ગંગાજળ ક્યારેય નથી થતું ખરાબ જાણો શું છે હકીકત તેની પાછળ, વૈજ્ઞાનિક કારણ અને ઊંડું રહસ્ય વાંચવા માટે ક્લિક કરો.

0

લગભગ દરેક હિંદુ ઘરમાં ગંગાજળ હશે જ. લગભગ દરેક પૂજામાં કરવાની હોય છે ત્યારે ગંગાજળનો ઉપયોગ થતો જ હોય છે. ચરણામૃતમાં પણ ઘણી જગ્યાએ ગંગાજળનો ઉપયોગ થતો હોય છે. કહેવાય છે કે મૃત્યુના સમયે પણ જો જે તે વ્યક્તિના મોમાં બે ટીપા ગંગાજળ આપી દો તો એ વ્યક્તિને સ્વર્ગ મળે છે. આપણા દેશમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે અને આ જળ ક્યારેય ખરાબ થતું નથી.

મિથક કથાઓમાં, વેદ, પુરણ, રામાયણ અને મહાભારત જેવા દરેક ધાર્મિક ગ્રંથમાં ગંગા નદીનો અદ્ભુત મહિમા બતાવવામાં આવ્યો છે. ઘણા ઈતિહાસકારો જણાવે છે કે સમ્રાટ અકબર એ પોતે પણ ગંગાજળ પીતા હતા. તેઓ તેમના મહેમાનો’ને પણ ગંગાજળ પીવા માટે આપતા હતા. હવે પ્રશ્ન એ થાય છે કે ગંગાજળ એ ખરાબ કેમ નથી થતું?

હિમાલયમાંથી નીકળતી નદી ગંગા એટલા માટે પણ નથી ખરાબ થતું કારણકે ગંગાજળમાં ગંધક, સલ્ફર અને ખનીજની વધારે માત્રા જોવા મળે છે.

રાષ્ટ્રીય જળ વિજ્ઞાન સંસ્થાન રૂડકીના નિદેશક ડૉ. આરડી સિંહ જણાવે છે કે હરિદ્વારના ગૌમુખ ગંગોત્રીથી આવી રહેલી ગંગા જળ એ ગુણવત્તા પર કોઈપણ ખરાબ પ્રભાવ નથી પાડી શકતા કારણ કે હિમાલય પર્વત પર ઉગેલી અનેક જીવનદાયની જડીબુટ્ટીને સ્પર્શીને એ જળ આવતું હોય છે એટલા માટે એ પાણી એ લોકોને સ્વસ્થ રાખે છે.

બીજા અનેક કારણો
વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. મુકેશ કુમાર શર્મા જણાવે છે કે ગંગાનું પાણી ખરાબ ના થવાના અમુક વૈજ્ઞાનિક કારણો પણ છે. એક એ છે કે ગંગાજળમાં બેત્રીયા ફોસ નામના બેક્ટીરીયા રહેલા હોય છે. જે પાણીની અંદર રસાયણિક ક્રિયાઓથી ઉત્પન્ન થવાવાળા અનઇચ્છનીય પદાર્થને નાશ કરે છે. આનાથી ગંગાજળ એ શુદ્ધ બને છે. બીજું ગંગાના પાણીમાં ગંધક વધારે માત્રામાં હોય છે એટલા માટે ગંગાજળ એ ખરાબ નથી થતું.

આપણે જ કરી છે ગંગાને મેલી
ડૉ.સિંહ જણાવે છે કે ગંગા હરિદ્વારથી આગળ બીજા શહેરોમાં આગળ વધતી રહે છે એમ જ શહેરો, નગર નિગમો અને ખેતીવાડીનો કચરો અને ઔદ્યોગિક રસાયણોનું મિશ્રણ ગંગામાં નાખવામાં આવે છે. આજ કારણે કાનપુર, વારાણસી અને ઇલ્હાબાદમાં ગંગાનું પાણી એ પીવાલાયક નથી હોતું.

જાતે જ સાફ થાય ગંગા
લાંબા સમયથી ગંગા પર શોધ કરતા પ્રોફેસર સ્વરૂપ ભાર્ગવનું કહેવું છે કે ગંગાને સાફ કરવાવાળું તત્વ એ ગંગાની તળેટીમાં જ રહેલ છે અને તેના કારણે ગંગા જાતે જ સાફ થઇ જાય છે.

પ્રોફેસર ભાર્ગવ વિચારે છે કે ” ગંગોત્રીમાંથી આવનારું મોટાભાગનું પાણી હરિદ્વારની નહેરોમાં નાખી દેવામાં આવે છે. નરોરા પછી ગંગામાં મુખ્યત્વે ભુગર્ભથી રીચાર્જ થયેલ અને બીજી નદીઓનું પાણી આવે છે. આં સિવાય પણ બનારસ સુધી પણ ગંગાનું પાણી બગડતું નથી. આનો અર્થ થાય છે કે નદીની તળેટીમાં વહેતા પાણીમાં જ ગંગાને સાફ કરવાનું તત્વ રહેલ છે.

ડોક્ટર ભાર્ગવ જણાવે છે કે ગંગાના પાણીમાં વાતાવરણમાંથી ઓક્સિજન ખેચવાની ક્ષમતા અદ્ભુત હોય છે. બીજી નદીઓની સામે ગંગામાં ગંદકી સાફ કરવાની ક્ષમતા પણ ૧૫ થી ૨૦ ગણી વધારે હોય છે. બીજી નદીઓ એ ગંદકીને ૧૫ થી ૨૦ કિલોમીટર વહી ને સાફ કરે છે એ જ ગંદકીને ગંગા એ ૧ કિલોમીટર વહીને સાફ કરી શકે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here