એકપણ રૂપિયાનું દાન નથી લેવાતું વીરપુરમાં, તો પછી કેવી રીતે ચલાવે છે તેઓ અન્નક્ષેત્ર વાંચો અને જાણો બીજી રસપ્રદ વાતો..

0

આમ તો આપણા ગુજરાતમાં ઘણા બધા મંદિરો અને ઘણા બધા ધાર્મિક સ્થળો આવેલ છે. આપણી સૌરાષ્ટ્રની ભૂમિને તો સંતો અને મહંતોની ભૂમિ કહેવામાં આવે છે.રાજકોટ પાસે આવેલ વીરપુર ગામમાં જલારામ બાપાનું ધામ આવેલ છે. વીરપુર એ લોહાણા વ્યક્તિઓ માટે તો ખાસ છે જ પણ ત્યાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકોને પ્રવેશ અપાય છે. જલારામ બાપાનું આ મંદિર એ ત્યાની આસ્થા અને માનતા માટે આખા વિશ્વમાં બહુ પ્રખ્યાત છે. અહિયાં ગુરુવારના દિવસે તો અઢળક ભીડ હોય જ છે પણ સામાન્ય દિવસો દરમિયાન પણ અહિયાં હજારો લોકોની ભીડ જોવા મળે છે.

જલારામબાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તેમની માતાનું નામ રાજબાઈ હતું, તેમના પિતા ધાર્મિક વ્યક્તિ હતા. જલારામ બાપાને બાળપણથી પ્રભુભક્તિમાં અને સંતો મહંતોની સેવા કરવી બહુ પસંદ હતી, જલારામ બાપના અનોખા પરચાને કારણે તેઓ વિશ્વભરમાં જાણીતા થયા છે. જલારામ બાપાએ પોતાની પત્નીના ઘરેણા વેચીને પણ ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું. જલારામ બાપાએ સંતશ્રી ભોજલરામને પોતાના ગુરુ બનાવ્યા હતા અને વીરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું જે આજે પણ ચાલી જ રહ્યું છે. વીરપુરમાં ચાલી રહેલ અન્નક્ષેત્રમાં દરેકને આવકાર મળે છે. જો તમે પણ ક્યારેક રાજકોટ જાવ તો તેની આગળ આવેલ વીરપુરની મુલાકાત જરૂર લેજો અને ત્યાની પ્રસાદી પણ જરૂર લેજો.

દરરોજ હજારો ભક્તો લે છે આ મંદિરની મુલાકાત અને કોઈપણ પ્રકારના દાન કે કિમત લીધા વગર ભરપેટ ભોજન કરાવવામાં આવે છે.

તમે જો ક્યારેક દાન આપવા જશો તો પણ તમને ત્યાંથી ના કહેવામાં આવશે કારણ કે અહિયાં કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. અહિયાં આવનાર કોઈપણ ભક્ત પાસેથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. લગભગ આખા વિશ્વનું આ ફક્ત એક મંદિર છે જ્યાં એક પણ રૂપિયાનું દાન લીધા વગર લોકોને ભોજન કરાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો આપણા દેશમાં બીજા એવા ઘણા મંદિર છે જ્યાં દરવર્ષે કરોડો તો શું અરબો રૂપિયાનું દાન લેવામાં આવે છે. એ બધા મંદિરની સરખામણીમાં આપણું જલારામ મંદિરએ બહુ અલગ અને અદ્ભુત મંદિર છે.

દાન લીધા વગર કેવીરીતે અહિયાં ચાલે છે અન્નક્ષેત્ર.

આપણા દેશમાં લગભગ દરેક મંદિરમાં અનેક આંકડામાં મળેલ દાનની રકમ જાહેર કરવામાં આવે છે. અને એ રકમ એ કરોડોની સંખ્યામાં હોય છે. આ કરોડોની રકમના લીધે ત્યાના જે વહીવટ કરતા લોકો હોય છે તેમના પર અનેક પ્રકારની શંકા કરવામાં આવે છે. જયારે કોઈ વ્યક્તિ એ પહેલીવાર એ મંદિરની મુલાકાત લેતા હશે અને તેઓ જયારે બાપાના ચરણમાં કોઈ પૈસા મુકો છો તો ત્યાં ઉભેલ સ્વયંસેવકો એ પૈસા તમને પરત આપશે અને બહુ નમ્રતાથી તમને એ રકમ પરત લઇ લેવા માટે જણાવશે. તમે ઘણા મંદિરોમાં મોટી મોટી પેટીઓ બનાવેલ જોઈ હશે અને તેની પર મોટા અક્ષરે દાનપેટી એવું લખેલું હોય છે અને અમુક મંદિરોમાં તો દાન સ્વીકારવા માટેનું સ્પેશ્યલ કેબીન અથવા તો ઓફીસ બનાવેલ હોય છે. જયારે વીરપુર જલારામ મંદિરમાં સ્વયંસેવકોને એટલા માટે ઉભા રાખવામાં આવે છે કે કદાચ કોઈ ભૂલથી પણ રૂપિયા જલારામ બાપાના મંદિરમાં ક્યાય મુકે નહિ.

વીરપુરનું જલારામ મંદિર એ ફક્ત આપણા ગુજરાતમાં જ નહિ પણ દેશ અને વિદેશમાં પણ એટલું જ પ્રખ્યાત છે. અહિયાં આવવાની બાધા માત્ર રાખવાથી પણ તમારી મનોકામના પૂર્ણ થઇ જાય છે. મનોકામના પૂર્ણ થયા પર તમારે અહિયાં કોઈપણ દાન આપવાનું નથી હોતું. હવે જયારે આમ કોઈપણ પ્રકારના દાન વગર આટલું મોટું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તો કેવીરીતે આ સવાલ એ કોઈપણ સામાન્ય વ્યક્તિને થાય.

૨૦૦૦ ના વર્ષથી જલારામ બાપની પાંચમી પેઢીના વ્યક્તિઓએ કોઈપણ દાન સ્વીકાર કરવાનું બંધ કરી દીધું હતું. પહેલા મંદિરમાં રોકડ, અનાજ અને બીજું ઘણું બધું દાન આવતું હતું. પણ જયારે દાન સ્વીકાર કરવાની ના કહેવાઅ આવી ત્યારે સ્વાભાવિક રીતે જ લોકોએ સવાલ કર્યા ત્યારે તેઓને જણાવવામાં આવ્યું કે મંદિરમાં પુરતું દાન આવી ગયું છે અને એ દાનથી આવનારા ૧૦૦ વર્ષો સુધી આમજ અન્નક્ષેત્ર ચાલુ જ રહેશે.

કોઈપણ વ્યક્તિના સન્માનને ઠેસ પહોચાડ્યા વગર ખુબ જ નમ્રતાથી દાન સ્વીકાર કરવાની મનાઈ કરવામાં આવે છે. તમે આજે પણ જયારે વીરપુર દર્શન કરવા જશો ત્યારે તમને ત્યાં કોઈપણ દાનપેટી જોવા મળશે નહિ. અત્યારના સમયમાં પણ વીરપુર ધામમાં અનેક દેશ અને વિદેશના લોકો અહિયાં દર્શન કરવા માટે આવતા હોય છે. દિવસે ને દિવસે અહિયાં ભક્તોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.આ જગ્યાએ સતત અન્નક્ષેત્ર ચાલતું જ રહે છે.

તમે પણ ત્યાં ગયા હોવ તો તમારા અનુભવ શેર કરો અને કોમેન્ટમાં ફોટો પણ અપલોડ કરી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here