વિશ્વનું એકમાત્ર ચમત્કારિક મંદિર, જ્યાં ખુદ ભગવાન ડોક્ટર બની પોતાના ભક્તોના રોગની પીડા કરે છે દૂર ….

0

ભારત એક એવો દેશ જ્યાં અલગ અલગ પ્રકારના લોકો રહે છે. અને એ દેશમાં અલગ અલગ માન્યતાઓ ને ચમત્કારો થતાં હોવાથી ભારત દેશને ચમત્કારનો દેશ કહેવાય છે. ભારત દેશને ધાર્મિક દેશની સાથે સાથે મંદિરોનો દેશ કહેવાય છે. ભારત દેશમાં અનેક પ્રકારના મંદિરો આવેલા છે. અને દરેક મંદિરો ની પોતાની અલગ અલગ કહાની છે અને દરેક મંદિરના ચમત્કારો જોઈને લોકોને દિવસે ને દિવસે શ્રદ્ધામાં વધારો તહતો જાય છે. આ દેશમાં એવા ઘણા મંદિરો છે જ્યાં ભક્તો પૂરી શ્રદ્ધા સાથે પોતાની તકલીફનો છૂટકારો મેળવવા માટે જતાં હોય છે. અને પોતાના દુખને દૂર કરવાની પ્રાથના પણ કરતાં હોય છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કેમાં ખુદ ભગવાન ડોક્ટર બની જાય છે ને મંદિરમાં આવનાર રોગીના રોગ દૂર કરે છે. જી હા, તમે બિલકુલ સાચું સંભાળ્યું, આ મંદિરમાં ખુદ ભગવાન ડોક્ટર બની ને દર્દીના દર્દનો ઈલાજ કરી મટાડે છે. અને એટ્લે લોકો પૂરી આસ્થા સાથે આ મંદિરમાં પોતાની પીડાનો, દર્દનો ઈલાજ કરાવવા માટે આવે છે.

અમે તમને જે મંદિરની જાણકારી આપવા જઈ રહ્યા છીએ એ મંદિર ગ્વાલિયરથી 70 કિમી દૂર આવેલ હનુમાનજીનું મંદિર છે. મહાબલી હનુમાનજીને સંકટ મોચન હનુમાન કહેવાય છે ને જેને મહાબલી નું નામ આપવામાં આવ્યું છે. સંકટ મોચન એક એવા દેવતા છે જે આ કળિયુગમાં પોતાના ભક્તોની પીડા અને દુખ દર્દ દૂર કરે છે. અને તેમની મનોકામના પૂરી કરે છે. આ મંદિરમાં લોકો દૂર દૂરથી તેમની મનોકામના પૂરી કરવા માટે આવે છે. અહીના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરમાં ભગવાન રાત્રે ડોક્ટર બની જાય છે ને ભક્તની પીડાનો ઈલાજ કરે છે.
આ મંદિર વિષે એવું કહેવામા આવે છે કે આ મંદિરમાં એક સાધુ રહેતો હતો ને તેનું નામ શિવ દાસ હતું. અને આ શિવદાસ નામના સાધુને કેન્સર હતું ને છતા તે તેના શરીરનું કે જીવનનું કોઈ જ ધ્યાન રાખતો ન હતો. ને ખ્યાલ નહી ક્યારે શિવદાસને કેન્સર જેવી જીવલેણ બીમારી લાગી ગઈ ને તેને અસહ્ય પીડા સહેવી પડી. જ્યારે બધા લોકોએ તેને ડોક્ટર પાસે લઈ જવાની વાત કરી તો તેને કહ્યું કે ના તેનો ઈલાજ ખુદ ભગવાન આવીને કરશે.
ભગવાન થી મોટો કોઈ ડોક્ટર નથી આ સંસારમાં ને એવું કહી તે ડોક્ટર પાસે ઈલાજ કરાવવા જવાનું ટાળી દેતો. બધા શિવ દાસની વાત સાંભળી કહેતા કે, શિવદાસ આ શું બોલે છે ? નક્કી તેનું મગજ છ્ટકી ગયું છે. એટ્લે આવું બોલે છે. શિવ દાસ
એક દિવસ ભગવાનના ચરણમાં બેઠા હતા ત્યારે તેને જોયું તો ભગવાન ખુદ ડોક્ટર બની તેની પાસે આવે છે ને તેના ગાળામાં માળા પહેરાવી તેની પાસે ઊભા રહે છે. શિવ દાસ ખુદ આશ્ચર્ય ચકિત થાય છે આ ચમત્કાર જોઈને ને પછી બીજે દિવસે જુએ છે તો તેનો કેન્સરનો રોગ એકદમ મટી ગયો હતો. આ જોઈને તેણે ગામના લોકોને વાત કરી ને ગામના લોકો પણ આ ચમત્કાર જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. બસ તે  દિવસથી લઈને આજ સુધી આ મંદિરમાં ગહના રોગીઓ આવે છે ને પોતાનો ઈલાજ કરાવે છે. આજે પણ મહાબલી હનુમાન ડોક્ટરના સ્વરૂપે જ પૂજાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here