દુનિયાની આ 7 જગ્યાઓ પર પુરુષો માટે છે નો એન્ટ્રી, ભારતના અમુક સ્થળો પણ છે લીસ્ટમાં, જાણો આવું તે શા માટે…

0

રીતી-રીવાઝ, પરંપરાઓ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આપણે બધા મોર્ડન પણ કેમ ન બની જઈએ, આપણી જડ એટલી મજબુત છે કે જે આપણને રીત-રીવાઝોથી અલગ થવા નથી દેતી. ઘણી રીતે આ એક સારી વાત છે આપણે આ રીત-રીવાઝોને આટલું સન્માન આપીએ છીએ. બીજી રીતે જોવા જઈએ તો આ રીત-રીવાજો લોકોના જીવનને પરેશાનીઓથી ભરી દે છે.

મોટાભાગે અપણે સાંભળતા આવ્યા છીએ કે અમુક એવી જયાઓ કે જ્યાં સ્ત્રીઓને જવા માટેની પરવાનગી હોતી નથી, અને જો મહિલાઓ જવા ઈચ્છે તો એ સવાલ પણ પૈદા થાય છે લોકો શું કહેશે. અમુક રાજ્યોમાં કે જ્યાં મંદિરો અને ધાર્મિક જેવા સ્થળો પર મહિલાઓનો પ્રવેશ પણ માન્ય રાખવામાં આવતો નથી. પણ શું તમે જાણો છો પુરુષોના પ્રભાવવાળા આ સમાજમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં મહિલાઓને નહિ પણ પુરુષોને એન્ટ્રી આપવામાં આવતી નથી.

આજે અમે લઈને આવ્યા છીએ એવીજ અમુક જગ્યાઓ વિશે જોડાયેલી જાણકારીઓ.

1. Ima Keithal/Mother’s Market:

Ima keithal જે મણીપુરનું બજાર છે. બાકી જગ્યાઓના બજારની જેમ આ જગ્યા પર પણ લોકો જરૂરી સામાનની ખરીદી-વહેંચણી કરતા નજરમાં આવે છે. પણ આ બજારની ખાસ વાત એ છે કે આ બજારમાં દુકાનો માત્ર મહિલાઓ જ લગાવી શકે છે, પુરુષો નહિ.

સૌથી મોટું બજાર:

સાથે જ બીજી એક વાત એ છે કે આ બજારમાં માત્ર પરણિત મહીલાઓજ દુકાન લગાવી શકે છે. કહેવામાં આવે છે કે બ્રિટીશ સામ્રાજ્યમાં પુરુષોએ આ બજારને વિખેરવાની કોશિશ કરી હતી, ત્યારે મહિલાઓએ સાથે મળીને આ બજારની રક્ષા કરી હતી. ત્યારથી તેને દુનિયામાં મહિલાઓનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે.

2. કેન્યાનું ઉમોજા ગામ:

કેન્યાનું ઉમોજા ગામ, એક એવું ગામ છે જ્યાં પુરુષોનું સીમાની આસપાસ રહેવું પણ માન્ય ગણવામાં આવતું નથી. એવું એટલા માટે છે કેમ કે તે ગામમાં માત્ર મહિલાઓ જ નિવાસ કરે છે.

14 મહિલાઓ અને 200 બાળકો:

આ ગામમાં રહેનારી મહિલાઓ, તેવી મહિલાઓ છે જે બળાત્કાર, ઘરેલું હિંસા કે પછી અન્ય કોઈ સમસ્યા ઉઠાવીને આવી હોય. 2015 માં થયેલી એક સ્ટડી મારફતે, અહી 47 મહિલાઓ અને 200 જેટલા બાળકો વસવાટ કરી રહ્યા છે. તેમાં તેવી બાળકીઓ પણ શામિલ છે જે બાળવિવાહ કે પછી મોલેસ્ટેશનની બચીને ભાગી નીકળી હોય.

3. બ્રમ્હા મંદિર, પુષ્કર:

આ વાતતો દરેક લોકો જાણતા હશે કે બ્ર્મ્હાજીને મળેલા શ્રાપને લીધે તેની પૂજા કરવામાં નથી આવતી. પુરા ભારતમાં બ્ર્મ્હાજીનું માત્ર એકજ મંદિર છે અને તે રાજસ્થાનના પુષ્કર શહેરમાં છે. કહેવામાં આવે છે કે 14 મી શતાબ્દીના આ મંદિરમાં વિવાહિત પુરુષોનો પ્રવેશ માન્ય ગણવામાં આવતો નથી.

4.  Chakkulathukavu Temple, Kerala:

કેરળનાં આ મંદિરમાં પુરુષોના પ્રવેશને માત્ર એક સમયની સીમા પુરતું વર્જિત કરવામાં આવે છે. મકર સંક્રાંતિ પર નારી પૂજા દરમિયાન અને ધનુર માસમાં ધનુ પૂજાના સમયે પુરુષોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. તે સમયે મંદિરનું દરેક કામ મહિલાઓ જ કરે છે.

5. કન્યાકુમારી મંદિર, તમીલનાડુ:

જયારે ભગવાન વિષ્ણુએ માતા સતીના શરીરને ખંડિત કર્યું હતું ત્યારે માતા સતીના રિઢનું હાડકું આજ સ્થાન પર આવીને પડ્યું હતું. માટે તેમને શક્તિપીઠ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં માતા સતી ભગવતી દેવી નિવાસ કરે છે અને તે સન્યાસી છે તેટલા માટે અહી વિવાહિત પુરુષોને તેની સામે આવવા દેવામાં આવતા નથી.

6. અટ્ટલકલ મંદિર, કેરળ:

માતા ભદ્રકાલીના આ મંદિરમાં પોંગલ તહેવારનું આયોજન ખુબ ધામધુમથી કરવામાં આવે છે. તેમાં 30 લાખથી પણ વધારે મહિલાઓ ભાગ લે છે. 10 દિવસ સુધી      ચાલતા આ આયોજનમાં હર કામ મહિલાઓ દ્વારા જ સંપન્ન કરવામાં આવે છે. તે સમયે મંદિરમાં પુરુષોની એન્ટ્રી રદ કરી દેવામાં આવે છે.

ગિનીજ બુકમાં રેકોર્ડ:

પોન્ગલના સમયે મોટી સંખ્યામાં મહિલાઓ આ ધાર્મિક સમ્મેલનમાં ભાગ લે છે. તેને લીધે આ મંદિરને ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જગ્યા પ્રાપ્ત થઇ છે.

7. લિંગ ભૈરવી મંદિર:

કોયમ્બટુરના આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષોના પ્રવેશની એકદમ મનાઈ છે. સાથે જ જ્યારે પણ કોઈ ધાર્મિક સમ્મેલનનું આયોજન હોય છે તો અમુક રસમોમાં પુરુષોને દુર રાખવામાં આવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.