હનુમાનજીને શનીવારે ચઢાવો આટલી વસ્તુ, દરેક સમસ્યાનું થશે સમાધાન, ને સંકટોમાંથી મળશે મુક્તિ….

0

આમ જોવા જઈએ તો શનીવારનો દીવસ શનીદેવને સમર્પીત છે. પરંતુ શનિવારના દિવસે જો હનુમાનજીની આરાધના કરવામાં આવે તો પણ સાથે સાથે શનીદેવની કૃપા પ્રાપ્ત થશે. કલિયુગમાં હનુમાનજી એક માત્ર ભગવાન છે જે ખૂબ જ ટૂંકા ગાળામાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિ શનિદેવના પ્રકોપથી પીડીત છે અથવા વ્યક્તિના જન્માક્ષરમાં ગ્રહ દોષની પીડા છે તો શનીવારના દિવસે હનુમાન મંદોર જઈને અમુક વસ્તુ ચડાવવાથી જરૂર ફાયદો થશે. અને તમારી સમસ્યાઓ છૂટકારો પણ મેળવી શકશો. અમે કેટલાક સરળ ઉપયોની વાત કરવાના છીએ આ આર્ટિકલના માધ્યમથી. જે કરવાથી તમારી સમસ્યામાં રાહત થશે.

હનુમાનજીને શનીવારના દિવસે ચડાવો આટલી વસ્તુ :

જો તમે મહાબલિ હનુમાનજીની અને શનિ દેવની એક સાથે કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે હનુમાનજીને લાલ ફૂલોનું, રંગનું વસ્ત્ર અને સિંદૂર ચડાવવું જોઈએ. અને તે દિવસે હનુમાન ચાલીસના પાઠ કરવા જોઈએ. આમ કરવાથી તમને વિશેષ લાભની પ્રાપ્તિ થશે અને જીવનમાં આવતા બધા જ અવરોધો દૂર થશે. ઉપરાંત પૈસા સંબધિત તમામ તકલીફોમાં રાહત થશે.

શનીવારના દિવસે કરો મહાબલી હનુમાનજીનો આ ઉપાય :

તમે શનિવાર દિવસ એક નાળીયેર લઈને તેને પોતાના માથા પરથી સાત વાર ઉતારી લેવું. ઉતારતી વખતે આ મંત્રનો જાપ કરવો ‘ ૐ રામદૂતાય નમ : , ૐ મહાવીરાય નમ :” આ મંત્ર બોલ્યા પછી એ નાળિયેરને હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજી ને એ નાળિયેર ફોડી ને ઇનો પ્રસાદ ત્યાં આવેલ તમામ ભક્તોને વહેંચી દેવો. . આમ કરવાથી તમારી કુંડલીનો શનીદોષ દૂર થઈ જશે. ઉપરાંત જીવનની તમામ તકલીફોમાંથી પણ મુક્તિ મળશે.

શનીવારના દિવસે પીપળાનાં પાનનો ઉપાય :શનિવારે પીપળાના ઝાડની ઉપાસનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તો એવું માનવામાં આવે છે કે શનિ દેવ પીપળાના ઝાડમાં રહે છે, તેથી જો શનિવારે પીપળાનાવૃક્ષની ઉપાસના થાય, તો શક્ય છે કે તમામ પ્રકારના શનિ કદોષમાંથી મુક્ત થઈ શકાય છે. શનિવારે પીપળાનાં ઝાડના 11 પાંદડા તોડવા. પાન એકપણ તૂટેલું કે ખંડિત મ હોવું જોઈએ. બધા પાંદડાને પાણીમાં સારી રીતે ધોઈને બધા જ પાન પર ચંદનથી શ્રી રામ લખો અને તેની માળા બનાવો. ત્યારબાદ હનુમાનજીના મંદિર જઈને આ માળા હનુમાનજીને અર્પિત કરો. આમ કરવાથી બધા જ સંકટોમાંથી મુક્તિ મળશે.

સરસિયના તેલનો દીવો :

સૂર્યાસ્ત પછી શનિવારે હનુમાન મંદિરમાં જઈને સરસિયાના તેલના દીવો પ્રગટાવી દો, દીવો કરવા માટે માટીનું જ કોડિયું વાપરવું જોઈએ. કેમકે તેને ખૂબ જ શુભ માનવમાં આવે છે. દીવો પ્રગટાવ્યા પછી હનુમાન ચાલીસા અથવા સુંદર કાંડના પાઠ કરો. આ ઉપાય દર શનિવારે કરતાં રહો. આનાથી જીવનની તમામ પ્રકારની તકલીફમાંથી મુક્તિ મળશે અને ગ્રહ પીડા પણ શાંત થશે. વો જો મહાબલિ હનુમાન જી અને શનિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here