ગુમાવો પડ્યો એક હાથ અને પગ, છતાં પણ ન માની હાર, ચલાવે છે રિક્ષા…..ખુબ જ Inspire સ્ટોરી વાંચો

0

જિંદગી તેનું નામ છે, જેમાં ક્યારેક તમે જે ઈચ્છો છો તે તમને મળી જાય તો, ક્યારેક ન પણ મળે. વિષમ પરિસ્થિતિઓ માં એક ઇન્સાન ખુદને કેવી રીતે રાખે છે, તેનો સામનો કેવી રીતે કરે છે, તે જ તેના વ્યક્તિત્વને ઉજગાર કરે છે.

અમે અહી જે વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનાથી એક સીખ તો મળે જ છે કે પોતાની મહેનત અને મજુરી થી મળતા રૂપિયાની ખુશ્બુ, તેનું સુકુન જ સર્વોપરી હોય છે. મહેનતથી કમાયેલા રૂપિયાથી મળતી સંતુષ્ટિની સરખામણી કોઈની પણ સાથે ન થઈ શકે, તે ખુબજ અનમોલ હોય છે.

એવા જ એક હરિયાણાનાં કુરુક્ષેત્રનાં વ્યક્તિ પુન્નું રામ, જેણે પોતાની ગરીબી અને દિવ્યાંગતાને પોતાના હોંસલાઓ પર હાવી થવા ન દીધુ. 12 વર્ષની ઉમરમાં એક ઘટનામાં પોતાનો પગ ગુમાવવો પડ્યો અને 5 વર્ષ પહેલા તેના હાથની નસ બંધ થઇ જવાને લીધે પોતાનો હાથ કપાવવો પડ્યો હતો. આ વિષમ પરીસ્થીતીઓની સામે પણ જુક્યા વગર બે વર્ષથી રીક્ષા ચલાવીને પોતાનો ગુજારો કરી રહ્યા છે. એક હાથ અને એક પગ નથી, પણ તે તેનો હોંસલો છે કે તે ક્યારેય પણ તૂટે નહિ. કોઈ પર નિર્ભર ન રહે. બે વર્ષ પહેલા પોતાની પત્નીને ખોઈ ચુક્યા, પોતાના બે દીકરા રાહુલ અને શ્યામ ની પરવરીશ, તેના દેખભાળની જવાબદારી ઉઠાવતા તેઓએ રિક્ષા ચલાવાનું શરુ કર્યું. પુન્નુંનાં અરમાન છે કે તેના બાળકો ભણી-ગણી ને આગળ વધે, જેથી કોઈની સામે હાથ ફેલાવવો ન પડે.

દિવસમાં સવારીઓ લેતા 40 થી 50 કિમી સુધીની સફર કરનારા પુન્નું રામ કહે છે કે, ‘જે કામ મળ્યું મેં ક્યારેય હાર નથી માની, તો જ્યાં સુધી હાથ પગ ચાલશે હું રિક્ષા ચલાવીશ’.દિવસના ક્યારેક 150 રૂપિયા તો ક્યારેક 200 રૂપિયા કમાતા પુન્નું પોતાના કામને લઈને જણાવે છે કે તેનો માત્ર એક જ પગ અને અન્યના બે પગ છે છતાં પણ કોઈ તેની બરાબરી નથી કરી શકતું. પરિસ્થિતિઓને જોઇને જે લોકો થંભી જાય છે તેઓ માટે એક પ્રેરણા સમાન છે પુન્નું. અહી જુઓ પોતાના બાળકો માટે રિક્ષા ચલાવી રહેલા મુન્નુની જલક.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.