12,000 કરોડના એન્ટિલિયામાં જાનૈયાઓ નું કર્યું ધમાકેદાર સ્વાગત, મુકેશ અંબાણી એ ગળે મળીને વેલકમ કર્યા

0

ઈશા અંબાણી અને આનંદ પિરામલના થયા લગ્ન. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના ઘરે એંટાલિયામા મુંબઈમાં થયા છે લગ્ન. આનંદ પિરામલ જાન લઈને પહોંચ્યા એંટાલિયા. બધા જ જાનૈયાઓનું ખુદ મુકેશ અંબાણીએ કર્યું છે સ્વાગત. બધા જ જાનૈયાઓએ બૉલીવુડ સ્ટાઈલમાં કર્યો ડાન્સ. લગ્ન પહેલા ઈશા અંબાણીના ભાઈ અનંત અંબાણી અને આકાશ અંબાણી પહેલેથી જ તેમના ઘરની બહાર કાએટલું જ નહી, એક એવો ફોટો પણ સામે આવ્યો છે જેમાં ભાઈ અનંત અને આકાશ સાથે તેમના પિતા મુકેશ અંબાણી પણ પગે ચાલતા નજર આવી રહ્યા છે. આ દરમ્યાન ઇશાના કાકા અનિલ અંબાણી પણ એક સાથે જોવા મળ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ લગ્નમાં, અંબાણી પરિવારના પુરુષ સભ્યોએ શેરવાની અને કુર્તા પહેરેલા નજરે આવ્યા હતા. બહેન ઈશા અંબાણીના લગ્નમાં ભાઈઓ આકાશ-અનંત ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

લગ્નના પ્રસંગે, ઘણી મોટી વ્યક્તિઓ મુકેશ અંબાણીના ઘરે પહોંચી ગઈ છે. આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, અભિનેત્રી કિરણ રાવ, એક્ટ્રેસ કિયારા અને ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરા, અમિતાબ બચ્ચન, જયા બચ્ચન, પુત્રી શ્વેતા નંદા અને તેની પુત્રી નવ્યા, મનીષ મલ્હોત્રાના, રેખા સહિતના અસંખ્ય સ્ટાર્સ હાજરી આપી છે. હાલમાં, ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્ન બુધવારની સાંજે એક ભવ્ય રીતે થવાના છે.

જોકે, આ પહેલા ઉદયપુર ઓબેરોય ઉદય વિલામાં સંગીત સમારોહનું પણ ભવ્ય રીતે મનાવવામાં આવ્યો હતો. જેમાં બૉલીવુડ, બિઝનેસમેન જ નહીં પણ વિદેશની મોટી વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી. હાલમાં, ઈશા અંબાણીના લગ્નમાં બૉલીવુડ ની સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો છે.

આ અગાઉ પણ અંબાણી પરિવારે સપ્ટેમ્બરમાં ઈટાલીના કોમોમાં ઈશાની સગાઈ કરી હતી. જેના ફોટાઓ ખૂબ જ વાયરલ થયા હતા અને એ પછી ઈશા અને આનંદના લગ્નની તારીખ ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન સહ પરિવાર સાથે

અંબાણી અને પરિમલ પરિવાર છેલ્લા 40 વર્ષથી દોસ્ત છે. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી , રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે તો આનંદના પિતા, અજય પરિમલ પરિમલ ગૃઓ ઓફ કંપનીના ચેરમેન છે. એક ખાનગી પાર્ટી દરમિયાન, આનંદે ઇશા અંબાણીને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કરી હતી. એશ્વર્યા અભિષેક જોડી

Video:

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here