8 ટિપ્સ: હાડકા મજબુત બનાવવા માટે તમને ઘણીબધી સલાહો મળતી હશે, બીજું કશું કરવાનું નથી અજમાવો ફક્ત આટલું…

0

આપણાં શરીર ની અંદર દરેક અંગો ની સાથે સાથે હાડકાઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કારણ કે હાડકાઓ આપણાં શરીર ને બરાબર આકાર પ્રદાન કરે છે. આથી જ હાડકાઓ જેટલા મજબૂત હશે એટલા જ આપણે ચુસ્ત અને તંદુરસ્ત રહીશું. પરંતુ જો તમે તમારા ખોરાક માં યોગ્ય આહાર નો ઉપયોગ નથી કરતાં તો આ પોષક તત્વો ની ઉણપ થી મોટા ની સાથે સાથે બાળકો ના પણ હાડકાઓ કમજોર થઈ જશે. આ ઉપરાંત જો તમે ખૂબ જ વધારે સમય માટે કોમ્પ્યુટર પર બેસતા હો તો હાડકાઓ ને લગતી સમસ્યાઓ ઝડપ થી વધવા લાગે છે. આથી શરીર ને સ્વસ્થ રાખવા અને હાડકાઓ ને મજબૂત બનાવવા માટે નીચે આપેલી ટિપ્સ ને અપનાવો અને એક સ્વસ્થ જીવન જીવો.

1. પૌષ્ટિક નાશ્તો
શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઉત્તમ આહાર નું સેવન કરવું જોઈએ. દરરોજ પૌષ્ટિક વસ્તુઓ જેવી કે અખરોટ, અલસી, બદામ અને સીંગદાણા ને પોતાના નાશ્તા માં સમાવિષ્ટ કરવા જોઈએ. બદામ અને સીંગદાણા પ્રોટીન અને બીજા અનેક પૌષ્ટિક તત્વો થી ભરપૂર હોવા ને કારણે અસ્થિ નિર્માણ માં મદદ કરે છે. આ ઉપરાંત અખરોટ અને અલસી ના સેવન થી ઓમેગા-3 ફેટી એસિડ પોષક તત્વ પણ મળે છે, જે હાડકાઓ ને મજબૂત બનાવવા માં ઘણી મદદ કરે છે.

2. કેલ્શિયમ
હાડકાઓ ને સ્ટ્રોંગ બનાવવા માટે પોતાના આહાર માં કેલ્શિયમ ની માત્રા વધારવી જોઈએ. આ માટે તમે પોતાના આહાર માં કેલ્શિયમ યુક્ત આહાર જેવા કે દૂધ, દહીં, અને પનીર નો વધુ ને વધુ સેવન કરવું જોઈએ. પરંતુ જો કોઈ દૂધ ને પચાવવા માં સક્ષમ ના હોય તો તેમણે પોતાના આહાર માં દૂધ ની જગ્યા એ દહીં અને પનીર નો ઉપયોગ કરવો જોઈએ.

3. વિટામિન ડી
હાડકાંઓ ને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ની સાથે સાથે વિટામિન ડી થી યુક્ત આહાર ને પણ પોતાના ના ખોરાક માં જરૂર થી સ્માવિષ્ટ કરવો જોઈએ. સૌથી વધુ વિટામિન ડી ઈંડા ની જર્દી માથી પ્રાપ્ત થાય છે. આ સિવાય થોડી વાર તડકા પણ બેસવું જોઈએ કારણ કે તડકો આપણાં શરીર ને વિટામિન ડી અર્પણ કરે છે.

4. ઓમેગા-3 ફેટી એસિડ
હાડકાઓ ને શક્તિ પ્રદાન કરવા માટે ઓમેગા-3 ફેટી એસિડ થી યુક્ત ભોજન જેવા કે અખરોટ અને અલસી ને વધુ પ્રમાણ માં ખાવા જોઈએ. આ સિવાય સાર્ડિન અમે સામન નામ ની બે પૌષ્ટિક માછલી નો પોતાના ના આહાર આ ઉપયોગ કરવો જોઈએ. તે કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા-3 ફેટી એસિડ થી ભરપૂર ખોરાક છે. જે હાડકાઓ ને પોષક તત્વ પ્રદાન કરવા થી સાથે સાથે હાડકાઓ ને મજબૂતી પણ પ્રદાન કરે છે.

5. વ્યાયામ
સ્વસ્થ શરીર અને તેજ દિમાંગ પ્રાપ્ત કરવા માટે આપણે પોતાની દિનચર્યા માં યોગ અને એક્સસાઈજ જેવી કે દોરડા થી કૂદવું, દોડવું, ચાલવું, દાદરો ચડવો-ઉતરવો વગેરે કરવું જોઈએ. નિયમિત વ્યાયામ થી આપણે અનેક રોગો થી બચી શકીએ છીએ જ પણ એક સ્વસ્થ શરીર પણ મેળવી શકીએ છીએ.

6. થોડો સમય તડકા માં વિતાવવો
આપણાં શરીર ના હાડકાઓ ને મજબૂત બનાવવા માટે આપણે કેલ્શિયમ અને વિટામિન ડી બંને ની જરૂર હોય છે. તડકો આપણાં શરીર ને વિટામિન ડી પ્રદાન કરે છે કારણ કે વિટામિન ડી વગર શરીર બરાબર રીતે ખાદ્ય પદાર્થો થી કેલ્શિયમ અવશોષિત નથી કરી શકતા. આ માટે વિટામિન ડી મેળવવા માટે દરરોજ સવારે વહેલા ઉઠી ને માત્ર 10 મિનિટ માટે તડકા માં રહેવું જોઈએ.

7. પોટેશિયમ
પોટેશિયમ પ્રત્યક્ષ રૂપે આપણાં હાડકાઓ ને મજબૂત નથી બનાવતા પરંતુ તે શરીર થી કેલ્શિયમ ને દૂર કરનાર અપશિષ્ટ પદાર્થો ને દૂર કરવા માં મદદ કરે છે. કેળાં ની અંદર પર્યાપ્ત માત્રા માં પોટેશિયમ મળે છે.

8. મીઠું
ડોક્ટરો ના કહ્યા અનુસાર આયોડિન યુક્ત મીઠા નું સેવન હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તેનું વધારે પડતું સેવન હાડકાઓ ને નુકસાન પણ પહોચાડે છે. કારણ કે મીઠા ના સેવન એ યુરીન થી કેલ્શિયમ ને બહાર કાઢી નાખે છે. જેના કારણે હાડકાઓ નબળા પડી જાય છે. આથી મીઠા નું વધારે પડતું સેવન ના કરવું જોઈએ.
આમ હાડકાઓ ને મજબૂત બનાવવા માટે પોતાના માં ખોરાક માં કેલ્શિયમ યુક્ત અને વિટામિન ડી યુક્ત ખોરાક નું સેવન વધુ કરવું જોઈએ.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here