ઔષધિય ગુણોથી ભરપૂર આ વસ્તુને જો દૂધ સાથે લેવામાં આવે તો તમને થઈ શકે છે ચમત્કારિક લાભ….જાણો

0

આજના સમયમાં અનિયમિત ખોરાકના કારણે દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીથી પીડાતા હોય છે. તમારા જીવનમાં તંદુરસ્ત આહારનો સમાવેશ થાય એ પણ અત્યંત મહત્વનું છે. દૂધ એક પોષક આહાર છે જે તમારા શરીરમાં ઘણી પ્રકારની ખામીઓને દૂર રાખે છે. જો ઐતિહાસિક રીતે જોઈએ તો દૂધ તદ્દન નફાકારક બની ગણવામાં આવે છે. રોગો મુક્ત અને તંદુરસ્ત રહેવા માટે દૂધ સાથે અમુક વસ્તુઓ ખાવી જરૂરી છે . તો આજે આ આર્ટિકલના માધ્યમ વડે અમે તમને એવી વસ્તુઓ વિષે જણાવવા જય રહ્યા છીએ જેને દૂધ સાથે ખાવાથી તમારી હેલ્થને ડબલ ફાયદા તો થશે જ સાથે સાથે તમે કેટલીય બીમારીથી દૂર રહેશો.

દૂધ અને ખજૂર :ખજૂરમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર માત્રમાં રહેલું છે. આ શરીર માટે ઉર્જા વૃદ્ધિનો શ્રેષ્ઠ સ્રોત છે. તમે તમારી પાચક શક્તિ અનુસાર ખજૂરને દૂધ સાથે લઈ શકો છો. આ શરીરમાં ઊર્જાનો શ્રેષ્ઠ સ્રોત છે. ખજૂર વાળું દૂધ સરળતાથી તૈયાર કરી શકાય છે. પાંચ ખજૂરને એક ગ્લાસ દૂધમાં નાખી તેને એક બાઉલમાં 10 મિનિટસુધી હળવી આંચે ગેસ પર ઉકાળો. તે પછી તેને ગેસ પરથી ઉતારો અને નવશેકા દૂધ ની મજા માણો. સવારે નાસ્તામાં પણ દૂધ સાથે ખજૂર લેવી વધુ ફાયદાકારક છે.

દૂધ અને મધગરમ દૂધમાં મધ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. દૂધ અને મધ એક સાથે લેવું એ પણ એક વરદાન કરતાં ઓછું નથી. મધમાં એન્ટીઑકિસડન્ટ એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ વગેરે ભરપૂર માત્રમાં રહેલું છે. મધ વાળું દૂધ તમારા શરીરમાં વિટામીન એ, બી અને ડીની ખામીને દૂર કરે છે. સારી રીતે ઊંઘ આવે છે અને ચિંતા, કબજિયાત જેવી સમસ્યામાં રાહત અપાવે છે. તેમજ હાડકા મજબૂત કરે છે. આમ દૂધ અને મધ શરીર માટે ખૂબ ફાયદાકારક છે

જીરું , કાળા મરી અને દૂધ

સામાન્ય રીતે, દરેક ઘરમાં જીરું અને કાળા મરીનો ઉપયોગ થતો જ હોય છે. જ્યારે સમય આવે ત્યારે તે બંને દવાઓ તરીકે પણ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં ઉપયોગી એવા જીરું અને કાળા મરીથી ઘણા શારીરિક લાભો થઈ શકે છે.જે ઘણા પ્રકારના છે. એક ચમચી જીરું, 2-3 કાળા મરીનો પાઉડર બનાવી દૂધમાં મિક્સ કરી પીવાથી આરોગ્ય માટે આ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે.

બદામ અને દૂધબદામમાં ઉચ્ચ પ્રમાણમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોષક તત્વો રહેલા છે. તમારા રોજના નાસ્તામાં દૂધનો ઉપયોગ કરવાથી તમારા શરીરને ઘણાં લાભ મળે છે. દૂધ સાથે બદામ મિશ્રણ દ્વારા, શરીરના કોલેસ્ટરોલ સ્તર ઘટાડે છે. તે શરીરમાં સારી ચરબીની માત્રાને વધારે છે. આ મિલ્ક શેકમાં વિટામિન ઇ અને પોટેશિયમની ઊંચી માત્રા હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

ખસખસ અને દૂધનિષ્ણાંતોના મત અનુસાર, ખસખસ અને દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીનની માત્રા ઊંચી હોય છે. તેમજ એમાં જોવા મળતા અફીણ એલ્કોલોઇડ્સ તમામ પ્રકારનાં પીડાને દૂર કરવામાં મદદ કરી શકે છે. તે ફાઇબરનો એક મહાન સ્રોત પણ છે, જે કબજિયાત સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત, જો તમે અનીન્દ્રાની સમસ્યા પીડીત હોય તો રાત્રે સૂતા પહેલા ખસખસને દૂધ સાથે લેવાથી તમને ચમત્કારિક લાભ થશે. .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here