ક્રિકેટર હાર્દિક પંડ્યા કરવા માંગતો હતો આ પરણેલી અભિનેત્રી સાથે ડેટ, બધાની સામે કર્યો ખુલાસો…

0

ક્રિકેટ અને બૉલીવુડ નો ખુબ પહેલાનો સંબંધ રહ્યો છે. ઘણી બૉલીવુડ અભિનેત્રીઓએ ક્રિકેટરો ની સાથે લગ્ન કર્યા છે. તેની સાથે જ ઘણા ક્રિકેટર્સ નું બૉલીવુડ ની અભિનેત્રીઓ સાથે પ્રેમ પ્રકરણ પણ રહી ચૂક્યું છે. જણાવી દઈએ કે ક્રિકેટર હાર્દિક પંડ્યા નું નામ પણ બૉલીવુડની અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાલમાં જ હાર્દિક કરણ જોહર ના ચૈટ શો ‘કોફી વિથ કરન-6’ માં પહોંચ્યા હતા. અહીં પર તેમણે પોતાના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ નો ખુલાસો કર્યો હતો. તેની સાથે ક્રિકેટર કેએલ રાહુલ પણ આ શો માં પહોંચ્યા હતા.હાર્દિક એ જણાવ્યું પોતાના ક્રશ વિશે:
જણાવી દઈએ કે હાર્દિક નું નામ હંમેશા કોઈને કોઈ બૉલીવુડ અભિનેત્રી સાથે જોડાતું રહે છે. જો કે તેમણે ક્યારેય પણ પોતાના અફેયર ની વાતોનો ખુલાસો કર્યો ન હતો પણ કરન જોહર ના આ શો માં તેમણે પોતાની એક ઈચ્છા જણાવી હતી.

આ અભિનેત્રી ને ડેટ કરવા માગતા હતા હાર્દિક પંડ્યા:
હાર્દિકે આ શો ના દરમિયાન જણાવ્યું કે તે કરીના કપૂર ને ડેટ કરવા માગે છે અને ને ઘણા વર્ષો થી કરીના કપૂર ને પસંદ પણ કરતા હતા. એવામાં કરને જણાવ્યું કે હાલ તો તે વિવાહિત છે ને? તો હાર્દિકે જણાવ્યું કે તે માત્ર કરીના સાથે બહાર જાવા માગે છે અને તેમાં કોઈ ખરાબી નથી.આ અભિનેત્રીઓની સાથે જોડાઈ ચૂક્યું છે હાર્દિક નું નામ:
જણાવી દઈએ કે હાર્દિક નું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, ઈશા ગુપ્તા અને એલી અવરામ જેવી અભિનેત્રીઓ ની સાથે જોડાઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે હાર્દિક ને આ અભિનેત્રીઓ ની સાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવી ચુક્યા છે. તેના અફેયર્સ ની ખબરો ખુબ ચર્ચા માં રહી હતી.પરીક્ષા માં માત્ર નામ અને રોલ નંબર જ લખતા હતા:
કરન જોહર ના શો પર હાર્દિક એ પોતાના અભ્યાસ વિશે વાત કરતા જણાવ્યું કે તેણે માત્ર 9 માં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને ઘણી વાર ફેઈલ પણ થઇ ચુક્યા છે. તેમણે જણાવ્યું કે તે પોતાની પરીક્ષા માં માત્ર નામ અને રોલ નંબર જ લખીને બહાર આવી જાતા હતા.

ઓલરાઉન્ડર ખતરનાક ગુજરાતી ક્રિકેટર હાર્દિક પાંડયાને આ અભિનેત્રી એ આપી લગ્નની ઓફર – જાણો વધુ

બૉલીવુડ એક્ટ્રેસ નું દિલ કોઈ ક્રિકેટર પર આવવું એમાં કોઈ નવી વાત નથી રહી. જેમ કે શર્મિલા ટેગોર, રીના રોય, સંગીત બિજલાની અને અનુષ્કા શર્મા જેવી પોપ્યુલર અભિનેત્રીઓ છે જેઓએ ક્રિકેટર સાથે લગ્ન કર્યા હતા.એવી જ એક હાલની એભિનેત્રી છે તેનું મન ભારતીય ક્રિકેટ ટીમના બલ્લેબાજ હાર્દિક પંડ્યા પર આવી ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ ની. જો કે તેમણે બૉલીવુડ માં તો ખુબ ઓછી ફિલ્મો કરી છે પણ સાઉથ ઇન્ડસ્ટ્રી માં તેમણે એક થી એક હિટ ફિલ્મો આપી છે. રકૂલ પ્રીત ની સુંદરતા ના દરેક કોઈ દીવાના છે પણ તેનું દિલ ઇન્ડિયન ક્રિકેટર ટીમના હાર્દિક પંડ્યા માટે ધડકે છે. ચાલો તો તમને જણાવીએ કે આ ખતરનાક બોલર ને આ અભિનેત્રી એ લગ્ન માટે ની ઓફર આપી છે.રકૂલ પ્રીતે પોતાના એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની બેટિંગ ની ખુબ જ દીવાની છે અને તે હાર્દિક ને ખુબ જ પસંદ કરે છે. રફૂલે આગળ જણાવ્યું કે તે હાર્દિક સાથે લગ્ન કરવા માંગે છે કેમ કે તે તેને ખુબ જ પ્રેમ કરે છે.
જો કે ઇન્ડિયન ક્રિકેટર્સ માટે હસીનાઓનું દિલ દશકો થી ધડકતું આવી રહ્યું છે અને હાર્દિક તો મોસ્ટ એલિજિબલ બેચલર છે જેની સાથે લવ અફેર્સ ની ચર્ચાઓ ખુબ ફેમસ છે. જો કે રકૂલ ના આ ઈઝહાર પર હાર્દિક નો કોઈ રિપ્લાઈ તો નથી આવ્યો પણ મીડિયા આ જવાબ ની ખુબ જ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે.રકૂલ પ્રીત નું નામ ઘણા અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છે પણ તેમણે અત્યાર સુધી કોઈ એક્ટર ની સાથે પોતાના રિશ્તા પર ખુલીને વાત કહી નથી. હાર્દિક પંડ્યા ખુશનસીબ છે કે તેના માટે આટલી હસીન અભિનેત્રી નો પ્રપોઝલ આવ્યો છે, હવે જોવાનું છે કે આગળ શું થાય.જણાવી દઈએ કે 1990 ના નવી દિલ્લી માં જન્મેલી રકૂલ પ્રીત સિંહ મૂળરૂપ થી પંજાબી છે. પણ તેને મોટાભાગે સાઉથ, તમિલ, કન્નડ, તૈલૂગુ ફિલ્મોમાં જોવામાં આવી છે. આ સિવાય તેણે અમુક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોડેલિંગ અને એક્ટિંગ ના સિવાય રકૂલ નેશનલ લેવલ ની ગોલ્ફ પ્લેયર પણ રહી ચુકી છે અને અત્યારે પણ ઘણીવાર ગોલ્ફ શોખ ના રૂપમાં રમે છે. સાઉથ સિનેમા અને બૉલીવુડ માં મિલાવીને રકુલે ધ્રુવ, સારૈનોડું, અય્યારી, યારિયાં, સ્પાઈડરસ, થીરન આધીગારમ, વિનર, જયાં જાનકી નયાકા, નાન્નકુ પ્રેમાથો, કીક-2, રફ અને શિમલા મિર્ચી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.આ સિવાય તે અજય દેવગનની આવનારી અનટાઈટલ ફિલ્મમાં પણ નજરમાં આવવાની છે. જયારે રકૂલ પ્રીત 19 વર્ષ ની હતી ત્યારથી જ તેણે પોતાના કેરિયર ની શરૂઆત કરી દીધી હતી.તમને એ જણાવી દઈએ કે સૌથી પહેલા વર્ષ 2009 માં તેની પહેલી ફિલ્મ રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ ગિલ્લી માં કામ કર્યું હતું. આ ફિલ્મની સફળતા પછી તેમણે પોતાના આઠ વર્ષના કેરિયર માં લગભગ 22 ફિલ્મો માં કામ કર્યું છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here