ગરુડ પુરાણની આ 4 વાતોનું રાખો ધ્યાન, સફળતા સામેથી ચાલીને તમારા કદમ ચૂમશે

0

એવા ઘણા ઓછા લોકો હશે જે ગરુડ પુરાણ વિશે જાણતા હશે. ગરુડ પુરાણમાં સ્વર્ગ નર્ક પાપ-પુણ્ય સિવાય ઘણી બધી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે. જેમાં જ્ઞાન-વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની વાતો જણાવવામાં આવી છે. ગરુડ પુરાણમાં એક તરફ વ્યક્તિનું જીવન સમાપ્ત થવાના રહસ્ય વિશે જણાવવામાં આવ્યું છે તો બીજી બાજુ વ્યક્તિના જીવનનું રહસ્ય પણ જાણવા મળે છે.

ગરુડ પુરાણના માધ્યમથી આપણને ઘણી શીખો મળે છે. ગરુડ પુરાણમાં વ્યક્તિનું જીવન સમાપ્ત થવા પહેલા અને તેના પછીની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે. આ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને તેમના જ્ઞાન પર આધારિત છે. દરેક વ્યક્તિએ આ પુરાણ અચૂક વાંચવું જ જોઈએ. ગરુડ પુરાણને હિન્દૂ ધર્મના પ્રસિદ્ધ શ્રમિક ગ્રંથોમાંનું એક માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં મનુષ્ય જાતિના જીવન વિશે ઘણી સારી જાણકારીઓ આપવામાં આવી છે, જેના વિશે આપણે પણ અવશ્ય જાણવું જોઈએ.

આજે અમે તમને આ લેખ દ્વારા ગરુડ પુરાણની કેટલીક એવી બાબતોથી માહિતગાર કરાવીશું કે જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે પોતાના જીવનમાં કદી પણ અસફળ નહિ થાઓ. આ વાતોને ધ્યાનમાં રાખીને તમે પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો.

તો ચાલો જાણીએ ગરુડ પુરાણમાં જણાવેલી આવી જ કેટલીક વાતો વિશે:

સતર્કતા અને સંયમ

ગરુડ પુરાણના નીતિસારમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુ સાથે હંમેશા સતર્ક અને સંયમ રહીને વ્યવહાર કરવો જોઈએ. શત્રુ સતત તમને નુકશાન પહોંચાડવાની કોશિશ કરતા રહેશે. આવી પરિસ્થિતિમાં જો તમે ચતુરાઈ નહિ દાખવો તો નુકશાન થઇ શકે એમ છે. એટલે જ જેવા શત્રુ હોય તેવી જ નીતિનો ઉપયોગ કરીને તમે શત્રુ પર નિયંત્રણ રાખી શકો છો.

કપડાં સાફ અને સુગંધિત રાખવા

જો કોઈ વ્યક્તિને ધનવાન બનવાની ઈચ્છા હોય અને પોતાનું ભાગ્ય બનાવવા માંગતા હોય તો એના માટે તમારે સાફ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ ગંદા વસ્ત્રો પહેરે છે તો તેમનું સૌભાગ્ય નષ્ટ થઇ જાય છે. જે ઘરમાં આવા લોકો હોય છે કે જે ગંદા વસ્ત્રો ધારણ કરે છે એ ઘરમાં ક્યારેય પણ ધનની દેવી માતા લક્ષ્મીજીનો વાસ નથી હોતો. એ ઘરમાંથી સૌભાગ્ય જતું રહે છે અને દરિદ્રતા જ રહે છે. આ જ બધા કારણોને લીધે આપણે સાફ અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ જેથી આપણા ઉપર લક્ષ્મી દેવીની કૃપા બની રહે.

શરીર રહે નિરોગી

જો વ્યક્તિ સંતુલિત આહારનું સેવન કરે તો તેનું શરીર સ્વસ્થ રહે છે. સંતુલિત આહારથી જ એક સારું સ્વાસ્થ્ય બનાવી શકાય છે અને બીમારીઓથી દૂર રહી શકાય છે. ભોજન જ આપણા શરીરનો મુખ્ય સ્ત્રોત હોય છે. આપણને સૌથી વધુ બીમારીઓ તો અસંતુલિત આહારને લીધે થાય છે. જેને કારણે આપણું પાચનતંત્ર ઠીકથી કામ નથી કરતુ. જેથી આપણે આપણા પાચનતંત્રને સ્વસ્થ બનાવવા માટે સંતુલિત આહારનું સેવન કરવું જોઈએ. જેનાથી આપણે રોગોથી બચી શકીશું.

તુલસીનું મહત્વ

ગરુડ પુરાણ સિવાય પણ ઘણા પુરાણોમાં તુલસીનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તુલસીને ઘરમાં રાખવામાં આવે તો એનાથી બધા જ પ્રકારના રોગોથી છુટકારો મળે છે. જો તુલસીનું રોજ સેવન કરવામાં આવે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. જો તમે પણ તમારા ઘરમાં તુલસી રાખો છો અને એને રોજ પાણી ચડાવો છો તો તમારા જીવનમાં આવનારી બધી જ તકલીફો દૂર થાય છે. તુલસીને ભગવાનના પ્રસાદના રૂપમાં સેવન કરવાથી બધા જ શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે. જો ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here