Film ડાયરેકટરના પ્લાનિંગથી અજાણ હતી આ માસુમ અભિનેત્રી, શુટિંગ વખતે સાચે કર્યો રેપ…

0

1972 માં રીલીઝ થયેલી ફિલ્મ ‘लास्ट टैंगो इन पेरिस’ અચાનક થી જ વિવાદો માં આવી ગઈ છે. કારણ છે ફિલ્મમાં બતાવામાં આવેલો રેપ સીન. ફિલ્મના ડાયરેકટર ‘બર્નાડો બેતોર્લુચી’ ( Bernardo Bertolucc) એ એક હાલના ઈન્ટરવ્યુંમાં સ્વીકાર કર્યું છે કે તેમણે ફિલ્મનો રેપ સીન લીડ એક્ટ્રેસ ‘મારિયા શ્રાઇડર’ ની મરજી વગર શૂટ કર્યો હતો. ડાયરેકટરનાં આધારે, સીન ને રીયલસ્ટીક બનાવા માટે તેણેવું કરવું પડ્યું હતું. મારિયાને લાગ્યું કે જાણે વાસ્તવમાં જ તેનો રેપ થઇ રહ્યો છે.

બેતોર્લુચીનું કહેવું છે કે રેપ સીન તેણે એક્ટર માર્લોન બ્રાંડો ની સાથે ડિસ્કસ કર્યું હતું. જો કે, આ પ્લાન તેઓએ મારિયા સાથે રીવીલ કર્યું ન હતું. સાથે જ બેતોર્લુચી નાં પ્રમાણે આ સીનનો આઇડીયો ભયાનક હતો. પણ તેને આ બાબતનો કોઈ પછતાવો નથી. જો કે, 2007 માં થયેલા એક ઇન્ટરવ્યુમાં મારિયાએ એ બાબતનો ખુલાસો કર્યો હતો કે તેનો વાસ્તવમાં રેપ થયો ન હતો. પણ તે સમયે તે ખુદને રેપ વિકટીમ ની જેમ ફિલ કરી રહી હતી. મારિયાએ જણાવ્યું કે, ‘સીન ઓરીજીનલ સ્ક્રીપ્ટનો હિસ્સો ન હતો. હકીકત એ છે કે તે માર્લોનનો આઇડીયો હતો. તેણે મને મૌકા પર જ જાણ કરી જ્યારે અમે શૂટ કરવા માટે ગયા. મને ત્યારે ખુબ જ ગુસ્સો પણ આવ્યો હતો.

મારિયાએ એ પણ જણાવ્યું કે, ‘મારે મારા એજન્ટ કે લોયરને બોલાવાની જરૂર હતી. કેમ કે જે વસ્તુ સ્ક્રીપ્ટમાં નથી, તેને તેઓ જબરજ્સ્તી ન કરાવી શકે. પણ તે સમયે હું આ બધું જાણતી ન હતી. હું ખુદને અપમાનિત મહેસુસ કરી રહી હતી. ઈમાનદારીથી કહું તો મને લાગી રહ્યું હતું કે, ‘જાણે બેતોર્લુચી અને માર્લોને મળીને મારો રેપ કર્યો છે. સીન બાદ પણ ન તો માર્લોને મને કોઈ તસલ્લી આપી ન માફી માંગી.

ખુલાસા બાદ ગુસ્સામાં ઓડીયન્સ:

બેતોર્લુચીનાં ખુલાસાએ લોકોને ગુસ્સાથી ભરી દીધા છે. લોકો ટ્વીટર પર તેમના વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ટ્વીટસ માં લોકોએ કહ્યું છે કે, ‘लास्ट टैंगो इन पेरिस’ માં એક્ચ્યુઅલ રેપ બતાળવામાં આવેલો છે, તે કોઈ એક્ટેડ સીન નથી. તેને ક્યારેય પણ જોવું ન જોઈએ. અમુક લોકો તો બેતોર્લુચી ની આલોચના પણ કરી રહ્યા છે. ઘણા બોલીવુડ સેલેબ્સ પણ બેતોર્લુચીનાં ખુલાસાનો વિરોધ કરી રહ્યા છે. એક્ટ્રેસ ‘જેસિકા ચાસ્તેને’ ટ્વીટર પર લખ્યું છે કે, ‘આ ફિલ્મને પસંદ કરાનારા દરેક લોકો માટે, તમે 48 સાલના આદમી દ્વારા 19 વર્ષની છોકરીનો રેપ થતો જોઈ રહ્યા છો. ડાયરેક્ટરે તેના પર અટેકનો પ્લાન બનાવ્યો હતો. મને નફરત થઇ રહી છે’. આવી જ રીતે એક્ટર ક્રીસ ઈવાને લખ્યું કે, ‘મને સમજમાં નથી આવી રહ્યું, તેને શા માટે છોડી દેવામાં આવ્યો? તેને તો જેલ થવાની જરૂર હતી’.

2011 માં થઇ ચુક્યું મારિયાનું નિધન:

‘लास्ट टैंगो इन पेरिस’ એક આદમીની કહાની છે, જે પત્નીના સુસાઈડ બાદ ફરીથી અફેઈર માં પડી જાય છે. ફિલ્મ દુનિયાની સૌથી વિવાદિત ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. તેની રીલીઝે લોકોને ચોંકાવી દીધા હતા. કેમ કે ફિલ્મમાં શારીરિક સંબંધ અને રેપ ને મૂળ રૂપમાં બતાવવામાં આવેલું છે. જણાવી દઈએ કે મારિયા એ ફિલ્મમાં જીન નામની છોકરીનો રોલ પ્લે કર્યો હતો. તે સમયે તેની ઉમર 19 વર્ષની હતી. જ્યારે માર્લોન 48 વર્ષના હતા. 3 ફેબ્રુઆરી 2011 નાં રોક કેન્સર ને લીધે 58 વર્ષની ઉંરમાં મારિયાનું નિધન થઇ ગયું હતું, સાથે જ 2004 માં માર્લોન પણ દુનિયા છોડીને જઈ ચુક્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!