આખરે ફરી થશે એન્ટ્રી ડૉ. હંસરાજ હાથીની, વાંચો કોણ છે જે લેશે કવિ આઝાદની જગ્યા… ક્લિક કરીને જુવો ફોટોસ

0

તારક મહેતા ક ઉલટા ચશ્માં ના ડૉ હાથી એટલે છે કવિ કુમાર આઝાદના મૃત્યુને આજે ૬૫ દિવસથી વધુ સમય વીતી ગયો છે ત્યારે આજે એમના રિપ્લેસમાં આ અભિનેતા મળ્યો છે. આનો અર્થ એ થાય છે કે ટૂંક સમયમાં આ સીરીયલમાં ફરથી આપણી સામે આવશે ડૉ. હાથી. વાંચો કેવીરીતે કરશે એન્ટ્રી. વાત એમ છે કે જયારે જેઠાલાલ સવારે કસરત અને પૂજા પાઠમાં વ્યસ્ત હોય છે ત્યારે બીજી મહિલાઓ જોગીંગ કરીને પછી આવે છે અને તેઓ જેઠાલાલ સાથે વાત કરવા માટે ઉભી રહે છે. ત્યારે જ લાંબુ વેકેશન પૂરું કરીને કોમલભાભી ઘરે પરત આવે છે. કોમલભાભી બધાને જણાવે છે કે ડૉ હાથી એ ગણેશચતુર્થીના સમય દરમિયાન ગોકુલધામ સોસાયટીમાં પાછા આવશે. સોસાયટીમાં ટપ્પુસેના ગણપતિના સ્વાગતની તૈયારીમાં બીઝી હોય છે અને ત્યારે નક્કી થાય છે કે ગણપતિની પહેલી આરતી હાથી પરિવાર કરશે. અત્યારે સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર ગાયબ બતાવે છે કારણકે ડૉ હાથી અત્યારે પૂરથી પ્રભાવિત લોકોની સેવા કરી રહ્યા છે. તેમણે ત્યાં એક કેમ્પ લગાવ્યો છે. ડૉ. હાથી ફેમ કવિ કુમારનું મૃત્યુ ૯ જુલાઈના દિવસે મુંબઈમાં હાર્ટએટેકના કારણે થયું હતું. આ દિવસના બે દિવસ પહેલા પણ તેમણે સીરીયલ માટે છેલ્લો શોટ આપ્યો હતો.

સુત્રોની માનીએ તો કવિ કુમાર આઝાદના મૃત્યુ પછી ૨૦થી પણ વધુ લોકોના ઓડીશન લેવામાં આવ્યા હતા.
હવે આ સીરીયલમાં ડૉ હાથીનું પાત્ર ટીવી એક્ટર નિર્મલ સોની કરશે. નવા ડોક્ટર હાથીની સીરીયલમાં એન્ટ્રી ૧૩ સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના મહાએપિસોડ દરમિયાન થશે.

કવિ કુમાર આઝાદ પહેલા લગભગ એકવર્ષ સુધી નિર્મલ સોનીએ ડૉ હાથીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ મેકર્સ સાથે વિવાદ થવાના કારણે તેઓએ આ શો છોડી દેવો પડ્યો હતો. શો ના પ્રોડ્યુસર નિર્મલ સોનીને આ સીરીયલમાં લાવવા માટે બહુ ઉત્સાહિત નહોતા. પણ હવે ખબર મળી રહી છે કે અત્યારે નિર્મલ સોની એ સીરીયલમાં પોતાની એન્ટ્રી કરવાનો સીન શૂટ કરી રહ્યા છે.

નવા ડૉ.હાથીના પાત્રને અનુરૂપ એક્ટર ના મળવાના કારણે તેમની ઓનસ્ક્રીન ફેમિલીને પણ અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આઝાદના મૃત્યુ પછી તેમની ઓનસ્ક્રીન પત્ની કોમલ અને ગોલી પણ સીરીયલમાં બહુ નજરમાં આવતા નહોતા. આ વાત એક ફેમસ ન્યુઝના લોકોએ શો ના પ્રોડ્યુસર ને વાત કરી હતી.

જયારે કોમલનું પાત્ર ભજવતી અભિનેત્રી સાથે આ વિષે વાત કરવામાં આવી તો તેઓ થોડી મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું ” પહેલી વાત તો એ જ કે મેં કોઈ વેકેશન નથી લીધું, તમારે આ સવાલ પ્રોડ્યુસરને પૂછવો જોઈએ. હું તો કામ કરવા માટે તૈયાર છું પણ ખબર નહિ શુટિંગ માટે ટીમમાં મને ક્યારે સામેલ કરવામાં આવશે.

આ આખો મહિનો દરરોજ મને લાગ્યા કરતુ હતું કે કાલે હું શુટિંગ કરી શકીશ, પણ તમને કોઈ અંદાજો નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. જયારે કોમલ ભાભીને પૂછવામાં આવ્યું છે કે શું આના વિષે તમે અસિત મોદી સાથે વાત કરી તો જાણવા મળ્યું ” ના હું તેમના ફોનની રાહ જોઈ રહી છું. ડૉ. હાથીનું પાત્ર કોણ ભજવવાનું છે તેના વિષે મારી પાસે કોઈ માહિતી નથી.

ડૉ. હાથીનો ઓનસ્ક્રીન દિકરો એટલે કે ગોલીના પાત્રમાં પણ ઘણો ઘટાડો આવ્યો હતો. અત્યારે મેકર્સ ભૂતપ્રેતની વાતો તરફ વળ્યા છે જે ચંપક ચાચાની આસપાસ રચાઈ રહી છે. ટપ્પુસેના એક ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ માટે બહાર ગયેલ છે. માટે કોઈપણ રીતે હું કોઉપણ સીનમાં દેખાઈ નથી રહ્યો. પણ હવે જયારે આ ડરવની દુલ્હન વાળો પાર્ટ પૂર્ણ થયો છે તો હવે ના સીનમાં અમારી પણ એન્ટ્રી આવી શકે છે. થોડી રાહ તો જોવી જ રહી.

જયારે ગોલીને પૂછવામાં આવ્યું કે તમે છેલ્લે શુટિંગ ક્યારે કર્યું હતું તો તેમનો જવાબ હતો કે ૨૦ થી ૨૫ દિવસ પહેલા કર્યું હતું. હજી પણ આ સમય વધી શકે છે. બસ હવે તો હું જલ્દી થી જલ્દી પ્રોડ્યુસરનો ફોન આવે તેની જ રાહ જોઉં છું. તમને જણાવી દઈએ કે ટીવી સીરીયલમાં કામ કરતા દરેક કલાકારને દિવસના પ્રમાણે પેમેન્ટ કરવામાં આવે છે. આવામાં ફક્ત એક પાત્રને કારણે બીજા ઘણાં લોકો તકલીફમાં મુકાઇ જાય છે.

તો બસ હવે થોડી જ રાહ અને પરત આવશે આપણા ડૉ. હંસરાજ હાથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here