ગુમનામી નું જીવન જીવવા માટે મજબુર છે બૉલીવુડ ની ‘ગંગા’, 1 ભૂલ એ બરબાદ કરી નાખ્યું હતું કેરિયર…

0

વ્યક્તિ ની સફળતા અને અસફળતા નો અમુક ટકા હિસ્સો તેઓના દેખાવ પર નક્કી થાય છે, આ વાત જો કે બૉલીવુડ માં વધારે લાગુ પડે છે. જ્યારે કોઈ અભિનેતા કે અભિનેત્રીઓની ઇમેજ શરૂઆતના સમયમાં હોય છે અને ત્યારે જ તેઓનું નામ ખરાબ કામ સાથે જોડાઈ જાય છે તો એવામાં તેઓનું કેરિયર પણ બરબાદ થઇ શકે છે.જો કે આવા ઉદાહરણો તમને બૉલીવુડ માં ઘણા મળી જશે, પણ આજે અમે તમને વાત અભિનેત્રી ‘યાસ્મિન જોસેફ’ ની કરશું જેને બધા ‘મંદાકિની’ ના નામથી ઓળખે છે. તેમણે વર્ષ 1985 માં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ હો ગઈ માં ગંગા ના કિરદાર માં જોવામાં આવી હતી જે હાલ ગુમનામી નું જીવન જીવવા માટે મજબુર બની ગઈ છે.

ગુમનામી નું જીવન જીવવા માટે મજબુર છે બૉલીવુડ ની ગંગા:

કહેવાય છે ને કે પ્રેમ ખુબ જ ઓછા લોકોને જ સફળ કરે છે મોટાભાગે લોકો તેમાં બરબાદ થાતા જ જોવામાં આવે છે અને એવું જ કંઈક અભિનેત્રી મંદાકિની સાથે પણ થયું હતું, જ્યારે તેના પર મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ડૉન દાઉદ ઈબ્રાહીમ નું દિલ આવી ગયું હતું. પહેલી જ ફિલ્મ થી ધમાકો કરનારી મંદાકિની ફિલ્મોમાં પોતાના બોલ્ડ સીન માટે પણ ઓળખવામાં આવતી હતી. ફિલ્મ રામ તેરી ગંગા મૈલી હો ગઈ માં મંદાકિની એ એક સામાન્ય ગામ ની છોકરી નો કિરદાર નિભાવ્યો હતો પણ તેના સીન ખુબ જ બોલ્ડ રહ્યા હતા. તેના પછી તે મિથુન ચક્રવર્તી ની સાથે ફિલ્મ ડાન્સ-ડાન્સ ગોવિંદા ની સાથે ફિલ્મ પ્યાર કરકે દેખો અને અનિલ કપૂર ની સાથે તેજાબ માં નજરમાં આવી હતી. જેના પછી તેના જીવનમાં દાઉદ ઈબ્રાહીમ આવ્યો અને તેનું જીવન પુરી રીતે બદલાઈ ગયું.90 ન દશક માં મંદાકિની નું નામ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ ની સાથે તે સમયે સમાચાર માં છપાવા લાગ્યું હતું. કહેવામાં આવતું હતું કે મંદાકિની અને દાઉદ ની વચ્ચે અફેયર છે, જો કે મંદાકિની એ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કર્યો ન હતો, અને કહ્યું હતું કે તેઓ માત્ર સારા એવા મિત્રો જ છે.
વર્ષ 1993 માં મુંબઈ બ્લાસ્ટ માં જેમણે પુરા દેશને હલાવી નાખ્યું હતું, આ ધમાકો દાઉદે પોતાની બીક લોકોમાં પ્રેરિત કરવા માટે કરાવ્યો હતો. તેના પછી જો કે દાઉદે ભારત ને છોડી દીધું હતું અને આજ સુધી તે ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી છે પણ તે હાથ લાગ્યો નથી. તેની બાબતમાં ઘણા બૉલીવુડ ના લોકો સાથે પણ પૂછતાછ કરવામાં આવી હતી કેમ કે દાઉદ ને ફિલ્મો નો ખુબ જ શોખ હતો અને તેને ઘણા કિરદાઓ મળી પણ ચુક્યા હતા.
આ કિરદારો ના નામમાં સલમાન ખાન, મંદાકિની અને સંજય દત્ત જેવા નામ શામિલ થયા હતા જો કે પછી તેઓની સાથે પૂછતાછ કરીને તેઓને છોડી દેવામાં આવ્યા હતા. મંદાકિની એ બૉલીવુડ માં લોહા, જાલ, જંગ બાજ, નાગ નાગિન, આગ ઔર શૌલા, જીતે હૈ શાન સે, શાનદાર જેવી ઘણી ફિલ્મો કરીને બૉલીવુડ માં એક ખાસ છાપ છોડી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ .. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here