ગિરનારની લીલી પરિક્રમા – જાણો કેવી રીતે થઇ શરૂઆત અને શું છે ખાસ વિશેષતા…એક ક્લિક માં સંપૂર્ણ માહિતી

0

ગીરનાર પર્વતને વચ્ચે રાખીને તે પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે આ પરિક્રમામાં અનેક લોકો જોડાય છે. આપણા ગિરનારમાં ૩૩ કરોડ દેવતાઓ વાસ કરે છે અને જયારે તમે લીલી પરિક્રમા કરો છો ત્યારે એ દરેક દેવતાઓની પૂજા કર્યાનું પુણ્ય મળે છે.

તમે સામાન્ય રીતે જુનાગઢમાં દરવર્ષે બે વાર લોકો વધુ પ્રમાણમાં આવતા હોય છે એક તો તમે જાણતા જ હશો કે જયારે મહાશિવરાત્રીનો મેળો ભરાય ત્યારે અને બીજી આ ગિરનારની લીલી પરિક્રમા શરુ થાય ત્યારે. ગુજરાતના અનેક લોકો તો આ પરિક્રમામાં ભાગ લેવા આવે જ છે પણ હવે તો દેશના બીજા રાજ્યોમાંથી પણ હવે લોકો આ પરિક્રમામાં ભાગ લેવા માટે આવે છે. દિવાળી પછીના સમય દરમિયાન અહિયાં લોકોના ટોળે ટોળા જોવા મળે છે. તળેટીમાં અનેક લોકો પોતાની ભક્તિ પ્રદર્શિત કરતા હોય છે.

દિવાળી પછી અને જલારામ જયંતી પછી દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી આ રસ્તો ખુલ્લો મુકવામાં આવે છે. આ વર્ષે આ લીલી પરિક્રમા એ ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી ચાલવાનો છે. આ સમય દરમિયાન અનેક લોકો આ પરિક્રમામાં ભાગ લેતા હોય છે. અહિયાં વિવિધ જાતિ અને વિવિધ ધર્મના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભાગ લેતા હોય છે.

ગુજરાત સિવાય અહિયાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યના લોકો જોડતા હોય છે. દુર દુર રાજ્યના લોકો અહિયાં ગિરનારની સંસ્કૃતિ અને વર્ષો જુના વારસાને જોવા અને ગિરનારના કુદરતી સોંદર્યને માણવા આવતા હોય છે. આ લીલી પરિક્રમામાં દર વર્ષે ૮ લાખથી પણ વધુ લોકો જોડતા હોય છે અને દર વર્ષે આ સંખ્યામાં વધારો થતો જોઈ શકાય છે.

લીલી પરિક્રમાની શરૂઆત એ ભવનાથની તળેટીથી કરવામાં આવે છે. અહિયાં દૂધેશ્વરમહાદેવ મંદિર આવેલ છે ત્યાં દર્શન કરીને તમે આ લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. લીલી પરિક્રમા એ કુલ ૩૬ કિલોમીટરનો રસ્તો છે. આ પરિક્રમા દરમિયાન તમને ગિરનારના ગાઢ જંગલો અને તેની સુંદરતાના દર્શન થશે. જંગલના રસ્તામાં તમને વાંસના જંગલો, સુંદર અને નયનરમ્ય ઝરણાંઓ વગેરે જેવી સુંદર જગ્યાઓ જોવા મળશે. જો તમને કુદરતી સુંદરતા માણવાનો અને તેના સાનિધ્યમાં રહેવું ગમતું હોય તો આ જગ્યા અને આ સમય એ તમારી માટે સૌથી સુંદર સમય છે. આ સંપૂર્ણ પરિક્રમા દરમિયાન તમને ઘણાબધા મંદિરોના દર્શન થશે.

અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:

  • ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર
  • ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર
  • માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર
  • બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર

લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે:

પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું.

ઈંટવા ઘોડી આ સ્થળ એ ભવનાથ તળેટી અને ઝીણાબાવાની મઢી વચ્ચે આવેલ જગ્યા છે. તેના પછી માળવેલા ઘોડી આવે છે આ જગ્યાને પાર કરવી એ થોડી અઘરી વસ્તુ છે. અને આની પછી આવતી નાળ પાણીની ઘોડી એ સૌથી વધુ કષ્ઠદાયી છે આ જગ્યા એ ઘણી ઉંચાઈ પર આવેલ છે. અહિયાં ચઢવા માટે તમારે એકદમ સીધું ચઢાણ ચઢવું પડશે તે થોડી ડર લાગે એવી જગ્યા પણ છે.

પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે:

પરિક્રમા દરમિયાન ઘણી બધી નાની મોટી સંસ્થાઓ એ સેવાભાવથી આ પરિક્રમામાં આવતા લોકોને દવાઓ અને ભોજનની સેવા પૂરી પાડે છે. અહિયાં અનેક લોકો એ ચાલતા જતા મિત્રોને સેવા આપે છે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેઓ સેવા કરતા હોય છે. અહિયાં રાત્રી રોકાણ દરમિયાન અનેક ભજનીકો ભજન અને ડાયરા કરતા પણ નજરે ચઢે છે. અહિયાં લોકોના સ્વાસ્થ્યને લગતા અનેક આરોગ્યકેન્દ્રો પણ ઉભા કરેલા હોય છે.

જુનાગઢની આ પરિક્રમામાં જોડાવા માટે તમારે ગુજરાત એસટી દ્વારા જુનાગઢ પહોચવાનું રહેશે. તમે ઈચ્છો તો પ્રાઇવેટ સાધન દ્વારા પણ અહિયાં જઈ શકો છો. બહુ દુરથી આવતા લોકો એ ટ્રેન દ્વારા પણ અહિયાં પહોચતા હોય છે.

આવો આપણે પણ આ પાવનકારી ઘડીનો લાભ લઈએ અને આ માહિતી બીજા લોકો સુધી પહોચે અને મદદરૂપ થાય તે માટે વધુને વધુ શેર કરીએ.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here