હિન્દુ ધર્મની આ 7 પ્રખ્યાત પરંપરાની પાછળ છૂપાયેલ છે ઊંડા રહસ્ય, જે હજી પણ જાણતા નથી લોકો ….વાંચો આર્ટિકલ માં

0

હિન્દુ ધર્મમાં સદીઓથી કેટલીક માન્યતાઓ છે અને લોકો તેનું અનુસરણ પણ કરે છે, કેટલાક વૃદ્ધોના કહેવા પર તે માન્યતાઓને દબાણ કરી આગળ વધાવી રહ્યા છે. જ્યારે કેટલાક તેને અંધશ્રદ્ધા કહે છે, પરંતુ શું તમે જાણો છો સદીઓ પહેલા હિન્દુ ધર્મની માન્યતાઓ નિરાધાર નથી, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે

1 – સિંદુર લગાવવું :હિંદુ ધર્મમાં વિવાહિત સ્ત્રીઓની માંગમાં સિંદુર લગાવવું ફરજિયાત છે, તેને સુહાગનું ચિન્હ માનવામાં આવે છે. ખરેખર તો કંકુમાં હળદર, ચૂનો અને પારાનું મિશ્રણ હોય છે. આ ત્રણનું મિશ્રણ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે, તે માનસિક તાણને ઘટાડે છે. તેથી સિંદુર લગાવવું ખૂબ જ ફાયદાકારક છે.

2 – કપાળ પર તિલક કરવુંપૂજાપાઠ અથવા કોઈપણ શુભકામમાં પંડિત વારંવાર બધાના કપાળ પર તિલક લગાવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોતાં કપાળ પર તિલક લગાવવાથી ભગવાનના આશીર્વાદ મળે છે, પરંતુ વિજ્ઞાન કહે છે કે બંને આંખો વચ્ચે આજ્ઞા ચક્ર હોય છે. આ ચક્ર પર તીલક લગાવવાથી વ્યક્તિની એકાગ્રતામાં વધારો થાય છે. , આંગળીથી કપાળ પર દબાવીને જો તીલક કરવામાં આવે તો લોહીનું પરિભ્રમણ વધારે સારી રીતે થાય છે.

3 – જમીન પર બેસીને જમવું :આજે પણ, આપણા દેશમાં મોટાભાગના લોકો જમીન પર બેસીને જમવાનું જમે છે. વિજ્ઞાન અનુસાર, જમીન પર પલોઠીવાળી જમવાથી પાચનતંત્ર મજબૂત બને અને જ્યારે મન શાંત રહે છે.

4 – હાથ જોડી પ્રણામ કરવા :

હિન્દુ ધર્મમાં હાથ જોડી નમસ્કાર કરવામાં આવે છે. જ્યારે આપણે હાથ જોડીએ છીએ, ત્યારે બધી આંગળીઓ એકબીજાને સ્પર્શે છે . જેથી તેઓ દબાણમાં હોય. આંગળીઓની ચેતા શરીરના તમામ મુખ્ય અંગો સાથે સંબંધિત છે. આ કિસ્સામાં, આંગળીઓ પર દબાણની સીધી અસર અમારી આંખો, કાન અને મન પર થાય છે.

5 – એક ગોત્રમાં લગ્ન નહીં કરોહિંદુ ધર્મ કોઈ વંશના છોકરા અથવા છોકરી સાથે લગ્ન કરવામાં નથી આવતા. એક ગોત્રમાં લગ્ન કરવાથી ઘણા રોગો થવાની શક્યતા રહે છે. અને આ ઘણા સંશોધનમાં સાબિત પણ થયું છે. વ્યક્તિને આનુવંશિક બિમારી ન થાય તે માટે નજીકના સંબંધીઓ સાથે લગ્ન કરવા નહીં.

6 – સૂર્યની ઉપાસનાહિન્દુ ધર્મ અને શાસ્ત્રમાં, સૂર્યને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ગ્રંથો અનુસાર, સૂર્યને જળ ચઢાવવાથી કુટુંબ અને સમાજમાં માન આપે છે. જ્યારે તે એક વૈજ્ઞાનિક કારણ પણ છે. હકીકતમાં, સૂર્યને જળ ચઢાવતી વખતે સૂર્યના કિરણો પાણીમાં ભળીને આંખને સ્પર્શે છે જેનાથી આંખોની દૃષ્ટિ પણ તેજ થાય છે. વહેલી સવારે સૂર્યપ્રકાશ લેવો એ સ્કીન માટે ફાયદાકારક છે.

7 – ઉપવાસ ની પરંપરાહિન્દુ ધર્મમાં સદીઓથી ઉપવાસ કરવાની પરંપરા છે. એવું પણ કહેવાય છે કે ભગવાન તેનાથી ખુશ છે. વિજ્ઞાન અનુસાર, જો ઉપવાસ રાખવામાં આવે તો પાચન શક્તિ પણ સુધરે છે. એક રિસર્ચ અનુસાર એવું પણ કહેવામા આવે છે કે ઉપવાસ કરવાથી કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here