મળી ગયા ભગવાન હનુમાન જી ના જીવિત હોવાના પુરાવા, 41 વર્ષ પછી શ્રીલંકા માં ફરીથી આવશે મળવા માટે….

0

આગળના અમુક દિવસો થી સોશિયલ મીડિયા પર પવનપુત્ર હનુમાન ભગવાન ને લઈને ખુબ ચર્ચાઓ ચાલી રહી છે, નેતાઓ પણ પોત પોતાની મરજી થી કંઈપણ કહી રહ્યા છે. પણ હિન્દૂ ધર્મ ની માન્યતાઓ અનુસાર, પવનપુત્ર હનુમાન જી ની મહિમાં ના ગુણગાન જેટલા કરવામાં આવે તેટલા ઓછા છે.કળિયુગ માં બજરંગબલી હનુમાન જી વિશે એવું કહેવામાં આવે છે કે તે અમર છે. કહેવામાં આવે છે કે ભગવાન હનુમાન જી હિમાલય ના જંગલો માં રહે છે, પણ તેની હાજરી ના પુરાવાઓ હજી સુધી મળ્યા નથી. પણ આજે અમે તમને  હનુમાન જી સાથે જોડાયેલી આ કહાની ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જણાવી દઈએ કે અમુક સમય પહેલા એ ખબર આવી હતી કે હનુમાન જી અત્યારે પણ પોતાના ભક્તો ના બોલાવા ને સાંભળીને તેઓની પાસે આવે છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકા ના જંગલો માં ‘માતંગ’ નામની એક જાતિ ના લોકો રહે છે. આ લોકોનું કહેવું છે કે આજે પણ તેઓને મળવા માટે ભગવાન હનુમાન જી આવે છે.કહેવામાં આવે છે કે આ જાતિના લોકોને મળવા માટે હનુમાન જી વર્ષ 2014 માં આવ્યા હતા, હવે ફરીથી 41 વર્ષ પછી તે પાછા મળવા માટે આવશે, એટેલ કે વર્ષ 2055 માં બજરંગી પોતાના ભક્તો ને મળવા માટે ફરીથી અહીં આવશે.તમને જણાવી દઈએ કે માતંગ એક એવી જાતિ છે જે શ્રીલંકા માં અન્ય કબીલાઓ કરતા એકદમ અલગ છે. તેની સંખ્યા પણ ખુબ જ ઓછી છે. માતંગ નામની આ જાતિ નો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. જેવું કે તમે જાણો છો કે હનુમાન જી ને વરદાન મળ્યું હતું કે તેની ક્યારેય પણ મૃત્યુ નહીં થાય અને તે હંમેશા અમર રહેશે.જો કે પુરાણો માં એ પણ જણાવવામાં આવ્યું હતું કે ભગવાન રામ ના સ્વર્ગવાસ પછી હનુમાન જી અયોધ્યા થી દક્ષિણ ભારતના જંગલો માં ચાલ્યા ગયા હતા. જેના પછી તે શ્રીલંકા પહોંચ્યા હતા. તે દરમિયાન હનુમાન જી જ્યાં સુધી ત્યાં રોકાયા, માતંગ કબીલા ના લોકોએ તેની ખુબ જ સેવા કરી હતી. આ સેવાના બદલે હનુમાન જી એ આ કબીલા ના લોકોને બ્રમ્હજ્ઞાન નો બોધ કરાવ્યો હતો. તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે તે દરેક 41 વર્ષ પછી તેઓને મળવા માટે જરૂર આવશે. Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here