હનુમાનજીની આ પાંચ વાતો,જે તમને અપાવશે અપાર સફળતા! ક્લીક કરીને જાણો – જય બજરંગબલી

0

હનુમાનજી હિન્દુ સંસ્કૃતિનું એક એવું ધરખમ પાત્ર છે જેની આજે પણ પ્રચુર માત્રામાં પૂજા-અર્ચના થાય છે.હરેક ગામને પાદરે અને શહેરની હરેક કોલોનીમાં હનુમાનજીનું મંદિર તો અવશ્ય હોય જ છે.આપણા માનવા અનુસાર,કલિયુગમાં હનુમાનજી જ તરત સહાય કરનાર દેવતા છે.જેઓને ચિરંજીવ પણ કહેવામાં આવે છે.

અહીં થોડા અલગ દ્રષ્ટિકોણથી હનુમાનજી વિશે વાત કરવાની છે.રામાયણમાં હનુમાનજીના જીવનનો થોડો ધ્યાન દઇને અભ્યાસ કરીએ તો અમુક વાતો સામે આવે છે.જેથી જણાઇ આવ છે કે,હનુમાનજીમાં એવા કેટલાક ગુણો હતાં જેનો અમલ આપણે કરી શકીએ તો નિશ્વિતપણે આપણે સફળતા હાંસલ કરી જ શકીએ.

હનુમાનજીની વિપૂલ સફળતા પાછળની માસ્ટર કી શું હતી એ બાબતનો કદી વિચાર કર્યો છે?જો એ વિશે જાણી શકાય તો નિશ્વિતપણે એનો અમલ સામાન્ય જીવનમાં કરતાં આપણે પણ એક સફળ વ્યક્તિ બની શકીએ.

ચાલો જાણીએ હનુમાનજી પાસેથી શીખવા મળતી એ પાંચ વાતો જેનો અમલ કરવાથી નિશ્વિત રીતે ગમે તેવી અઘરી પરીસ્થિતીમાંથી પણ આપણે હેમખેમ ઉગરી શકીએ :

(1)વાત કરવાની આવડત –

હનુમાનજી પાસે અદ્ભુત કમ્યુનિટી સ્કિલ હતી.જ્યારે અશોકવાટિકામાં હનુમાન પ્રથમ વખત સીતાજીને મળવા જાય છે ત્યારે પહેલાં તો થોડો વખત એ વિચારવામાં કાઢે છે કે,કઇ રીતે સીતાજી સાથે વાત કરવી?કઇ રીતે એની સામે પ્રસ્તુત થવું કે જેની તેઓને પોતાનો વાનરવેશ જોઇને અજુગતું ના લાગે?

આ અદ્ભુત આવડત હનુમાનજી પાસે હતી.જેની આજના જમાનામાં પ્રત્યેક વ્યક્તિને તાતી જરૂરિયાત છે.કોઇ ઇન્ટરવ્યૂ કે સંવાદ સાંધતી વખતે આપણામાં પણ આવી કમ્યુનિટી સ્કીલ હોવી જોઇએ એ હનુમાનજી પાસેથી પ્રેરણા લઇને શીખી શકાય છે.

(2)વિનમ્રતા –

અમાપ શક્તિનો ભંડાર હોવા છતાં હનુમાનજીની વિનમ્રતા બધાને આકર્ષે તેવી હતી.એવી વિનમ્રતા આપણે પણ કેળવવાની જરૂર છે જો જીવનમાં સફળતા મેળવવી હોય તો!સમુદ્ર ઓળંગીને લંકા જતી વખતે મધદરિયે સુરસા નામક રાક્ષસી સાથે હનુમાનજીએ સાંધેલો વિનમ્રતાપૂર્વકનો સંવાદ એ બાબતની પ્રસ્તુતિ કરાવે છે કે હનુમાનજી વિનમ્રતા રાખીને કામ કઢાવી લેવાના કેટલા માસ્ટર હતાં…!

(3) સંયમ –

હનુમાનજી જીતેન્દ્રીય હતાં.બધી ઇન્દ્રીયોને પોતાના વશમાં રાખનાર અદ્ભુત સંયમી વ્યક્તિત્વ!પોતાની જાત પર કાબૂ મેળવનાર હનુમાનજીએ આજીવન રામસેવામાં બ્રહ્મચર્યનું પાલન કરેલું.આજે પણ આપણામાં એવા ગુણની જરૂર છે.ખાસ કરીને યુવાવસ્થામાં કામ અને ક્રોધ પર સંયમ મેળવી શકો તો નિશ્વિત પણે સફળ બની શકો.

(4)સમાધાન –

હરેક મુશ્કેલીનું હનુમાનજી પાસે ‘સોલ્યુશન’ હતું.વળી,એ માટેનું પ્રબળ મનોબળ પણ હતું.જ્યારે મેઘનાદના બાણે લક્ષ્મણ મૂર્છિત થાય છે ત્યારે દિવસ ઉગતાં પહેલાં હિમાલયની કંદરાઓમાંથી ઔષધિ લાવનાર હનુમાનજીથી વધારે આવી આવડત કોની પાસે હોઇ શકે!એ બાબત પરથી શીખ મળે છે કે,દરેક બાબતનું સમાધાન નીકળે જ છે જો એને હલ કરવાની વિચારશક્તિ અને બાદમાં કાર્યને અમલમાં મુકવાની પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો.

(5)સમર્પણ –

પ્રભુ પ્રત્યે અને એમણે ચીંધેલા કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમપર્ણ એ હનુમાનજીની જીવનજ્યોત હતી.ઇશ્વર પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ આપણામાં અકલ્પનીય ઉત્સાહ જગાવે છે.કોઇ પણ પરીસ્થિતીમાં ઇશ્વર પ્રત્યેનો વિશ્વાસ ડગવા ના દેવો.વળી,સારા કાર્ય માટે સંપૂર્ણ વફાદારીતા પણ એટલી જ જરૂરી છે.આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા હાંસલ કરી શકાય છે.

મિત્રો,આર્ટીકલ જીવન ઉપયોગી અને વિચારવાલાયક લાગ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ આ અનોખી વાતને જાણી શકે!

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!