હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવાર અને મંગળવારના દિવસે ભૂલથી પણ આ કામ કરતા નહિ…

1

હિદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે બધા જ દેવી દેવતાઓમાં હનુમાનજી એક એવા દેવમાંથી એક છે જે બહુ જલ્દી ભક્તોની મનોકામના પૂરી કરે છે. બજરંગબલીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કેમ કે તેઓ તેમના દરેક ભક્તોની મુશ્કેલીઓ દુર કરી દે છે. તેમના નામનું જાપ કરવાથી મોટામાં મોટી મુશ્કેલીઓ પણ દુર થઇ જાય છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપાય જણાવ્યા છે. એમાંથી એક ખાસ ઉપાય છે મંગળવારના દિવસે તેમની પૂજા અને આરાધના કરવી એ સારું ગણાય છે. શનિવારના દિવસે પણ તેમની પૂજા કરવામાં આવે છે કારણકે શનિદેવને ફક્ત હનુમાનજી જ હરાવી શક્યા હતા. જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે શનિવાર અને મંગળવારના દિવસે આ કામ ક્યારેય ના કરવા જોઈએ.

હનુમાનજીના ભક્તો એ ઘણીવાર આવી ભૂલો કરતા હોય છે અને તેના લીધે તેમની પૂજા અને આરાધનાનું પરિણામ મળતું નથી અને તેના લીધે તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ પણ આવતી હોય છે. આવો તમને જણાવીએ કે આ કયા ૭ કામ છે જે તમારે ના કરવા જોઈએ.

૧. મંગળવાર કે શનિવારના દિવસે જયારે પણ તમે હનુમાનજીની પૂજા કરો તો ત્યારે સફેદ કે કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહિ. હનુમાનજીને લાલ અને કેસરિયો રંગ પસંદ છે એટલા માટે તમારે એ જ રંગના કપડા પહેરીને તેમની પૂજા કરવી જોઈએ.

૨. ઘણા લોકો આ બંને દિવસે ઉપવાસ કરીને હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોય છે તો તેમણે ક્યારેય આ દિવસે ઉપવાસ કરવો જોઈએ નહિ. જો ઉપવાસમાં તમે ભૂલથી પણ સિંધવ મીઠું ખાતા હોવ તો તે બંધ કરી દેવું જોઈએ.

૩. જો તેમ છતાં પણ તમે વ્રત કરવા માંગો જ છો તો તમારે વ્રત ઉપવાસ ખોલતા પહેલા તમારા ઘરની નજીકમાં આવેલ હનુમાન મંદિરના દર્શન કરવા જોઈએ. મંદિરના દર્શન કર્યા વગર વ્રતના પારણા કરવાથી વ્રતનું પરિણામ મળતું નથી.

૪. જો તમે હનુમાનજીમાં બહુ જ માનો છો તો તમારે એ દિવસ દરમિયાન દારુ અને માંસ ખાવું જોઈએ નહિ. આવા લોકો હનુમાનજીને પસંદ નથી.

૫. જો તમારા મનમાં ઉથલપાથલ છે તો આવા સમયમાં તમારે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. શાંત મનથી અને શ્રધ્ધાથી હનુમાનજીની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

૬. બાકીની નાની મોટી પૂજા આરાધનામાં આપણે પ્રસાદમાં પંચામૃત ધરાવતા હોઈએ છીએ પણ હનુમાનજીની પૂજામાં ક્યારેય આનો ઉપયોગ કરતા નહિ. હનુમાનજીને હંમેશા બેસનના લાડુ અથવા બુંદીના લાડુ ધરાવવા જોઈએ.

૭. શાસ્ત્રો મુજબ હનુમાનજીખંડિત અને તૂટેલી મૂર્તિની પૂજા કરવી એ યોગ્ય નથી. એટલા માટે જો ઘરમાં આવી કોઈ મૂર્તિ હોય તો વહેલામાં વહેલી તકે તેનું વિસર્જન કરી દો. આવી મૂર્તિની પૂજા પણ તમારે ક્યારેય કરવી જોઈએ નહિ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here