જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચે કયો દેશ છે યુદ્ધ જીતવા માટે સૌથી શક્તિશાળી

0

પુલવામામાં થયેલો આતંકી હુમલો કોઈ ભૂલી શકતું નથી, દરેક વ્યક્તિ આપણા જવાનોની શહાદતનો બદલો અકિસ્તાન પાસેથી લેવાની ભારત સરકાર પાસે માંગ કરી રહયા છે. વડાપ્રધાન મોદીએ પણ આ હુમલાને લઈને આપવામાં આવેલા નિવેદનમાં 40 જવાનોની શહાદતનો બદલો લેવાનું એલાન કરી દીધું છે. ત્યારે બીજી તરફ મોદીના નિવેદનના કેટલાક દિવસો બાદ જ પાકિસ્તાન તરફથી એક નિવેદન આવ્યું છે. જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ હ્યુ છે કે જો ભારત તરફથી હુમલો તેમના દેશ પર થશે તો પાકિસ્તાન પણ ચૂપ નહિ બેસે. પાકિસ્તાન તફરથી આવેલા આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

બે વાર થઇ ચૂક્યું છે યુદ્ધ ખૂબ જ નબળી સેના હોવા છતાં પાકિસ્તાન તરફથી યુદ્ધ સાથે જોડાયેલું આ નિવેદન આવ્યું છે. પાકિસ્તાન કદાચ એ ભૂલી ગયું છે કે જયારે જ્યારે તેને ભારત સાથે યુદ્ધ કર્યું છે ત્યારે ત્યારે તેને ફક્ત હાર જ મળી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી બાદથી અત્યાર સુધીમાં કાશ્મીર મુદ્દે બે વાર યુદ્ધ થઇ ચૂક્યું છે અને આ બંને યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવી દીધું છે. જો કે આ વખતે સમય ખૂબ જ બદલાઈ ગયો છે અને આ યુદ્ધ પછીથી આ બંને દેશોને પોતાની સેનાને મજબૂત કરવામાં ખૂબ પૈસા પાણીની જેમાં લગાવ્યા છે. અને પોતાની સેનાઓ મજબૂત કરી છે. પરંતુ સવાલ એ છે કે શું પાકિસ્તાનની સેના એટલી મજબૂત થઇ ગઈ છે કે એ ભારતીય સેનાનો મુકાબલો કરી શકે છે અને જો યુદ્ધ થાય છે તો આ બંને દેશોમાંથી કોની સેના સૌથી વધુ તાકાતવર છે?

કોની સેનાએ છે કેટલી શક્તિશાળીકોઈ પણ દેશની સેનાની તાકાત એ દેશની સેનામાં હાજર સૈનિકોની સંખ્યા અને એ દેશ પાસે હાજર હથિયારથી હોય છે. એક તરફ હાલ ભારતમાં કુલ 14 લાખ સૈનિકો છે, ત્યારે આપણા દેશને યુદ્ધમાં હરાવવાનું સપનું જોઈ રહેલા પાકિસ્તાનમાં હાલ ફક્ત 6.5 લાખ સૈનિક જ છે. એટલે કે સૈનિકોના મામલે પાકિસ્તાનમાં ભારતની સરખામણીએ ખૂબ જ ઓછા સૈનિકો છે.

મિસાઈલ અને હથિયાર મિસાઈલ અને હથિયારોના દમ પર જ કોઈ યુદ્ધ જીતી શકાય છે અને ભારત પાસે પાકિસ્તાનની સરખામણીએ ઘણા વધુ હથિયારી હાજર છે. જ્યા એક તરફ ભારત પાસે 9 પ્રકારના ઓપેરેશનલ મિસાઈલ્સ છે, ત્યારે પાકિસ્તાન પાસે ખૂબ જ ઓછા મિસાઈલ હાજર છે. ભારત પાસે 3500થી વધુ યુદ્ધ ટેન્ક, 3000થી વધુ ઇન્ફેન્ટ્રી લડાકુ વાહન, 300 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ અને 9500થી વધુ તોપો છે, ત્યારે પાકિસ્તાન પાસે ફક્ત 2400 જેટલી ટેન્ક, 1600 સશસ્ત્ર પર્સનલ કેરિયર્સ અને 4,472 તોપો છે, એટલે કે હથિયારોના મામલે પાકિસ્તાન ભારતથી ઘણું પાછળ છે.ભારત પાસે અગ્નિ-3 મિસાઈલ છે જે 3000-5000 કિલોમીટર રેન્જની છે, જયારે પાકિસ્તાન પાસે સૌથી વધુ રેન્જવાળી મિસાઈલ જે છે તેની રેન્જ 2000 કિલોમીટર છે. પરમાણુ બૉમ્બ વિશે વાત કરીએ તો પાકિસ્તાન પાસે 40-145 બૉમ્બ છે જયારે ભારત પાસે 130-140 છે. યુદ્ધ દરમ્યાન ફાઈટર જેટ્સ ખૂબ જ મહત્વના હોય છે અને પાકિસ્તાન પાસે પણ તેની સંખ્યા ભારત પાસે હાજર જેટ્સ કરતા ઓછી જ છે. એટલે સ્પષ્ટ છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુધ્ધ થાય તો આ યુદ્ધમાં પણ પાકિસ્તાનને જ હાર મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here