દૂધમાં ઉમેરીને પીવો ફક્ત આ 1 વસ્તુ થશે ચમત્કારિક ફાયદા સ્વાસ્થ્ય હંમેશા રહેશે નવયુવાન જેવું…

0

તમે જેમ જાણો છો કે સ્વાસ્થ્ય માટે દૂધ પીવું કેટલું ફાયદાકારક છે. વર્ષોથી આપણી માતા કે પછી ઘરના વડીલો આપણને રોજ દૂધ પીવાની સલાહ આપતા આવ્યા છે. દૂધ એ નાના બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો સુધી દરેકને અનેક ફાયદા આપે છે માટે રોજ દૂધ પીવું જ જોઈએ. દૂધ પીવાથી શરીરમાં રહેલી કેલ્સિયમની કમી દુર થાય છે અને તેની સાથે જ શરીરના હાડકાં મજબુત બનાવે છે. માટે જ રોજનું ફક્ત એક ગ્લાસ દૂધ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

જો તમે તમારા સ્વાસ્થ્યને વધુને વધુ સારું બનાવવા માંગો છો તો આજે અમે તમારી માટે એક એવી વસ્તુની માહિતી લાવ્યા છીએ જેનાથી ૭૦ વર્ષની ઉંમર સુધી તમારું સ્વાસ્થ્ય નવયુવાન જેવું રહેશે અને બીમારીઓ તમારાથી દુર ભાગશે. ઘણા લોકોને દુધમાં કેસર, ઈલાયચી, કાજુ, બાદમ અને બીજું ઘણું બધું નાખીને પીવાની આદત હશે પણ આજે અમે જે વસ્તુની માહિતી તમને જણાવી રહ્યા છે એ વસ્તુ છે ગુંદર. તેને અંગ્રેજીમાં Tragacanth Gum કહેવાય છે. આ ગુંદર છે એક વનસ્પતિ ઔષધી છે તેમાં કોઈપણ પ્રકારનો સ્વાદ કે સુગંધ હોતી નથી. તમારે દુધમાં નાખીને પીવા માટે પ્રાકૃતિક ગુંદરનો ઉપયોગ જ કરવાનો છે.

ગુંદર એ સફેદ અને પીળો એમ બંને રંગમાં મળે છે. ઝાડ પર મળી આવતા સુકા ગુંદરમાંથી આ ગુંદર તૈયાર કરવામાં આવે છે. આમાં અનેક મહત્વપૂર્ણ પોષકતત્વો સમાયેલા છે જે તમને અનેક સ્વસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી છુટકારો પાવશે. તો આવો જાણી લઈએ કે દુધમાં ગુંદર ઉમેરીને પીવાથી શું ફાયદા થશે.

ગુંદરવાળું દૂધ

જો તમને અનિંદ્રાની બીમારી છે મતલબ રાત્રે બહુ ઓછી ઊંઘ આવવી કે પછી બિલકુલ ઊંઘ ના આવવી આવી સમસ્યા હોય તો રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં એક ચમચી ગુંદર ઉમેરીને પીવાથી ઊંઘ સારી આવશે અને ચિંતા અને તાણમુક્ત થશો.

તમને જણાવી દઈએ કે દુધમાં ગુંદર ઉમેરીને પીવાથી તણાવ દુર થાય છે. તણાવ દુર કરવા માટે આ એક ખુબ સીધો અને સરળ ઉપાય છે. હુંફાળા ગરમ દુધમાં ગુંદર મિક્ષ કરીને પીવાથી સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા વધે છે અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં પણ વધારો થાય છે.

તમને જણાવી દઈએ કે જો રોજ તમે દુધમાં ગુંદર નાખીને પીવો તો તે તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આ મિશ્રણ બંને પ્રકારની ક્ષમતામાં વધારો કરે છે. આનાથી અઆખા દિવસનો થાક પણ ઉતરી જાય છે.

ગુંદરમાં પ્રોટીન અને ફોલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. જે મિત્રોને લોહી પાતળું થઇ જતું હોવાની ફરિયાદ હશે તો આ ઉપચાર કરવાથી ફાયદો રહેશે. સાથે સાથે જો લોહીની કમી હશે તો એના માટે પણ આ ગુંદર વાળું દૂધ ફાયદાકારક છે.

જે મિત્રો કાયમ માથું દુખાવાની ફરિયાદ કરતા હોય છે તેમણે દુધમાં ગુંદરની સાથે મહેંદીના ફૂલને ક્રસ કરીને ઉમેરીને પીવું જોઈએ.

પાચનશક્તિને મજબુત અને તંદુરસ્ત રાખવા માટે પણ આ ગુંદર મિક્સ કરેલું દૂધ લાભદાયી છે. આનાથી કબજિયાત અને અપછો જેવી તકલીફ દુર થાય છે.

જો બાળકોને દૂધ સાથે પસંદ ના આવે તો તમે તેમને મિલ્કશેકમાં પણ એડ કરીને આપી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here