ભારતમાં આવેલું છે અહીંયા હિંગળાજ માતાનું ચમત્કારિક મંદિર, જ્યાં પાણીમાં પ્રગટે છે માતાની અખંડ જ્યોત ..

0

ભારતમાં ચમત્કારની કોઈ કમી નથી. અહીં દરેક સમયે એક ચમત્કાર થાય છે. આજે અમે તમને એક એવા ચમત્કાર વિશેની વાત કહેવા જઈ રહ્યાં છીએ જે માતાના મંદિર સાથે જોડાયેલ છે. આ મંદિરમાં કેટલાય વર્ષો સુધી અખંડ દીવો જલતો જ રહ્યો છે. અને એ પણ ફક્ત પાણીથી. વિજ્ઞાન ચમત્કારોમાં વિશ્વાસ નથી કરતું. પરંતુ વિજ્ઞાન પાસે પણ કોઈ જવાબ નથી.

આજે અમે શરૂઆત કરીએ છીએ એક એવી ઘટનાની જે છેલ્લા થોડા વર્ષોથી મધ્યપ્રદેશ માટે એક અનોખી ઘટના અથવા ચમત્કાર કહી શકાય. અહીં એક દેવીનું નાનું એવું મંદિર છે. જેના માટે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ફક્ત પાણીનો જ દીવો પ્રજવલ્લિત છે જેની જ્યોત અખંડ છે આજ સુધી. એટ્લે જ લોકો તેને દેવીનો એક ચમત્કાર માને છે. પરંતુ શું પાણીથી દીવાનું પ્રજવલ્લિત રહેવું શક્ય છે?

એમ.પીની રાજધાની ભોપાલથી લગભગ 200 કિલોમીટર દૂર છે શાજાપૂર. શાજાપૂરથી 50 કિલોમીટર દૂર એક નાનું એવું ગામ છે આગર. અહીના લોકોએ જણાવ્યુ હતું કે, આ મંદિર હિંગળાજ માતાનું છે અને અહીંયા છેલ્લા 35 વર્ષોથી પાણીમાં અખંડ દીવો ચાલુ છે.

હજી 8 વર્ષ પહેલાં જ આ દીવો સામાન્ય તેલથી જ પ્રજ્વલ્લિત હતો. પરંતુ કઈક એવો ચમત્કાર થયો કે દીપકમાં પાણી પડ્યું ને એ પાણી પણ આગને પકડવા લાગ્યું. લોકો એવું માને છે કે આ હિંગળાજ માતાનો જ ચમત્કાર છે. હિંગળાજ માતાનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે, શિવ પુરાણ આધારીત માતા સતી એ જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે એમના દેહને લઈને શિવ તાંડવ કર્યું ત્યારે એમના અંગ જ્યાં પડ્યા ત્યાં એક એક શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી. એમાની એક શક્તોપીઠ હિંગળાજ માતાનું મંદિર પણ છે. જે હાલ પાકિસ્તાનમાં છે. ને એનું જ એક રૂપ આ ગામમાં છે. જેની તપાસમાં એક ટીમ નીકળી હતી. થોડા સમય પછી એ ટીમ આ મંદિર સુધી પહોંચી ગઈ હતી. પરંતુ નાનો એવો ચમત્કાર એટલો મોટો દાવો કેમ કરી શકે ?આ મંદિરની અંદર આ પ્રશ્નનો જવાબ મળી જશે. મધ્યપ્રદેશના આંગણે બન્યું ગડીયા ઘાટ મંદિરમાં દૂર દૂરથી લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય એ હેતુથી આવી રહ્યા છે. પરંતુ જે ટીમ અહીંયા આવી હતી તપાસ માટે એ પણ વિચારમાં પડી ગઈ કે વગર તેલે દીવો કેમ બળી શકે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!