ગોલમાલ પછી ધાબા માં કામ કરવા લાગ્યા હતા આ એકટર, પછી આવી રીતે બદલી લાઈફ….વાંચો સ્ટોરી

બિહાર ના દરભંગા માં જન્મ્યા એકટર અને કોમેડિયન સંજય મિશ્રા રોહિત શેટ્ટી ની ફિલ્મ “ગોલમાલ ” કર્યા પછી એક્ટિંગ છોડી દીધી હતી, અને ઉત્તરાખંડ ના ઋષિકેશ માં જઈ અને એક ધાબા પર કામ કરવા નું શરૂ કરી દીધું હતું. કહેવાય છે કે એના પછી રોહિત શેટ્ટી એ એમને ફિલ્મ “ઓલ ધ બેસ્ટ ” માટે એપ્રોચ કર્યા હતા પણ એ પાછા આવવા તૈયાર નહતા. એના પછી રોહિત એ તેમને ઘણા મનાવ્યાં બાદ એ એક્ટિંગ ની દુનિયા માં પાછા ફર્યા. આ એમના કરીઅર નું ટર્નિંગ પોઇન્ટ રહ્યું. 6 ઓક્ટોબર ના એમને એમનો 54 મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એ મોકા પર અમે તમને સંજય મિશ્રા વિસે જણાવીએ છીએ.

સંજય ના પિતા ની મૃત્યુ થઈ , તો એ એક્ટિંગ છોડી ઋષિકેશ ચાલ્યા ગયા. ત્યાં એક ધાબા પર કામ કરવા લાગ્યા. હકીકત માં સંજય એના પિતા ની ખૂબ જ નજીક હતા. પિતા ની મૃત્યુ એ એમને એવો ઝટકો આપ્યો કે એ ગુમશુદા થઈ ગયા અને એકલપણુ મહેસૂસ કરવા લાગ્યા. સંજય સો થી પણ વધુ ફિલ્મો માં કામ કરી ચુક્યા હતા પણ આટલી ફિલ્મો કર્યા બાદ પણ એમને એ સફળતા ન મળી જેમના એ હકદાર હતા. અને લગભગ એ કારણે જ ધાબા પર સંજય ને કોઈ ઓળખ્યું નહીં. દિવસ વીત્યા અને એમનો સમય ધાબા માં શાક બનાવવા માં , આમલેટ બનાવવા માં વીતવા લાગ્યો.

સંજય ના પિતા શંભુનાથ મિશ્રા એક જર્નાલિસ્ટ હતા જ્યારે એમના દાદા ડિસ્ટ્રીકટ મજિસ્ટ્રેટ હતા. બિહાર ના દરભંગા માં જન્મેલ સંજય જ્યારે નવ વર્ષ ના હતા તો એમની ફેમિલી વારાણસી માં શિફ્ટ થઈ ગઈ. સંજય એ એમની એજ્યુકેશન વારાણસી કેન્દ્રીય વિદ્યાલય બીએચયુ કેમ્પસ થી કરી. એના પછી એમને બેચલર ડીગ્રી સાલ 1989 માં પુરી કર્યા બાદ સાલ 1991 માં રાષ્ટ્રીય ડ્રામા સ્કૂલ માં એડમિશન લીધું. આજે સંજય પાસે ફ્રોચ્યુનર અને BMW જેવી લક્ઝરી ગાડીઓ છે. પટના અને મુંબઇ માં ઘણા ઘરો છે.

ક્યારેક મોંગફળી માં દિવસ વિતાવવા મજબૂર થયેલ સંજય મિશ્રા આજે લગભગ 20 કરોડ ના મલિક છે.

સીરીયલ થી કરી હતી શરૂઆત..

સંજય મિશ્રા એ સિરિયલ ચાણક્ય થી એના કરીઅર ની શરૂઆત કરી હતી. ગ્રેજ્યુએશન પછી સંજય એ દિલ્લી ના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું હતું

એ દરમિયાન જ એમને એક્ટિંગ ની એબીસીડી શીખી. સંજય ના લગ્ન 28 સપ્ટેમ્બર 2009 માં કિરણ મિશ્રા સાથે થયા. બંને ના બે બાળકો છે. પાલ મિશ્રા અને લમ્હા મિશ્રા.

એક્ટિંગ પ્રત્યે રુચિ

એક્ટિંગ પ્રત્યે એમને રુચિ સંગીત પ્રોગ્રામ્સ ને જોઈ અને જાગી હતી. એમને એહસાસ થયો કે હવે આ ક્ષેત્રે એમને કંઈક કરી બતાવું જોઈએ. જેમના માટે એમને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું અને ફેમિલી ના કેહવા પર મુંબઇ આવી ગયા.

ફિલ્મી કરીઅર ની શરૂઆત અને સંઘર્ષ

1991 માં સંજય મુંબઇ આવી ગયા. અહીંયા 9 વર્ષો સ્ટ્રગલ કર્યા બાદ એમને પહેલો બ્રેક મળ્યો. ચાણક્ય સિરિયલ ની શરૂઆત કરવા વાળા સંજય એ પેહલા દિવસ ની શૂટિંગ માં 28 વખત રિટેક આપ્યા હતા. ત્યાર બાદ એમને એમના મિત્ર તિગ્માંશુ ધુલિયા ની સિરિયલ “હમ બમ્બઇ નહીં જાયેંગે ” માં આર્ટ ડાયરેક્શન તરીકે કામ કરવા નું શરૂ કરી દીધું હતું અને થોડા દિવસો પછી એ “સોરી મેરી લારી ” માં પણ નજર આવ્યા હતા.

આવી રીતે થઈ સંજય ના કરીઅર ની શરૂઆત

1995 માં હિંદી ફિલ્મ “ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા ” માં કામ કર્યું. એ ફિલ્મ માં એમને એક હાર્મોનિયમ પ્લેયર ની નાની એવી ભૂમિકા નિભાવી હતી. એના પછી એમને ફિલ્મ સત્યા, દિલ સે , ફંસ ગયે રે ઓબામા , મિસ ટનકપુર હાજીર હો , પ્રેમ રતન ધન પાયો , મેરઠીયા ગેંગસ્ટર અને દમ લગાકે હયેશા જેવી ફિલ્મો માં કામ કર્યું છે. આ વર્ષ માં એમની પાસે એક બે નહીં પરંતુ સાત-આઠ ફિલ્મો છે એ હાલ માં અજય દેવગણ સાથે ફિલ્મ “બાદશાહો ” અને “ગોલમાલ અગેન ” માં નજર આવ્યા હતા.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!