હવે મેડીકલ સ્ટોર્સ પર પુરુષો ખરીદતા નજરમાં આવશે ગર્ભનિરોધક દવા, જાણો તેની ખૂબીઓ…

0

વર્ષ 2015 માં Y-Films ની એક વેબ સીરીજ આવી હતી, જેનું નામ હતું  Man’s World. જેમાં મુખ્ય કિરદાર કિરણ નામના છોકરાએ નિભાવ્યું હતું. કિરણને એ વાતથી ખુબ જ પરેશાની થતી હતી કે યુવતીઓને દરેક જગ્યાએ યુવકોની સરખામણીમાં વધુ તવજ્જો આપવામાં આવે છે. પછી એક દિવસ તે ભગવાનને પ્રાર્થના કરે છે કે દુનિયા બદલી જાય અને આગળના દિવસે પૂરી રીતે દુનિયા બદલી જાય છે. જે ચીજો યુવતીઓ કરતી હતી તે હવે યુવકો કરવા લાગ્યા છે અને જે યુવકો કરતા હતા તે હવે યુવતીઓ પણ કરવા લાગી છે. સાથે જ પીરીયડ્સ અને પ્રેગનેન્સી જેવી ચીજો પણ યુવકોના જીવનનો હિસ્સો બની જાય છે.  અત્યાર સુધી ગર્ભનિરોધક ગોળીઓ માત્ર યુવતીઓ માટે જ બની હતી અને યુવતીઓ ખરીદતી પણ હતી પણ હવે પુરુષો માટે પણ ગર્ભનિરોધક ગોળીઓની શોધ કરવામાં આવી છે જે જલ્દી જ માર્કેટમાં ઉપલબ્ધ થશે.

1. પૂરી રીતે સુરક્ષીત છે આ દવા:વૈજ્ઞાનીકો અનુસાર આ દવા પૂરી રીતે સુરક્ષીત છે. અને તે ગર્ભનિરોધક ક્ષેત્રમાં એક મોટું કદમ છે, જે આગળ જઈને કપલ્સ માટે ખુબ જ મદદગાર બની શકે છે.
2. મહિલાઓની ગર્ભનિરોધક ગોળી જેવી જ છે:રીસર્ચ અનુસાર આ ગોળી પણ મહિલાઓ દ્વારા ઉપીયોગમાં લેવાતી ગર્ભનિરોધક ગોળીની જેમ જ છે.
3. અહીના પ્રોફેસરે કરી શોધ:જ્યારે પણ આવા પ્રકારનું રીસર્ચ જોવા મળે ત્યારે સૌથી પહેલા મનમાં વિદેશીઓનો જ ખ્યાલ આવતો હોય છે, જો તમને પણ આ પીલ વિશે જાણીને આવો જ કઈક ખ્યાલ આવી રહ્યો છે તો તમે એકદમ સાચા છો કેમ કે આ પીલ યુનીવર્સીટી ઓફ વોશિંગટનના વૈજ્ઞાનિકો દ્વારા બનાવામાં આવેલી છે.
4.આ છે પીલનું નામ:યુનીવર્સીટી ઓફ વોશિંગટનની પ્રોફેસર સ્ટેફની પેજના અનુસાર પ્રાયોગિક તૌર પર પુરુષો માટે તૈયાર કરવામાં આવેલી આ દાવાને ડીમેથૈનડ્રોલોન અનડીકૈનોટ કે DMAU નામ આપવામાં આવેલું છે.
5. આટલા લોકો પર કરાવામાં આવેલો છે ટેસ્ટ:શિકાગોમાં થયેલી એન્ડોક્રાઇન સોસાઈટીની વાર્ષિક બેઠકમાં પ્રોફેસર સ્ટેફની પેજે જણાવ્યું કે 18 થી 50 વર્ષના બાળકો પૂરી રીતે સ્વસ્થ 100 પુરુષો પર આ દવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતા. જેના પર પરીક્ષણ સફળ રહ્યું હતું. આ હિસાબથી અમુક સમયમાં દવા આપણા નજદીકી મેડીકલ્સ સ્ટોરમાં ઉપલબ્ધ થશે.
6. અલગ-અલગ પાવારની દવાઓની થઇ ટેસ્ટીંગ:ઉમરની સાથે-સાથે તેને 100, 200 અને 400 mg ના અલગ-અલગ પાવર્સમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
7. પીલને વધુ પસંદ કરશે:સ્ટેફની પેજના અનુસાર, ”જો કે પુરુષો માટે ગર્ભનિરોધક ના તૌર પર ઘણા ઈન્ફેકશન્સ અને ટોપીકલ જેલ વિકસિત કરવામાં આવ્યા છે પણ મોટાભાગના પુરુષોનું એક કહેવું છે કે તે દરેક દિવસ લેવામાં આવતી એક ગોળીને આ ચીજીથી વધુ પસંદ કરશે”. એમ પણ ઈન્જેકશન કોને ગમે છે?
ગોળીનું સેવન કરતી વખતે આ બાબતોનું ધ્યાન પણ રાખવું જરૂરી બને છે.
1. કન્ડોમનો ઉપીયોગ કરવો:તમે પીલ ભલે લેતા હોવ પણ યૌન સબંધ વખતે કન્ડોમનો ઉપયોગ કરવો આવશ્યક છે.કેમ કે અસુરક્ષીત યૌન સંબંધ ખુબ જ નુકસાન કારક સાબિત થઇ શકે છે.
2. વધુ નાં કરો:કોઈ પણ વસ્તુની વધુ પડતી લત ખરાબ બની શકે છે. માટે ગોળી મળવા પર પણ તેનો રોજાના ઉપીયોગ ન કરો. તે તમારા માટે હાનીકારક સાબિત થઇ શકે છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.