હિન્દુ ધર્મ પ્રમાણે કુળદેવી કે કુળદેવતાની પૂજા કેમ કરવી જોઈએ ? જાણો એનું મહત્વ…

0

ભારતમાં હિન્દુ ધર્મ વ્યવસ્થા પ્રામાણે જોઈએ તો યુગો યુગોથી કુલદેવીની પૂજા ને આરાધના કરવામાં આવે છે.
કોઈપણ હિન્દુ હોય એ કોઈ ને કોઈ ઋષિ મુનિનો જ વંશજ હશે. જે ગોત્રને જોતાં જ ખ્યાલ આવશે. એ પછી જેનું જેવુ કર્મ એ પ્રમાણે જ્ઞાતિમાં વિભાજન થયું. એવું કહેવાય છે કે, દરેક જાતિ એ કોઈ ના કોઈ ઋષી સંતાન હશે જ એટ્લે જે કુળદેવી એ ઋષી માટે પૂજનીય હતા. એ જ કુળદેવી આજે પણ એ જાતિના લોકો માટે પૂજનીય છે. કુલદેવીનો સંબંધ કોઈપણ ઘર હોય કે કુટુંબ એમાં સૌથી નજીકનો સંબંધ જોવા મળે છે જે કુલદેવતા હોય કે કુળદેવી એ આમ જોઈએ તો પરિવારનું અને કુળનું નકારાત્મક પ્રભાવથી રક્ષા જ કરે છે. હિન્દુ પરંપરા અનુસાર કુળદેવી કે કુલદેવતા એ સૌથી પહેલા પૂજનીય દેવી દેવતા છે. ઘરમાં કોઈ પણ હવન હોમ રાખવામા આવે. પણ સૌથી પહેલી પૂજા તો કુળદેવી ને કુલદેવતાની જ થશે.

જે લોકો સાંસારિક જીવન જીવી રહ્યા છે. એ લોકોને કુલદેવીની ઉપાસના નિત્ય કરવી જોઈએ. એવા ઘણા પરિવારો જોયા હશે જેને પોતાના કુળદેવી વિષે કોઈ જ ખ્યાલ નહી હોય . પણ ખ્યાલ નથી માટે આપણાં કોઈ કુળદેવી નથી એવું ન સમજવું. તમે ભૂલ્યા છો પણ તમારા કુળદેવી તો તમારી સાથે જ છે. કોઈ ને કોઈ પ્રકારે એ તમારી રક્ષા તો કરતાં જ હશે.

તમારા કુળદેવી તમારી સામે જ છે. તમે લગ્ન સમયે ફેરા ફરતી વખતે કે કન્યાદાન સમયે જે તે ગોત્રનું નામ બોલવામાં આવે છે. તો એ જ ગોત્ર એટ્લે કે એ જ ઋષી સંતાન તમે થયા ને એ જ ઋષિના કુળદેવી એ તમારા કુળદેવી. તો હવે તમે શાસ્ત્રોમાં વાંચીને પણ તમે તમારા કુળદેવી કોણ છે એ જાણી શકો છો .

કુલદેવીની પૂજા શા માટે કરવી જોઈએ ??
દરેક કુલદેવી પોતાના કુલ પર એક સુરક્ષા ચક્ર બનાવ્યું હોય છે. જેમ જેમ આપણે એમનું સ્મરણ કરવાનું ઓછું કરશું. જેમ જેમ આપણે એમનાથી દૂર જતાં જઈશું તેમ તેમ એ સુરક્ષા ચક્ર દૂર થતું જતું હોય છે. ને પરિવાર પર અચાનક જ સંકટો આવી પડે છે. જેમકે કોઈ અચાનક જ અકસ્માત થવો. દેવું થઈ જવું, ધંધામાં ખોટ આવવી કે પછી પરિવારમાં અંદરો અંદર ઈર્ષા, દ્રેષ ને લડાઈ થવા માંડે છે. તો જો તમારા પરિવારને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું ઇચ્છો છો. તો રોજ સવારે અને સાંજે કુળદેવી કે કુલદેવતાના નામનો દીવો અવશ્ય કરવો જોઈએ. જેથી અવિરત કુળદેવીદેવતાની કૃપા વહેતી રહે તમારા પરિવાર પર ..
એટ્લે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે , જીવન કોઈપણ દુખ વગરનું જીવવા માટે હમેશા કુળદેવી- દેવતાની શરણમાં જવું પડે. એટ્લે જ ગામો ગામ આજે પણ કુળદેવી દેવતાનાં મોટા મોટા મંદિરો આસ્થાનું પ્રતિક સમા ઊભા છે. નહિતર આ

જમાનામાં મંદિર દર્શન કરવા પણ કોણ જાય ??
જીવનમાં એશો આરામ ભોગવવા હોય ને શારીરિક કષ્ટિ ને માનસિક બીમારથી મુક્ત રહેવું હોય તો સૌથી સરળ રસ્તો છે તમારા કુળદેવીનું શરણ….એકવાર તમે તમારી જાતને કુળદેવી દેવતાનાં શરણમાં અર્પણ કરી દેશો પછી જોવો તમારો બેડો પાર….પણ શ્રધ્ધા હોવી જોઈએ.!!

બોલો કુળદેવી-દેવતાની જય !!

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here