ગુજરાતના આ ગામમાં ભર્યા છે કરોડપતિ લોકો, બેન્કમાં જમા છે અરબો રૂપિયા, જાણો કઈ રીતે..? વાંચો આર્ટીકલ

0

ગામનું નામ આવતા જ એવા ઈલાકાનો બોધ થાય છે, કે જ્યાં લોકો ખુબ સાધારણ અને ખુબ ઓછી સુવિધામાં રહે છે. તેઓનું જીવન કૃષિ અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં હોય છે. જો તમે પણ આવું વિચારી રહ્યા છોવ તો તે એકદમ ખોટું છે. અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના એક એવા ગામની જે શહેરોને પણ ટક્કર આપે છે.

આ ગામનું નામ બલ્દીયા છે. તે ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલું છે.

બલ્દીયા ગામને કરોડપતિનું ગામ કહેવામાં આવે છે. એક સમયે જ્યારે આ ગામના લોકો ગરીબ અને પછાત સમજવામાં આવતા હતા, તેજ ગામમાં હાલ કરોડપતિ લોકો વસવાટ કરી રહ્યા છે. લોકોની સમૃદ્ધિ જાણીને તમે પણ હેરાન રહી જાશો. આ ગામ ઘણા શહેરો કરતા પણ બેહતર માનવામાં આવે છે. અહી સુંદર મકાનોની સાથે સાથે એવી સુવિધાઓ પણ છે જે એક શહેરમાં હોય છે.

રીપોર્ટ અનુસાર આ ગામના લોકોના બેંક એકાઉંટમાં અરબો રૂપિયા જમા છે. જણાવી દઈએ કે બેન્કમાં આગળના બે વર્ષોથી લગભગ 1.5 કરોડ જેટલા રૂપિયા જમા થયેલા છે. સાથે જ અહીના પોસ્ટ ખાતામાં પણ 500 કરોડ રૂપિયાથી પણ વધુ રાશી જમા થયેલી છે.

જો કે ગુજરાતના ઘણા ગામ ખુબ સમૃદ્ધ છે, જેનામાં બલ્દીયાથી અમુક અંતર પર સ્થિત માધાપુર નામનું પણ એક ગામ છે, જ્યાં લગભગ બેન્કોની શાખાઓ છે અને દર્જનોની સંખ્યામાં એટીએમ લગાવવામાં આવ્યા છે.

માધાપુર ગામના પ્રમુખ કહે છે કે:

આર્થિક રૂપથી સંપન્ન હોવાનું કારણ ગ્રામીણ પરિવારની સાથે વિદેશોમાં પણ રહે છે. દરેક વર્ષે રજા માનવા માટે મહિના-બે નહિના માટે પોતાના આ ગામમાં આવે છે. પૈસા કમાવા માટે લોકો પોતાના જીવનનો એક લાંબો સમય વિદેશોમાં વિતાવ્યા બાદ પરત ભારત આવી જાય છે. એવા ગામમાં રીટાયર્ડ વડીલો જ જોવા મળે છે. આ ગામમાં યુવક ખુબ ઓછી માત્રામાં જોવા મળે છે.

અનુમાન છે કે ગુજરાતના આ કરોડપતિ ગામના લોકોને લગભગ સો વર્ષ પહેલા કમાવા માટે વિદેશોમાં જંપલાવ્યું છે. આ લોકો વ્યાપાર સાથે સંપન્ન થઇ ગયા છે અને વિદેશોથી પરત આવીને બેહતર વિચારોની સાથે પોતાના પરિવારોને આગળ વધારવામાં લાગ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡