શું સફેદ માટલાનું પાણી પીવું નુકશાનકારક છે? આ વાઇરલ સમાચાર પાછળનું સત્ય જાણી લો કામ લાગશે

0

ઉનાળો શરુ થઇ ગયો છે ત્યારે હવે લોકોએ ફ્રીજનું પાણી પીવાનું શરુ કરી દીધું હશે. અને ઘણા લોકોએ નવા માટલા લાવીને માટલાનું પાણી પીવાનું શરુ કર્યું હશે. ત્યારે આજે અહીં તમને જણાવી દઈએ કે ઉનાળામાં માટલાનું પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે.

Image Source

હાલ આમ પણ બજારમાં હવે સફેદ માટીના માટલા મળવા શરુ થઇ ગયા છે. સરસ મજાના આ માટલા અને તેની ઉપર સુંદર કલરવાળી ડિઝાઇન્સ કરેલી હોય છે જે રસોડાની શોભા પણ વધારે છે. આ સફેદ માટલા બનાવવા માટે કુંભાર માટીને ઊંચા તાપમાને પકવે છે, જેથી માટી સફેદ થઇ જાય છે. એ પછી આ જ માટીના માટલા બનાવવામાં આવે છે. આ માટલામાં પાણી વધારે ઠંડુ થાઉં છે. આ પાણી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ થાય છે, એટલે એ શરીર માટે નુકશાન દાયક નથી હોતું. પરંતુ ફ્રીજનું ઠંડુ પાણી ઘણા પ્રકારનું સ્વાસ્થ્યને લગતી તકલીફો ઉભી કરે છે. તો આજે જાણીએ કે માટલાના પાણીથી હાર્ટ હેલ્ધી રહે છે, એસીડીટી નથી થતી, કફની તકલીફ નથી થતી, અસ્થમાના દર્દીઓ માટે લાભદાયી છે, લકવાના દર્દીઓ માટે પણ લાભદાયી છે.

Image Source

ફ્રીજનું પાણી પીવાથી થતી સમસ્યાઓ –

ફ્રીજનું પાણી પીવાથી ઘણા ગેરફાયદાઓ થાય છે, જેમ કે વજન વધે છે. જમ્યા પછી ફ્રીજનું પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી થઇ જાય છે, જેની મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે. જેથી શરીરમાં ચરબી જમા થવા લાગે છે.

ફ્રીજનું પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી થાય છે, જેથી અપચો, ખાટા ઓડકાર, અને ગેસની સમસ્યા થાય છે.
વધુ સમય ફ્રીજનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને એને કારણે એલર્જી અને બીમારીઓનો ખતરો વધે છે.

Image Source

ફ્રીજનું પાણી પીવાથી લોહીનું વાહન કરતી ધમનીઓ સંકોચાઈ જાય છે, જેને લીધે હૃદયને વધુ તણાવ પડે છે, જેને કારણે હૃદયરોગની સમસ્યા થઇ શકે છે.

ફ્રીજનું પાણી પીવાથી શરીરનું તાપમાન અચાનક બદલાઈ જાય છે, જેને કારણે મગજ પર ખરાબ અસર પડે છે. જેનાથી માથાના દુખાવાની સમસ્ય આવી શકે છે.

જાણીએ માટલાના પાણી પીવાથી કયા કયા ફાયદાઓ થાય છે – 

માટલાના પાણીમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નથી હોતા અને પાણીના મિનરલ સીધા જ તમારા શરીરમાં જઈને પાચનમાં મદદ કરે છે. જેના કારણે પાચનતંત્ર સ્વસ્થ રહે છે. સાથે જ માટલાનું પાણી શરીરના મેટાબોલિઝમને બહેતર બનાવે છે. ત્યારે બીજી તરફ તમે પાણીને બોટલમાં ભરીને ફ્રિજમાં મુકો એટલે પ્લાસ્ટિકની બોટલના હાનિકારક તત્વો પાણીમાં ભળી જાય છે.

Image Source

ફ્રીજનું પાણી પીવાથી ક્યારેક શરદી, ગળામાં ખરાશ, અસ્થમાની સમસ્યા થાય છે. જયારે માટલાનું પાણી પીવાથી આવી કોઈ જ સમસ્યાનો સામનો નહિ કરવો પડે. સાથે જ માટલાનું પાણી ઘણું હલકું હોય છે જેથી તેને પીવાથી ભારેભારે નહિ લાગે.

માટલાનું પાણી પીવાથી માટીના પોષકતત્વો પણ મળે છે. માટલું બનાવવા માટે જે માટીનો ઉપયોગ થાય છે એ માટીમાં ખનીજ, અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા હોય છે, અને જયારે આ માટલામાં પાણી ભરવામાં આવે ત્યારે આ ગુણો પાણીમાં ભળી જાય છે, એટલે આ પાણી અમૃત સમાન બની જાય છે.

Image Source

જો તમારા શરીરમાં ક્ષારીય પ્રકૃતિથી વધારે અમ્લીય તત્વો હાજર હોય તો તમે વારંવાર બીમાર પડી શકો છો. પરંતુ માટીની પ્રકૃતિ સ્વાભાવિક રીતે જ ક્ષારીય હોય છે અને જયારે માટલામાં તમે પાણી ભરો છો તો પાણી પણ માટીના આ ગુણ શોષી લે છે. આ પાણી તમારા સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે. માટીના માટલાનું પાણી પીવાથી તમારા બીમાર પડવાની સંભાવનાઓ ઓછી થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here