ગોવા જવાનું પ્લાન કરો તો આ 16 જગ્યાઓ જોવાનું ના ચુકતા, જો ચુકી ગયા તો રહેશે ગોવા ટ્રીપ અધુરી…

0

ગોવા એ પોતાના મનમોહક દરિયા કિનારાના લીધે દુનિયાભરમાં ફેમસ છે. ચમકતી રેત, ઊંચા ઊંચા નારિયલના ઝાડ, સુંદર સુંદર લહેરો અને શાનદાર સી-ફૂડ. ગોવાનું નામ લેતા જ આ બધું નજર સામે જ દેખાવા લાગે. જો તમે પણ આજ સુધી ગોવા વિષે આટલું જ જાણ્યું હોય અને જોયું હોય તો ના તમે ભૂલો છો અહિયાં એવી ઘણી જગ્યા અને વસ્તુઓ છે જે તમારે ગોવામાં માણવું જોઈએ. ચાલો આજે તમને જણાવી દઈએ કે ગોવામાં એવું બીજું શું છે જે તમારે ત્યાં જઈને ફરવું અને જોવું જોઈએ.

૧. પણજી
ગોવાની રાજધાનીપણજી એ નાનકડું શહેર છે પણ તે બહુ સુંદર શહેર છે. આ શહેર એ ચાંદી જેવી ચમકતી ધારા વાળી નદી માંડવીના કિનારે વસેલું છે. અહિયાં લાલ છતવાળા મકાન, સુંદર બગીચા, અદ્ભુત નકશીકામવાળી મૂર્તિઓ, સુંદર ગુલમહોર અને ઘટાદાર વૃક્ષોની છાયા માટે આ શહેરને ઓળખવામાં આવે છે. અહિયાં આવનાર એ તમામ લોકો અહીની સુંદરતામાં ખોવાઈ જાય છે. આ સિવાય અહિયાં મારગાઓ, વાસ્કો ડીગામા અને માર્મુગાઓ હાર્બર જેવી અનેક જગ્યાઓ ફરીને તમે તમારી ગોવાની ટ્રીપ પૂરી કરી શકશો.

૨. મીરામાર બીચપણજીથી ફક્ત ૩ કિલોમીટર દુર આવેલ આ દરિયા કિનારાની મુલાયમ રેત અને તાડના ઝાડ એ અહીની સુંદરતા છે. અહીના દરિયા કિનારાને જોઇને તમે મંત્રમુગ્ધ થઇ જશો. અહીની સુંદરતાના કારણે આ જગ્યાને “ગોલ્ડન બીચ” ના નામે ઓળખવામાં આવે છે.

૩. મોબોર બીચજે લોકોને રોમાંચ પસંદ હોય છે તેમની માટે આ જગ્યા એ બહુ જ સુંદર અને સારી છે. આ ગોવાના ફેમસ દરિયા કિનારામાંથી એક છે. અહિયાં ઘણી એડવેન્ચર રમતો જેવી કે વોટર સ્કીનીંગ, વોટર સર્ફિંગ, જેટ સ્કી, બનાના બમ્પ રાઈડ અને પૈરાસીલિંગનો આનંદ માણી શકશો. અહિયાં ફરવા જવા માટે આમ તો કોઈ સીઝન નથી હોતી પણ જો તમે ઈચ્છો તો અહિયાં સપ્ટેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે જઈ શકો છો.

૪. વાગાતોર બીચવાગાતોર બીચ એ માપુસા રોડની પાસે ઉત્તર ગોવામાં આવેલ છે જે પણજીથી ફક્ત ૨૨ કિલોમીટર દુર છે. આ બીચ એ ગોવાના બાકી બીચ કરતા થોડી ઓછી ભીડવાળી અને અલગ જગ્યા છે. અહિયાં સફેદ રેતી, લાવાથી બનેલી કાળી નાની નાની ચટ્ટાનો, ખજૂરના એક જ લાઈનમાં આવેલ ઝાડ આ બધી ત્યાની સુંદરતા છે. અહિયાં ૫૦૦ વર્ષ જુનો પોર્ટુગીઝ કિલ્લો પણ છે. વાગાતોરનો આ દરિયા કિનારો એ બીગ વાગાતોર અને લીટલ વાગાતોર ના નામથી ઓળખાય છે. ચપોરા કિલ્લાની ઉંચાઈથી આ કિનારો એ બહુ સુંદર દેખાય છે.

૫. ઈમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ અને રિસ મગોસ ફોર્ટઆ ચર્ચ અને ફોર્ટ, અવર લેડી ઓફ ઈમેક્યુલેટ ચર્ચ એ ગોવામાં બનવા વાળું પહેલું ચર્ચ માનવામાં આવે છે. આ ૧૫૪૧ થી અહિયાં છે. પહેલા બનાવેલ ચર્ચ એ સંપૂર્ણ રીતે નસ્ટ થઇ ગયું હતું ત્યાર બાદ આ ચર્ચને ૧૬૧૯માં ફરથી બનાવવામાં આવ્યું હતું. ત્યારે આ જગ્યાએ બહુ વસ્તી નહોતી. નવા ચર્ચની બનાવટ પરથી જાણી શકાય છે કે ત્યારના લોકો કેટલા ધાર્મિક હતા અને ચર્ચ પાસે કેટલી મિલકત હતી.

૬. મોરજીમ બીચઆ બીચને ટટલ બીચના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નોર્થ ગોવાના પરનેમમાં આવેલ છે. આ બીચમાં હમેશા હરિયાળું વાતાવરણ જોવા મળે છે અને તેમાં એક ઠંડો રસ્તો પણ જોવા મળશે. આ જગ્યા એટલા માટે પણ ફેમસ છે કેમકે અહિયાં કાચબાઓની અનેક લુપ્ત પ્રજાતિ “ઓલિવ રિડેલ” ની રહેવાની જગ્યા પણ છે. આ જગ્યા એ તેમના પ્રજનનની જગ્યા પણ છે. આ જગ્યાએ જોવા મળતા કાચબા અને કરચલા એ તમારી મુસાફરીને યાદગાર બનાવી દેશે.

૭. બેટલબટીમ બીચજો તમે ગોવા જાવ છો અને સનસેટ જોવાની ઈચ્છા ધરાવો છો તો આ જગ્યાએ તમને એક અદ્ભુત અનુભવ થશે. જો સનસેટ જોવો છે તો તમારે આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ. મજોરડા બીચની દક્ષીણમાં આવેલ છે આ બીચ. આ બીચને સનસેટ બીચ ઓફ ગોવા તરીકે પણ ઓળખાય છે.

૮. બોંડલા વાઇલ્ડલાઈફ સેન્ચુરીજો તમને ચોમાસામાં ગોવા જવાનો ચાન્સ મળે તો તમે આ જગ્યાએ તમારા મનગમતા પ્રાણીઓને નજીકથી જોઈ શકશો. ગોવામાં આ એક નાનકડી પણ મશહુર સેન્ચુરી છે. આ શહેરના ઉત્તર પૂર્વી એરિયામાં પોંડા તાલુકામાં આવેલ છે. ફક્ત ૮ કિલોમીટર એરિયામાં ફેલાયેલ આ બોંડલા વન્યજીવ અભ્યારણ એ ઘનઘોર જંગલ અને સદાબહાર વનસ્પતિથી ઘેરાયેલ છે.

૯. બાગા બીચગોવામાં ઘણા આકર્ષક દરિયાકિનારા છે અને તેમાં બાગા બીચનું નામ એ એડવેન્ચર માટે ઓળખાય છે. જો તમને પણ મૌકો મળે છે ગોવા જવાનો તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહિ.

૧૦. અર્વલેમ કેવ્સગોવા એ પોતાના દરિયા કિનારા અને ઝરણાની સાથે સાથે અનોખી વાસ્તુકળાના લીધે પણ પ્રખ્યાત છે. આ એક પ્રાચીન વાસ્તુકળા છે અને તે એક પ્રાચીન જગ્યા પણ છે. ગોવામાં આવેલ સ્મારકોમાંથી સૌથી સુંદર એ આ પાંડવ ગુફા છે. નોર્થ ગોવાના બીચોલિમ શહેરમાં આ ગુફા બનાવવામાં આવી છે.

૧૧. અર્વલેમ ઝરણુંઆ ઝરણું એ ઉત્તર ગોવામાં આવેલ સીન્કેલીમ શહેરથી ૨ કિલોમીટર દુર છે. ૨૪ ફૂટ ઊંચું આ ઝરણું એક બહુજ સુંદર પીકનીક પોઈન્ટ છે. આ ઝરણાને રૂદ્રેશ્વર મંદિરની સીડીઓ થી પણ જોઈ શકાય છે. સરકારે આ ઝરણા પાસે એક પાર્ક પણ બનાવ્યું છે. અને તેના લીધે જ ત્યાં લોકો બેસીને આ ઝરણાનો આનંદ માણી શકે. ઉંચેથી પડતું ઝરણાનું પાણી એ ખરેખર મનમોહક છે.

૧૨.સેંટ કૈથદ્રલ ચર્ચ
આ ગોવાનું સૌથી જુનું અને સૌથી મોટું સુંદર ચર્ચ છે. આ ચર્ચમાં પાંચ ઘંટ લગાવેલા છે. અહીનો એક ઘંટ એ સોનાનો સૌથી મોટો ઘંટ છે અને દુનિયાના સૌથી સારા ઘંટમાં તેનો સમાવેશ થાય છે. આ સિવાય પણ અહિયાં ઘણા બધા બીજા ચર્ચ પણ આવેલા છે જે તમારે પણ જોવા જ જોઈએ.

૧૩.અગૌડા કિલ્લોઆ કિલ્લો એ ગોવાના ઇતિહાસનો સાક્ષી છે. આ કિલ્લાનું નિર્માણ ૧૬૧૨માં પોર્ટુગીઝ લોકોએ મરાઠાઓ અને ડચ ના હુમલાથી બચવા માટે કર્યું હતું. આ કિલ્લામાં એક તાજા પાણીનું ઝરણું છે. આ ઝરણું એ અહિયાથી જે પણ નીકળે છે તેમની તરસ છીપાવે છે. આ કિલ્લો એ પોર્ટુગીઝ લોકોની બધી જ જરૂરિયાતોનું કેન્દ્ર હતું.

૧૪. ચપોલી ડેમમડગાવથી ૪૦ કિલોમીટર દુર આવેલ આ ડેમ એ પર્વતોથી ઘેરાયેલ છે. પર્વતોના ઘેરવાના કારણે જ અહીની સુંદરતા લોકોને આકર્ષે છે. જો તમને માછલી પકડવાનો શોખ છે તો આ એક બહુ સારી જગ્યા છે.

૧૫. મહાલક્ષ્મી મંદિરગોવાના બંડોરા ગામમાં મહાલક્ષ્મી મંદિર છે. આ મંદિરની સુંદરતા એ જ એનું બહુ મોટું આકર્ષણ છે. આ મંદિરનું નિર્માણ એ ૧૪૧૩ ઇસવીસનમાં થયું હતું. દેશ અને વિદેશમાંથી અનેક લોકો અહિયાં આવતા હોય છે. નવરાત્રીનો તહેવાર અહિયાં બહુ સુંદર રીતે અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

૧૬. મંગેશી મંદિર
ગોવાનું આ મંદિર મોર્ડન અને જૂની હિંદુ વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે. આ મંદિર એ ભગવાન શિવના અવતાર ભગવાન મંગેશીને સમર્પિત છે. પુરાણોની વાર્તાનું માનીએ તો અહિયાં સ્વયં ભગવાન બ્રમ્હાએ લિંગની સ્થાપના કરી હતી. દર સોમવારે અહિયાં ભગવાન શિવની યાત્રા કાઢવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here