ગુજરાતમાં બે જગ્યાઓએ ભગાડાય છે ભૂત, દેશમાં બીજે ક્યાં થાય છે આ કામ..

રાજસ્થાનનું મહેંદીપુર બાલાજી મંદિર ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં ભૂતોને ભગાડવા લાઈવ અનુષ્ઠાન થાય છે.

આજસુધી તમે ભૂત-પ્રેતની અનેક વાર્તાઓ સાંભળી હશે પરંતુ એ વાત કોઈ નથી જાણતુ કે એ વાર્તાઓમાં કેટલુ સત્ય છે. ઝાડ-ફૂંક કરીને ભૂત ભગાડવાના દાવા કરવામાં આવે છે. આજે અમે તમને ભારતના આવા જ મંદિરો વિશે જણાવીશું જ્યાં ભૂત ભગાડવાનો દાવો કરવામાં આવે છે.

1. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ગુજરાત

કેટલાય લોકો એવો દાવો કરે છે કે હનુમાનજીના આ મંદિરમાં જઈને ખરાબ આત્માઓ અને પડછાયાથી છુટકારો મેળવ્યો છે. અહીં બધાની સામે જ ભૂત ઉતારવામાં આવે છે.

લોકો ભૂત-પ્રેતથી પીછો છોડાવવા વિવિધ મંદિરોમાં જતા હોય છે.

2. ચાંદની રાતે કાઢવામાં આવે છે ભૂત

મધ્ય પ્રદેશના દેવજી મહારાજ મંદિરમાં ચાંદની રાત હોય એ દિવસે વળગ્યું હોય તેવા લોકોને લાવવામાં આવે છે. એ પછી મંદિરના પૂજારી ભૂત કે પડછાયાને દૂર કરવા માટે ઝાડુથી મારે છે. માન્યતા છે કે ભૂતોને ઝાડૂથી બહુ બીક લાગતી હોય છે. આ સિવાય લોકોની ઉપર કપૂર સળગાવાય છે. આ મંદિરમાં દરવર્ષે ભૂતમેળો પણ ભરાય છે. આ મંદિરમાં આવતા લોકોની હરકતો એવી હોય છે કે કોઈપણ નોર્મલ માણસ ડરી જાય.

3. સંત સાબિર શાહ દરગાહ, ચૈનપુર

આ દરગાહમાં આવતા લોકોને દિવાલ સાથે બાંધીને સારવાર આપવામાં આવે છે. ઘણાં લોકોનું કહેવું છે કે અહીં આવ્યાં પછી એમની પર ચઢેલુ ભૂત ઉતરી ગયુ છે.

4. દત્તાત્રેય મંદિર, ગંગાપુર

મધ્યપ્રદેશમાં આવેલા આ મંદિરનો અંદરનો નજારો જ માણસને ડરાવી દેવા માટે પૂરતો છે. લોકો અહીં પૂનમ અને અમાસના દિવસે થતા મહામંગલ આરતી માટે ખાસ આવે છે. આ મંદિરની દિવાલો પર ચઢેલા લોકોને જોઈને કોઈના પણ મોતિયા મરી શકે છે. કેટલાય લોકોએ તો અહી ભૂતની ચીસો પણ સાંભળી હોવાનું કહેવાય છે.

5. હઝરત સઈદ અલી મીરા દાતાર દરગાહ, ગુજરાત

આ દરગાહમાં  દરેક ધર્મના લોકો આવે છે. અહીં એવા લોકોને સાજા કરવા માટે લવાય છે જેમના પર કોઈનો પડછાયો પડ્યો હોય. જો કે અહીં મોટાભાગે સ્ત્રીઓને જ સારવાર માટે લાવવામાં આવે છે.

6. મહેંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન

આ ભારતનું એકમાત્ર મંદિર છે જ્યાં ભૂતોને ભગાડવા માટે લાઈવ અનુષ્ઠાન કરવામાં આવે છે. અહી રોજેરોજ હજારો લોકો આવે છે. ભૂતને ભગાડવા માટે પીડિત લોકો પોતાના પર ઉકળતુ પાણી રેડી લે છે. એટલું જ નહીં મંદિરની દિવાલો સાથે બાંધીને ભૂત ભગાડવામાં આવે છે. કહેવાય છે કે અહીં ઘણા ભૂત અને પ્રેતાત્મા રહે છે.

7. નિઝામુદ્દીન દરગાહ, દિલ્હી

આ દરગાહમાં બનેલા એક રૂમમાંથી લોકોની ચીસો સંભળાતી હોય છે. કહેવાય છે કે આ રૂમમાં ભૂત ભગાડવા માટેના અનુષ્ઠાન કરવામાં આવે છે.

8. હરસૂ ભ્રમ ટેમ્પલ, બિહાર

બિહાર-ઉત્તર પ્રદેશની બોર્ડર પર બનેલા આ મંદિરમાં એક બ્રાહ્મણનો આત્મા ભટકતો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે આ બ્રાહ્મણ લોકોને એની પૂજા કરવાનું કહતો હતો પરંતુ લોકોએ એની વાત ના માની. એ વાતનો બદલો લેવા એની આત્મા મંદિરમાં ભટક્યાં કરે છે.

9. ચંડી દેવી મંદિર, હરિદ્વાર

ચંડીદેવીને ક્રોધની દેવી પણ કહેવાય છે. લોકોનું માનવું છે કે નવરાત્રીમાં અહીં ભૂતોની હાજરી વધી જાય છે.

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!