એકદમ અસરકારક છે આ 7 ઉપાય, ઝડપથી ઓગાળશે પેટ ને કમરની ચરબી – જાણો શું કરવાનું રહેશે

દરરોજની 500-600 કેલરી બર્ન કરવાથી અને યોગ્ય ખોરાક લેવાથી તમે તમારા પેટ પરની વધારાની ચરબીને દૂર કરી શકો છો એવું નથી. જીમમાં પરસેવો પાડ્યા બાદ અને ડાયટ ફોલો કર્યા બાદ પણ બેલી ફેટ ઓછું થવાનું નામ જ ન લેતું હોય તો અહીં જણાવેલા ઘરેલૂ ઉપાય એકવાર અજમાવી જુઓ.

સાવ સરળ એવા ઘરેલૂ ઉપાય તમારા પેટ અને કમરની ચારેય બાજુ વધેલી ચરબીને દૂર કરી શકે છે. અહીં જણાવેલા આ ઉપાય તમને નિરાશ નહીં કરે. વજનને કાબૂમાં રાખવા માટે અને કમર અને પેટ પર મેદ ન વધે તે માટે જીમમાં જઈને કસરતો જ કરવી પડે, એવું નથી પણ તમે નિયમિત રીતે વોકિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન જેવી રમતો અને સીડીઓ ચઢ-ઉતર કરવાની સરળ કસરતો પણ કરી શકો છો. આ સિવાય એક જ જગ્યાએ કલાકો સતત બેસી ન રહેવું અને શારીરિક રીતે એક્ટિવ રહેવું.

સવારની શરૂઆત કરો લેમન જ્યૂસથી

જો તમે દરરોજ સવારે લેમન જ્યૂસનું સેવન કરશો તો તેનાથી તમારું શરીર ડિટોક્સીફાઈ થશે અને શરીરમાં રહેલાં ટોક્સિન્સ અને ફેટ પણ શરીરમાંથી બહાર નીકળી જશે. આ સિવાય સવારે નવશેકા પાણીમાં લેમન જ્યૂસ મિક્ષ કરીને પીવાથી તમારું લીવર મજબૂત બનશે અને કમરની આસપાસનું ફેટ પણ ઓગળશે.

ઉપયોગ માટે એક લીંબુ લેવું અને એક ગ્લાસ નવશેકું પાણી લેવું. નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરવું અને રોજ સવારે ખાલી પેટે નિયમિત સેવન કરવું. આનાથી તમારું મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થશે.

બપોરે કે સાંજે પીઓ આ ફેટ બર્નિંગ પીણું

સવારની શરૂઆત નવશેકા પાણી અને લીંબુથી કર્યાના થોડા સમય બાદ ફરી લીંબુનું સેવન કરવું અને આ વખતે તેમાં કેટલીક ફેટ બર્નિંગ વસ્તુઓ મિક્ષ કરવી. તમે લંચ પછી કે સાંજે આ રીતે સેવન કરી શકો છો.

ઉપયોગ માટે 4 ચમચી લીંબુનો રસ લેવો. એક ચમચી મરી પાઉડર, એક ચમચી મધ અને એક ગ્લાસ નવશેકું પાણી. હવે પાણીમાં આ બધી વસ્તુઓને બરાબર મિક્ષ કરી દેવી અને દિવસમાં એક કે બેવાર આ રીતે ફેટ બર્નિંગ પીણું બનાવીને તેનું સેવન કરવું.

વિટામિન સી છે જરૂરી

શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે ફેટ બર્ન કરવામાં સમસ્યા થાય છે, કારણ કે મેટાબોલિઝ્મ માટે આ વિટામિન બહુ જ જરૂરી છે. જો તમારા પેટની ચારેય બાજુ ચરબીના થર છે તો સમજી લેવું કે તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ છે. જેથી એવા ફૂડનું સેવન કરવું જેમાં વધુ પ્રમાણમાં વિટામિન સી મળી રહે છે. પણ કેટલાક એવા ફૂડ છે જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે જેમ કે, આમળા, ઓરેન્જ, લેમન, પપાયા, બ્રોકોલી, કેલ, સ્ટ્રોબેરી, કીવી, ફ્લાવર, કોબીજ, શક્કરિયા વગેરે. આ તમામ ફૂડનું રોજ સેવન કરવું જેથી તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ ન સર્જાય અને તમે એક્સ્ટ્રા ફેટથી બચી શકો છો.

ફુદીનો, કોથમીર, લીમડાની ચટણી ખાઓ

આ વિવિધ હર્બવાળી ચટણીનું સેવન તમારા પેટ પરના વધારાના મેદને દૂર કરવામાં મદદ કરે છે. જી હાં, આ હર્બલ ચટણી ખાવાથી પિત્તાશયમાં વધુ પિત્ત સ્ત્રાવ થાય છે. જે ફેટને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે.

ઉપયોગ માટે 2 ચમચી ફુદીનાના પાન, 2 ચમચી કોથમીર, 10-12 પાન લીમડાના, 1 ચમચી મરચું પાઉડર, ચપટી મીઠું, 2 ચમચી લીબુંનો રસ. હવે ફુદીનો, કોથમીર અને લીમડાના પાનને મિક્સચરમાં પીસી લો. જરૂર લાગે તો તેમાં થોડું પાણી નાખો. હવે તમાં મરચું, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બસ તૈયાર છે ચટણી, હવે ભોજન સાથે આ ચટણીનું સેવન કરો. દરરોજ તાજી ચટણી જ બનાવવી અને ખાવી.

પેટ પરની ચરબી દૂર કરવા બીન્સ ખાઓ

લીન પ્રોટીન જે ચિકન અને બીન્સ જેમ કે સોયાબીન, ચોળા, રાજમા, કાળા અડદ, મસૂરની દાળ, કાબુલી ચણામાંથી મળી રહે છે તે શરીરને હેલ્ધી રીતે સેચુરેટેડ ફેટ ગ્રહણ કરવામાં મદદ કરે છે. જો તમે દરરોજ ચિકન ન ખાઈ શકતા હો કે તમે શાકાહારી હો તો તમારી રોજિંદી ડાયટમાં બીન્સને સામેલ કરો. બીન્સ પેટ પરના ચરબીના થરને દૂર કરવામાં મદદ કરશે. તેમાં લીન પ્રોટીનની સાથે સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ ફાઈબર પણ મળી રહે છે. બીન્સ ધીરે-ધીરે પચે છે, જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ સિવાય બીન્સનું સેવન કરવાથી ડાયાબિટીસ અને હૃદય સંબંધી રોગો સામે પણ રક્ષણ મળે છે.

ઉપયોગ માટે દરરોજ એક કપ કોઈપણ બીન્સનું સેવન કરવું. તેનાથી વધારે નહીં. તમે સવારે બ્રેકફાસ્ટમાં બ્રાઉન બ્રેડની સાથે બીન્સ વાળી સેન્ડવિચ વિથ એગ ખાઈ શકો છો. તમે બીન્સનું સૂપ બનાવીને પણ સેવન કરી શકો છો.

કાકડી કરશે ફેટને દૂર

કાકડીને બેસ્ટ ફેટ બર્નિંગ ફૂડ કહેવાય છે. કાકડીમાં બે ખાસ મિનરલ હોય છે સલ્ફર અને સિલિકોન. આ બન્ને મિનરલ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. કાકડીમાં પાણીની માત્રા પણ વધારે હોય છે. જેથી તે ડાઇયુઅરેટિકનું કામ કરે છે અને પેટ ફુલવાની સમસ્યાને દૂર રાખે છે. પેટ ફુલવાની સમસ્યા પણ પેટ પર ફેટ વધવાનું કારણ છે. જેથી કાકડી અને લીબુંનું સેવન કરવાથી મેટાબોલિઝ્મ સારું રહે છે અને ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.

ઉપયોગ માટે દરરોજ બ્રેકફાસ્ટમાં એક બાઉલ કાકડીનું સેવન કરવું. આ સિવાય તમે દરરોજ લંચમાં કાકડીનું સલાડ ખાઈ શકો છો. કાકડીના સલાડમાં લીંબુનો રસ, કાળા મરીનો પાઉડર, મીઠું અને વિનેગર, ઓલિવ ઓઈલ નાખીને હેલ્ધી સલાડ બનાવી શકો છો. આ સિવાય તમે ગમે ત્યાં જાઓ તમારી સાથે એક કાકડી રાખો. જેથી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે કાકડી ખાઈ શકો છો.

બદામ ખાઈને બેલી ફેટને કરો ઓછું

બદામ એ ઓબેસિટી સામે ફાઈટ કરતું સુપરફૂડ છે. બદામમાં વધુ પ્રમાણમાં સારું ફેટ હોય છે જેની આપણાં શરીરને જરૂર પડે છે. બદામને મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન ઈ અને ફાઈબર જેવા તત્વોનું પાવરહાઉસ કહેવાય છે. જેથી ફેટ બર્ન કરવામાં બદામનું સેવન મદદરૂપ થાય છે. જ્યારે તમારા શરીરમાં સારાં પ્રોટીનની પૂરતી માત્રા હોય છે ત્યારે ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. બદામમાં રહેલું ફાઈબર ન માત્ર પાચનમાં મદદ કરે છે પરંતુ તે ઓવરઈટિંગથી પણ બચાવે છે. જેથી દિવસમાં 10-20 બદામનું સે
વન કરવું પણ હાં, સાદી બદામ જ ખાવી. રોસ્ટેડ કે સ્વીટ નહીં.
Source: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!