દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આ મસાજ સેન્ટર, અહીં માણસ નહીં પણ સાપ કરે છે માલિશ !

0

મસાજ કોને પસંદ ન હોય ? તમારા શરીરનો થાક ઉતરી જાય છે અને તમે તાજગીનો અનુભવ પણ કરો છો. પણ જો મસાજ કોઈ માણસની જગ્યાએ સાપ કરે તો ? તમે કહેશો કે શું મજાક છે પણ આ મજાક નહીં પણ વાસ્તવિકતા છે. એક બાજુ સાપનું નામ સાંભળીને ડર લાગવા લાગે છે અને બીજી બાજુ ઇન્ડોનેશિયામાં સ્પા સ્પેશ્યલમાં સ્નેક મસાજ ઓફર કરવામાં આવે છે અને મસાજમાં જેવો તેવો સાપ નહીં પણ અજગરનો પ્રયોગ કરવામાં આવે છે.જ્યારે અજગર શરીર પર ફરે છે ત્યારે અલગ પ્રકારનો અનુભવ થાય છે અને શરીરમાં એડ્રેનેલીન માત્રા વધે છે અને શરીરને ફાયદો થાય છે. જ્યારે અજગર ગોળ ગોળ ફરે છે જે માણસના હાથોથી ના થઇ શકે. આ તણાવ અને દબાણ વધે છે અને ઘટે છે અને આનાથી શરીરને આરામ મળે છે.
આમાં કોઈપણ પ્રકારનું જોખમ નથી, કારણ કે અજગરને અડધો કલાક પહેલા જ ખાવાનું આપવામાં આવે છે અને મસાજના સમયે એનું જડબું પણ બંધ રહે છે. ત્યારે મસાજ રૂમમાં ખાસ સુપરવાઈઝર હાજર હોય છે જે આ પ્રક્રિયા પર નજર રાખે છે. અજગરની જકડનના કારણે આ મસાજની ડીમાન્ડ બીજા દેશોમાં પણ વધી છે. બ્રિટન અને ફિલિપાઈન્સ જેવા દેશોમાં આવા મસાજ સેન્ટર ખુલી પણ ગયા છે અને લોકો તેનો આનંદ પણ માણી રહ્યા છે.

પાયથન પણ આ લિસ્ટમાં છે શામેલફિલિપાઈન્સના સેવું સિટીમાં એક ઝુ ખાસ પ્રકારની સર્વિસ પુરી પાડે છે. અહીં આવતાં પર્યટક સૌથી મોટા સાપ પાયથન દ્વારા મસાજ કરાવે છે. પણ આ સ્પેશિયલ ઓફર એવા જ લોકો માટે છે કે જેઓ અહીં ડોનેશન આપે છે. આ મસાજ એક-બે નહીં પણ પાંચ મીટર લાંબા ચાર સાપ એક સાથે કરે છે. જેમનું કુલ વજન 250 કિલો હોય છે. હવે તમે વિચારી શકો છો કે આ નજારો કેવો હશે.

જો તમે તમારો ડર દૂર કરવા માંગતા હોવ તો આ એકવાર જરૂર ટ્રાય કરો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here