ગુજરાતી સાથે લગ્ન કરનાર એક્ટ્રેસ બિદિશાએ કરી આત્મહત્યા: જાણો છેલ્લા ફોનમાં શું કહ્યું હતું – ચોંકાવનારુ રાઝ..

 

જો કે હોલીવુડ ફિલ્મી દુનિયા ની અભિનેત્રીઓ ની વાત કરીએ તો તેના વિશે ની કાઈક ને કાઈક ન્યુઝ જાણવામાં આવતી જ હોય છે. હર રોજ સમાચાર, ટેલીકાસ્ટ વગેરે મા કાઈક ને કાઈ ધમાકેદાર ન્યુઝ ની ચર્ચા થાતી જોવા મળે છે. પણ આજે અમે એક એવી એક્ટ્રેસ અને સાથે જ સિંગર વિશે ની વાત કહેવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે તદ્દન અજાણ છો. આ એક્ટ્રેસ આસામ ની બિદિશા બેજબરુઆ છે.

જાણવા મળ્યું છે કે આવી મશુર બિદિશા બેજબરુઆ એ આત્મહત્યા કરી લીધી છે. રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે ક તેમણે પોતાના પતિ ના કારણે આત્મહત્યા કરવાનું પગલું લીધું હતું.

વાંચો પૂરી હકીકત…

આસામની પ્રખ્યાત એક્ટ્રેસ અને સિંગર બિદિશા બેજબરુઆએ પોતાના ગુડગાંવ સ્થિત ઘરમાં ગત સોમવારે પંખાએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. બિદિશા ગુડગાંવના સેક્ટર 43માં એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી. બિદિશાના લગ્ન મૂળ ગુજરાતી નિશિત ઝા સાથે એપ્રિલ 2016માં થયા હતાં. બિદિશાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પતિના અફેરના કારણે બિદિશાએ આત્મહત્યા કરી છે. પોલીસે તેના પતિની ધરપકડ પણ કરી લીધી છે.  બિદિશા ગત 5 જુલાઇએ ગુડગાવના એ ફ્લેટમાં શિફ્ટ થઇ હતી. ‘Xanto Xixto Histo Pusto Moha Dusto’ નામના નાટકમાં તેણે રુનીનું પાત્ર ભજવ્યું હતું.

આ ઘટના પછી બીદીશાના પરિવાર જનો એ ફરિયાદ નોધ કરાવી હતી.રીપોર્ટ ના અનુસાર જાણવા મળ્યું હતું કે બીદીશા એ પોતાના પતિ ના કારણે આ પગું લીધું હતું.

સોમવારે લગભગ 5 વાગ્યે તેણે તેની માતાને ફોન કર્યો હતો. તેણી માતાના જણાવ્યા અનુસાર બિદિશા ખૂબ જ પરેશાન હતી. તે ફોન પર કહી રહી હતી કે તેને છૂટાછેડા લેવા છે. તેની માતાએ બિદિશાને સમજાવી હતી કે તે લગ્નજીવન ટકાવી રાખવા માટે વિચારે અને છૂટાછેડા લેતા પહેલા લગ્ન ટકાવી રાખવા થોડો સમય આપે. આ સાંભળીને બિદિશાએ ફોન કટ કરી દીધો હતો ત્યાર બાદથી તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.

બિદિશાનો પતિ મુંબઇ રહેતો હોવાથી બિદિશાની માતાએ તેના પતિને પણ ફોન કરીને કહ્યું હતું કે તે બિદિશા સાથે આવીને રહે. અમને લાગ્યુ કે બિદિશા પરેશાન છે એટલે ફોન સ્વિચ ઓફ કરી દીધો છે પરંતુ અમે વિચાર્યુ ન્હોતુ કે તે આત્મહત્યા કરી લેશે.

બિદિશાના ભાઇ કૌશિકે જણાવ્યુ હતું કે બિદિશા અને નિશિતની મુલાકાત કામ દરમિયાન દિલ્હીની એક કંપનીમાં થઇ હતી અને એપ્રિલ 2016માં તેમના લગ્ન થયા હતાં. પરંતુ લગ્નના એક વર્ષ બાદ બિદિશાને માલૂમ પડ્યુ હતું કે તેના પતિનું તેની કલિગ સાથે જ અફેર છે. એટલુ જ નહીં નિશિતે પણ સ્વિકાર્યુ હતું કે તે પોતાની કલિગને પ્રેમ કરે છે. ગત જૂન મહિનામાં જ બિદિશા અને નિશિત વચ્ચે તકરાર બાદ તેમણે લગ્નજીવનને ફરી એક વખત મોકો આપવાનું નક્કી કર્યું અને તેઓ દિલ્હી શિફ્ટ થયા પરંતુ નિશિત ઓફિસના કામથી મુંબઇ ગયો અને ત્યાર બાદ દિલ્હી પરત ફર્યો ન હતો. બિદિશાને તેના સાસરિયા પણ પરેશાન કરતાં હતાં.

બિદિશા ગુવાહાટીની રહેવાસી હતી. તેણે IIMCથી માસ કમ્યુનિકેશનનો કોર્સ કર્યો હતો. એવી પણ ચર્ચા છે કે રણબીર કપૂર અભિનિત ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’માં એક ગીતમાં તે જોવા મળી હતી. જો કે ફિલ્મની પીઆર ટીમના જણાવ્યા અનુસાર બિદિશા ફિલ્મનો હિસ્સો ન હતી. બિદિશા સિંગિંગ-એક્ટિંગની સાથે સારી ડાન્સર પણ હતી. તેણે નેશનલ સ્ટેજ પર પણ પરફોર્મ કર્યું હતું.  બિદિશાએ રેડિયો મોર્ચી પર પ્રખ્યાત સિંગર અંગરાજ મહંત (પાપોન) સાથે બિહૂ પર પરફોર્મ કર્યું હતું.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!