાન ઘરમાં રહેવા માટે જાશે.

સગાઈના કાર્ડ ની કિંમત છે 3 લાખ રૂપિયા:ઈશા ના લગ્ન નું કાર્ડ પણ ખુબ ચર્ચામાં છે. એક બોક્સ ની અંદર ડાયરીનુંમાં ઇન્વિટેશન કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. બોક્સ ની ઉપર ઈશા અને આનંદ ના નામના પહેલા અક્ષર લખેલા છે. જેમાં ગોલ્ડન લેસ વાળું એક અન્ય બોક્સ છે તેને ખોલવા પર ગાયત્રી મંત્ર ની ધૂન વાગે છે. તેની અંદર ચાર નાનાં-નાના ચાર અન્ય બોક્સ છે, જેમાં અલગ અલગ ગિફ્ટ્સ મુકેલા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

પિતા છે સૌથી ધનવાન છે અને સંતાનો ભણેલા છે આટલું, વાંચો બીજી રસપ્રદ વાતો અંબાણી પરિવારની

તમને પણ ઘણા બધા લોકો અને વડીલો અવારનવાર એક સલાહ આપતા જ હશે કે ભણો નહિ ભણો તો કશું થવાનું નથી. આવું આપણે ઘણીવાર સંભાળતા પણ હોઈએ છીએ અને સમય આવતા આપણા બાળકોને પણ આપણે આ જ સમજાવતા હોઈએ છીએ કે તમે પણ ભણો જે અમે નથી કરી શક્યા એ તમે કરીને બતાવો. જો કે પહેલા સમય પણ એવો જ હતો કે ભણતર અને કારકિર્દીને એકબીજા સાથે જોડી દેવામાં આવતું હતું. આજે ભણતર અને કારકિર્દી બંને અલગ વસ્તુ થઇ ગઈ છે.

આજકાલ જો ભણતર ઓછું પણ હોય તે છતાં તમે સફળ થઇ શકો છો તેના માટે હિંમત અને સખત મહેનત જોઈએ અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. પણ દરેક સાથે એવું નથી થતું અમુક સમયે એવું લાગવા લાગે કે ભણ્યા હોત તો સારું થાય અને એ તો આપણે પણ જોઈએ જ છીએ કે અમીર વ્યક્તિઓ કે જેમની પાસે અઢળક પૈસા હોય છે એટલા પૈસા કે તેમની સાત પેઢી આરામથી ખાઈ શકે. હવે આપણા મુકેશ અંબાણીને જોઈ લો તેમની પાસે કેટલી બધી મિલકત છે. તે છતાં પણ તેમણે તેમના બાળકોને ભણાવ્યા અને આજે તેમના સંતાનો એ તેમને બિઝનેસમાં મદદ કરી રહ્યા છે. ચાલો વિગતે જણાવીએ કે મુકેશ અંબાણીના સંતાનો કેટલું ભણ્યા છે.

૧. ઈશા અંબાણી,
જયારે તે ફક્ત ૧૬ વર્ષની હતી ત્યારે જ તેની ગણતરી એ ફોર્બસની યાદીમાં સામેલ હતું. ઈશાના ભણતરની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ઈશા એ યેલ યુનિવર્સીટીમાંથી સાયકોલોજીના વિષય પર ડીગ્રી લીધેલ છે. પોતાનું ભણવાનું પૂરું કરીને ઈશા એ પોતાની માતા નીતા અંબાણી સાથે તેમના એનજીઓમાં મદદ કરાવા લાગી હતી. ઈશાને સ્પોર્ટ્સ, આર્ટ અને બિઝનેસ જેવા વિષયોમાં રસ છે. તેને ઘણા એવોર્ડ પણ મળેલ છે.

૨. આકાશ અંબાણી,
પોતાના પિતાને તેમના બિઝનેસમાં મદદ કરી રહ્યો છે. હાલમાં તે જીઓનો બિઝનેસ ચલાવી રહ્યો છે. તેમના ભણતરની વાત જણાવીએ તો તેઓએ બ્રાઉન યુનિવર્સીટીમાંથી ઇકોનોમિક વિષય સાથે ડીગ્રી કરેલ છે. બિઝનેસ સાથે સાથે તેમને ફોટોગ્રાફીનો પણ બહુ શોખ છે. તેઓ જીઓના વ્યવસાય સાથે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી પણ કરે છે.

૩. અનંત અંબાણી,
થોડા સમય પહેલા જ આપણે અનંતને તેના વજન ઉતારવાની કારણે બહુ ઓળખતા થયા છીએ. અનંત અંબાણીએ ફક્ત ૧૮ મહિનાઓમાં જ ૧૦૮ કિલો વજન ઘટાડી નાખ્યું હતું. અનંત અંબાણી એ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે. તેમણે પણ બ્રાઉન યુનિવર્સીટીમાંથી જ ડીગ્રી કરેલ છે. અનંત એ બાલાજીના ભક્ત છે તેઓ પોતાનું કોઈપણ નવું કામ શરુ કરતા પહેલા બાલાજી દર્શન કરવા જરૂર જાય છે. અનંત અંબાણીને ક્રિકેટનો બહુ શોખ છે. તેમને પોતાના મિત્રો સાથે પાર્ટી કરવી પણ બહુ પસંદ છે.

હવે મુકેશ અંબાણીના ત્રણે સંતાનોનું ભણતર જોઇને આપણે માની લેવું જોઈએ કે ભણતર મહત્વનું તો છે જ હા તેની સાથે તમારા બાળકોને ઈતર પ્રવૃતિઓ કે પછી જેમાં તમારા બાળકોને રસ હોય એમાં જરૂર ભાગ લેવા દેજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here