સવારે આ 1 વસ્તુનો એક ટુકડો ખાઈ લો, ક્યારેય નહિ થાય ગેસ અને છુટકારો મળશે કબજિયાતમાંથી

1

ફાસ્ટ ફૂડ પડતું સેવન, અનિયમિત ખોરાક, અને ખોરાક યોગ્ય રીતે ન પચાવી શકવાના કારણે કબજિયાત અને ગેસની સમસ્યા થાય છે. આજે, ભારતમાં લગભગ 70 ટકા લોકો કબજિયાતની સમસ્યાથી પીડાય છે. આ બધી આદતોને લીધે કબજિયાત એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ પાચનતંત્રની મોટી બીમારી છે. સામાન્ય દેખાતો આ રોગ તેની સાથે બીજા ઘણા રોગો લાવે છે. કબજિયાતમાં મળત્યાગ વખતે, પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો થાય છે, જે ક્યારેક વ્યક્તિના આંતરડાને પણ નુકસાન પહોંચાડે છે. કુદરતમાં એવા ઘણા બધા ફળો અને શાકભાજી ઉપલબ્ધ છે, જે તમને પેટમાં થતા રોગોમાં રાહત આપે છે જેમ કે કબજિયાત અને અપચો. આ ફળો ખાવાથી, કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે. આજે અમે તમને કબજિયાતથી બચવા માટેનો એક રામબાણ નુસખો જણાવીશું જે ખૂબ ફાયદાકારક છે.

કબજિયાત માટે આદુ

આદુ એક એવી ઔષધિ છે જેમાં ઘણા રોગોનું સમાધાન રહેલું છે. ફક્ત તેના વિશે સાચી જાણકારીની જરૂર છે. જો કબજિયાત વિશે વાત કરીએ તો આ એક સારો ઉપાય છે. સવારે ખાલી પેટ, ગરમ પાણી સાથે, આદુનો એક ટુકડો ખાવાથી કબજિયાત અને ગેસનું નામનિશાન સાફ થઇ જાય છે. ત્યારે જમવાના અડધો કલાક પહેલા, જો આદુનો ટુકડો ખાવામાં આવે, તો ગેસની સમસ્યા હંમેશા દૂર થાય છે. આદુને ચામાં નાખીને પીવાથી ચાનો સ્વાદ અને તેના ફાયદા બંને મળે છે. આ ઉપરાંત, શાકભાજી, દાળ અને પરાઠામાં આદુની પેસ્ટ પણ નાખી શકાય છે.

આદુના રસને રોજ સવારે પીવાથી ઘણા ફાયદા થાય છે. આડું રસમાં લીંબુ નાખીને સારી રીતે મિક્સ કરીને તેને એક જ ઘૂંટડામાં પી જાઓ. આ નિયમિત રૂપે પીવાથી થોડા જ દિવસોમાં તમારું પેટ ફૂલવાની સમસ્યા દૂર થઇ જશે.

આદુના ફાયદા

આદુને હંમેશા ખાંસી માટે શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. ખાંસી આવવા પર, આદુના નાના ટુકડાઓને તેના સમાન પ્રમાણમાં મધ સાથે ગરમ કરીને દિવસમાં બે વાર લો. તેનાથી ખાંસી આવવી બંધ થઇ જશે અને ગ્લાનિ ખરાશ પણ જતી રહેશે.

આદુના નિયમિત સેવનથી ભૂખ ન લાગવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. જો તમને ભૂખ ઓછી લાગે છે, આદુને ઝીણું કાપી લો, અને તેમાં થોડું મીઠું નાખીને દિવસમાં એકવાર એમ સતત આઠ દિવસ સુધી ખાઓ. તેનાથી પેટ સાફ થશે અને વધુ ભૂખ લાગશે.

પેટની સમસ્યાઓ માટે આદુ ખૂબ ફાયદાકારક છે. તે અપચો અને પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે. આદુને અજમો અને લીંબુના રસ સાથે ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. તેનાથી પેટમાં ગેસ નથી થતો, અને ખાટા ઓડકાર આવવાનું બંધ થાય છે. તે જ સમયે, કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

આદુના સેવનથી ત્વચા સુંવાળી અને ચમકદાર બને છે. જો તમે પણ તમારી ત્વચાને આવી આકર્ષિત બનાવવા માંગો છો, તો સવારમાં એક ગ્લાસ હૂંફાળા પાણી સાથે આદુનો એક ટુકડો જરૂર ખાઓ. જેનાથી તમારી ત્વચામાં ચમક પણ આવશે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો.

શરદી થવા પર આદુનું સેવન તમને રાહત આપે છે. જ્યારે શરદી થાય ત્યારે આદુવાળી ચા પીવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત, મધમાં આદુનો રસ ઉમેરીને ગરમ કરીને પીવાથી ઝડપી રાહત મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here