દલાલોનાં ચક્કર છોડો, હવે ઘરે બેસીને માત્ર 300 રૂપિયાના ખર્ચે મેળવો ડ્રાઇવિંગ લાઇસન્સ …

0

આજકાલ જે રીતે સરકારી નિયમોમાં બદલાવ છે, તો સમય સમય પર અપડેટ્સ લેતા રહેવું અત્યંત જરૂરી છે. સાથે જ સાચી માહિતી હોવી એ ફાયદા પણ તમને નુકશાનમાંથી બચાવશે. જો તમે બાઇક, કાર અથવા ટ્રક ચલાવતા હોવ તો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસેંસ હોવું જરૂરી છે.ભારતના રસ્તાઓ અને હાઇમાર્ગો પર ગાડી ચલાવવા માટે મોટર વ્હીકલ એક્ટ એ 1988 ની કલમ ત્રણ અનુસાર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ) હોવું જરૂરી છે. પરંતુ ઘણી વાર લોકો ડીએલ બનાવા માટે આરટીઓ ઑફિસના ધક્કા ખાતા પડે છે તો પણ ડ્રાઇવિંગ લાયસન્સ ઝડપથી બનતું નથી.ઘણા લોકો તો દલાલોની વાતોમાં આવીને વધુ પૈસા આપવા માટે પણ મજબૂર બની જતાં હોય છે. પરંતુ અમે તમને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની સરળ રીત વિશે જણાવીએ છીએ જે જાણવાટી તમે જાતે પણ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી મેળવી શકો છો. અને દલાલોની ચુંગળમાં ફસાતા બચી જશો.ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે તમે રાજ્યના પરિવહન વિભાગની વેબસાઇટ પર જવું પડશે. ત્યાં આપવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ભરો. ત્યારબાદ ઓળખના પુરાવા રૂપે બે દસ્તાવેજો અને જન્મ સંબંધી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો. . તમે તમારી સગવડતા અનુસાર કોમ્પ્યુટરાઈઝ્ડ ટેસ્ટ માટે તારીખ લઈ શકો છો.અરજદારોએ નક્કી કરેલ તારીખ સુધીમાં ઑફિસમાં ઑનલાઇન ફી જમા કરાવવાની રહેશે. આ દરમિયાન કમ્પ્યુટરાઇઝ્ડ ટેસ્ટ પણ લેવામાં આવશે. જેવી ટેસ્ટ પાસ કરશે કે અરજદારને લર્નિંગ લાયસન્સ આપવામાં આવશે. તેના પછી એક થી છ મહિના વચ્ચે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો અને સ્થાયી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો.

30 રૂપિયામાં લર્નિંગ લાઇસન્સ અને 300 રૂપિયામાં પરમેન્ટ લાઇસન્સ

તમે દલાલોથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે 800 થી એક હજાર રૂપિયા સુધી આપો છો. પરંતુ હવે તમે ઑનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ એકલું બનાવવું જ સરન નથી પણ તેની ફીસ પણ ખુબ ઓછી છે. માત્ર 30 રૂપિયા આપીને તમે લર્નિંગ લાઇસેન્સ મેળવી શકો છો. અને ત્યાં 300 રૂપિયામાં પરમેન્ટ લાઇસન્સ મેળવી શકો છો.
તમારા ઇ-બેકિંગ સાથે જોડાવાથી ફીઝ પણ ઑનલાઇન ભરી શકો છો. છે. હાલમાં જ વિભાગિય સોફ્ટવેરને ઇ-બેંકિંગથી જોડવામાં આવ્યું નથી. અરજદારને ઑનલાઇન અરજી પછી ફીઝ જમા કરવી, ઓફિસે ભરવા જવાનું રહેશે.

મોબાઈલ ફોનથી પણ ભરી શકો છો ફી :

ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે તમે મોબાઇલ ફોન વડે પણ ઑનલાઇન એપ્લાય કરી શકો છો. તમારા મોબાઇલ ફોનથી જ તમે નવી ડીએલ બાનવવાથી લઈને ડુપ્લિકેટ, ડીએલ રીન્યુવલ, ડીએલ બ્લોકીંગ થી લઇને આરસી અને નોડ્યુસ પ્રમાણપત્ર પણ બનાવી શકો છો.

ઓલાઇન મોબાઇલ ફોન પર ડીએલ બનાવવાની માટે તમે તમારા રાજ્યની પરિવહન કાર્યાલયની વેબસાઇટમાં ફોનની બ્રાઉઝરમાં ઓપન કરી શકો

આ પછી વેબસાઇટ પર આપેલ ઑનલાઇન ફોર્મ ઓપન કરી એમાં માગેલી જાણકારીઓ ફિલ કરી તેને સબમિટ કરો.

ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી નાખો અને માંગેલા દસ્તાવેજો અને ટ્રાન્સપોર્ટ ઑફિસ દ્વારા નક્કી કરેલ ફીઝ સાથે ઓફિસમાં જમા કરાવો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here