જમવાનું બનાવતા સમયે જો LPG ગેસ સિલિન્ડર ફાટી જાય, તો 50 લાખ સુધીનો વીમો મળે છે, વાંચો માહિતી અને શેર કરો કામ લાગશે બધાને

0

આજે લગભગ દરેક ઘરોમાં LPG સિલિન્ડર વપરાય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા આ ગેસ સિલિન્ડરનો 50 લાખનો વીમો પણ હોય છે. જો તમારો સિલિન્ડર ફાટે અને તેનાથી કોઈ દુર્ઘટના ઘટે તો તમે આ વિમાની રકમ માંગી શકો છો.

મૃત્યુ પર 50 લાખ તો ઘાયલ થવા પર મળે છે 40 લાખ 

  • જ્વલનશીલ હોવાના કારણે LPG ગેસ ખૂબ જ ખતરનાક હોય છે.
  • એટલે તેનાથી થતી દુર્ઘટના પર ગ્રાહક મહત્તમ 50 લાખ રૂપિયાના વિમાનો હકદાર હોય છે.
  • નિયમો અનુસાર, દુર્ઘટનાના કિસ્સામાં 40 લાખની વીમો મળે છે, જયારે સિલેન્ડર ફાટવાથી કોઈનું મૃત્યુ થઇ જાય ત્યારે 50 લાખ રૂપિયા મળે છે.
  • દુર્ઘટનામાં દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયાની નુકસાન ભરપાઈ આપી શકાય છે.

કઈ રીતે થાય છે વીમો

  • આ વીમો ગ્રાહકોએ નથી કરાવવો પડતો.
  • પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ તથા ભારત પેટ્રોલિયમના વિતરકોએ આ વીમો કરાવવો પડે છે.
  • આ લોકોને ગ્રાહકો અને અન્ય સંપત્તિ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહીત દુર્ઘટનાઓ માટે વીમા પોલિસી લેવાની હોય છે.

આ રીતે કરી શકાય છે ક્લેમ 

  • જો કોઈ દુર્ઘટના ઘટે છે તો ગ્રાહકને આ વાતની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં અને એલપીજી વિતારકને આપવી પડે છે.
  • વીમા રકમનો દાવો કરવા માટે એફઆરઆઇની કોપી, ઘાયલોના ઇલાજના ખર્ચનું બિલ અને કોઈના મૃત્યુ થવા પર તેના રિપોર્ટ સાચવીને રાખવા જોઈએ.
  • જાણકારી આપ્યા પછી સંબંધિત અધિકારી ઘટનાના કારણો વિશે તપાસ કરે છે અને જો ઘટના એલપીજીના કારણે થઇ હોય તો વિતરક ગેસ કંપનીને આ વાતની જાણકારી આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here