હનુમાનજીને આ રીતે કરો પ્રણામ, તમારા જીવનની દરેક પ્રોબ્લેમ માંથી ઝડપથી છૂટકારો મળશે

0

એવા ઘણા બધા લોકો હશે જે તમને જણાવતા હશે કે તમે તમારી દરેક સમસ્યાને હનુમાનજી પાસે લઈને જાવ એ તમેઈ દરેક સમસ્યા દુર કરી દેશે. આવું ફક્ત વડીલો જ કહે છે એવું નથી શાસ્ત્રો અને પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે હનુમાનજી એ તેમના દરેક ભક્તના દરેક દુખ દુર કરશે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે. કલિયુગમાં એકમાત્ર હનુમાનજી જ એવા દેવ છે જેમને મનાવવા માટે બહુ મહેનત નથી કરવી પડતી, તેઓ તેમની ભક્તિ કરવાવાળા અને રામનામનો જાપ કરનાર દરેક ભક્ત પર આવતી મુસીબત માંથી છુટકારો અપાવે છે. શું તમે જાણો છો કે હનુમાનજીને પ્રણામ કરવા માટે તમારે બે હાથ નથી જોડવાના હોતા, હનુમાનજીની સામે હંમેશા તમારા બંને હાથ પાછળની તરફ રાખજો. જો તમે હનુમાનજીની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો તમારે તેમને દંડવત પ્રણામ કરવા જોઈએ. હનુમાનજી એ પોતાના દરેક ભક્તની સાચા હૃદયથી કરેલ પ્રાર્થનાને સાંભળે જ છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે હનુમાનજીની કેવીરીતે પૂજા અર્ચના કરવાથી તેઓ તમારી મનોકામના પૂર્ણ કરશે.

જો તમે દરેક સમસ્યા અને મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજી મંદિરે જવાનું રહેશે અને તમારે ત્યાં મંદિરમાં જ હનુમાન ચાલીસા અને બજરંગબાણના પાઠ કરવા જોઈએ.જયારે મન અશાંત હોય અને તણાવની અનુભૂતિ કરતા હોવ ત્યારે તામારે હનુમાનજી મંદિરમાં જઈને આસન પર બેસીને સુંદરકાંડના પાઠ કરવા જોઈએ. બની શકે તો પ્રયત્ન કરો કે તમે મોટેથી સુંદરકાંડ વાંચી શકો કારણ કે સુંદરકાંડ વાંચવાથી જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો સુંદરકાંડ સંભાળવાથી થાય છે. આ પાઠ કરવાથી મનને અનોખી શાંતિ મળે છે આમ કરવાથી તમને તમારી દરેક મુશ્કેલી અને સમસ્યા સામે લડવાની શક્તિ મળશે.જયારે પણ હનુમાનજી મંદિર જવાનું થાય ત્યારે તમારી સાથે ચમેલીનું તેલ અને સિંદુર લઈને જવું હનુમાનજી એ ચમેલીના તેલ અને સિંદુરથી પ્રસન્ન થાય છે. બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો કે હનુમાનજી મંદિર જાવ ત્યારે પ્રયત્ન કરો કે લાલ અથવા કેસરી રંગના કપડા પહેરીને જાવ. જરૂરી નથી હનુમાનજી મંદિર એ ફક્ત શનિવાર અને મંગળવારના દિવસે જ જાવ તમે ઈચ્છો અને શક્ય હોય તો રોજ પણ જઈ શકો છો.

હનુમાનજીની સાંજની આરતી તમે જો કરો છો તો તે એક અદ્ભુત વાત છે. એ દર્શનથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે. જયારે પણ મંદિરથી નીકળો એ પહેલા હનુમાનજીના ચરણ પર રહેલ સિંદુરથી તમારા કપાળ પર ચાંદલો જરૂર કરજો. જયારે પણ શનિવારે અને મંગળવારના દિવસે હનુમાનજીના દર્શન કરવા જાવ ત્યારે તમારી સાથે ગોળ, લાલ ફૂલો, જનોઈ, કેળા અને સોપારી જેવી વસ્તુઓ લઈને જવી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here