દુનિયા છોડતા પહેલા આ 2 કામ કરવા માંગતા હતા કાદર ખાન, પરંતુ અધુરી રહી ગઈ તેમની 2 ઈચ્છા

0

31 ડિસેમ્બર ના સાંજે લગભગ 6 વાગે ફેમસ કલાકાર અને કોમેડિયન કાદર ખાન નું નિધન થઇ ગયું. કાદર ખાન એવા દિગ્ગજ કલાકાર હતા કે તેમનું નામ લેવાથી જ ચહેરા પર હસી આવી જતી. તેમને બોલિવૂડ ફિલ્મો માં અલગ-અલગ કિરદાર નીભાવ્યા છે. તેમને નિભાવેલા કેટલાક કિરદારે ખુબ હસાવ્યું તો કેટલાક કિરદારે રોવા પર મજબુર કરી દીધા.

કાદર ખાનનો જાદુ 90 ના દાયકામા બહુ વધારે ચાલ્યો હતો. ગોવિન્દા અને કાદર ખાન ની જોડી તો ખુબ ફેમસ પણ થઇ હતી. બંનેએ કેટલીક ફિલ્મો ( હીરો નંબર 1,રાજા બાબુ, આંખે) મા પણ સાથે કામ કર્યું હતું. પરંતુ લોકોને પોતાની વાતો થી હસાવનાર કાદર ખાન હવે આ દુનિયા માં નથી રહ્યા. વર્ષના પહેલા જ દિવસે બોલિવૂડ જગત ની સાથે પુરી દુનિયાને ઝટકો આપી ગયા.

થોડા દિવસ પહેલા તેમની ખરાબ સ્થિતિ ને કારણે તેમને કેનેડા ના હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. જણાવીએ કે 81 વર્ષ ની ઉમર માં તેમનું નિધન થયું. મીડિયા ની વાત માનીએ તો તે થોડા દિવસ થી પોતે એકલા મહેસુસ કરતા હતા. તેમને એ વાતનું દુઃખ હતું કે બોલિવૂડ માં આટલા વર્ષ કામ કર્યું છતાં કોઈ તેમના હાલચાલ પૂછવા પણ ન આવ્યું. તેમની બે ઈચ્છા હતી જે મારવાથી પહેલા પુરી કરવા માંગતા હતા પણ ઈચ્છા ઈચ્છા જ બની ને રહી ગઈ.

પુરી કરવા માંગતા હતા આ બે ઈચ્છાકાદર ખાનની બે ઈચ્છા ઓ હતી કે તે મરવા પહેલા પુરી કરવા માંગતા હતા. જયારે તે તેમના ઘૂંટણ ની સારવાર કરવા કેનેડા જતા હતા ત્યારે તેમની છેલ્લી વાર વાત શક્તિ કપૂર જોડે થઇ હતી. તેમને શક્તિ કપૂરને કહ્યું તેમની ઈચ્છા છે કે મરતા પહેલા એક વાર ભારત જરૂર આવવું છે અને બીજી ઈચ્છા એ હતી કે જયા પ્રદા અને અમિતાભ બચ્ચન ની સાથે એક ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમને ફિલ્મ નું નામ પણ વિચારીયું હતું “જાહિલ” પરંતુ આ સપનું પણ અધૂરૂ રહી ગયુ. 

81 વર્ષ ની ઉંમર માં થયું નિધનજણાવીએ કે થોડા દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી ત્યારે તેમને હોસ્પિટલ મા BiPAP વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પ્રોગ્રેસિવ સુપ્રીન્યુક્લિઅર પાલ્સી ડિસઓર્ડર ના લીધે તેમના મગજે પણ કામ કરવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસ થી શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. તે ખાલી તેમના છોકરા અને વહુ ની જ વાત સમજી શકતા હતા. હકીકતમાં પ્રોગ્રેસિવ સુપ્રીન્યુક્લિઅર પાલ્સી એક અસામાન્ય મગજ નો રોગ છે. જે શરીરની ગતિ, શરીરનું સંતુલન, બોલવું, સ્વેલો, જોવામાં, મનોદશા અને વ્યવહાર ની  સાથે સોચ પર પણ અસર કરે છે.

આ ફિલ્મો માં કર્યું હતું કામકાદર ખાન ની ફીલ્મ કરિયર ની શરૂઆત ફિલ્મ “દાગ ” થી થઇ હતી જે વર્ષ 1972 માં આવી હતી. આ ઉપરાંત તેમણે અદાલત, પરવરીશ , દો ઓર દો પાંચ, યારાના, ખૂન કે કર્જ, દિલ હી તો હૈ , કુલી નંબર 1,તેરા જાદુ ચાલ ગયા, હીરો નંબર 1,દુલ્હે રાજા જેવા કેટલાય સુપરહિટ ફિલ્મો મા કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ 2015 માં આવી દિમાગ કે દહીં હતી…

કાદર ખાન એ છોકરા માટે છોડી આટલી સંપત્તિ, દિવસ-રાત એક કરીને ભેગી કરી હતી પાઈ-પાઇ, જાણો કેટલી સંપત્તિ હતી

વર્ષ 2018 આવતા અને જતા કેટલા બોલિવુડના મોટા સિતારા ને તેના સાથે લઇ ગયું. તેમાં ફેબ્રુઆરી મા ચાંદની કહેવાતી શ્રીદેવી અને છેલ્લે કાદર ખાન જેવા દિગ્ગજ અભિનેતાને દેશએ ખોવી દીધા. વાત કરીએ કાદર ખાનની તો તેમના નિધન પછી પૂરો દેશ શોકમાં ડૂબેલો છે. ખબર છે કે કાદર ખાન તેના પાછળ છોકરા માટે મોટી સંપત્તિ છોડી ગયા છે. આવો જોઈએ.31 ડિસેમ્બર ના કેનેડા ના એક હોસ્પિટલ માં તેમનું નિધન થયું હતું. એવી વિચારના છે કે કાબુલ માં જન્મેલ કાદર ખાન 69.8 કરોડ ની મલિક હતા. એ તેમની મહેનત ની કમાઈ છે. જે તેમને ફિલ્મો અને તેના સીવાય ટીવી એડ માં કામ કરી ને કમાઈ હતી.જણાવીએ કે એ સમય માં કાદર ખાન બોલિવુડ ના કોમેડી કિંગ કહેવાતા હતા. અંતિમ સમય માં તેમની દેખભાળ કરવાવાળું કોઈ ન હતું. હમણાં જ ખબર આવી હતી કે તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી, જેના કારણે તેમને કેનેડા લઇ ગયા હતા. કાદર ખાનની સાથે કામ કરેલ શક્તિ કપૂર એ જણાવ્યું કે તેમને ઘૂંટણ માં તકલીફ ચાલી રહી હતી. કાદર ખાન નું ઓપરેશન પણ થયુ હતું પણ બદકિસ્મતી ને કારણે ઓપરેશન સફળ ના થયુ. તેના કારણે તેમની તકલીફ ઓછી થાવને બદલે વધી ગઈ હતી. છેલ્લી વખત કાદર ખાને 2015 ના તેની ફિલ્મ “હો ગયા દિમાગ કા દહીં ” ના ટ્રેલર લોન્ચ માં નજર આવ્યા હતા. જણાવીએ કે કાદર ખાન હોસ્પિટલ માં દાખલ થયા ત્યારે તેમની નિધન ની અફવા ફેલાઈ હતી. સોશીયલ મીડિયા પર આ અફવા વધારે ફેલાઈ હતી. તેના પછી ખબરને કાદર ખાનના પુત્ર સરફરાઝ એ ખોટી જણાવી હતી. ત્યાંજ  સોશીયલ મીડિયા પર જૂઠી અફવા ને કારણે યુઝરો એ ગુસ્સો જાહેર કર્યો હતો.

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here