શું તમારી પાસે રૂપિયા ટકતા નથી? આટલી વસ્તુથી નારાજ થાય છે મા લક્ષ્મી… કેવી રીતે પ્રસન્ન કરી શકાય મા લક્ષ્મીનેે? જાણો ઉપાય

0

બધા જ દેવતાઓના આશીર્વાદ જો, માનવ જીવનમાં મળે તો સુખ સમૃદ્ધિ અને શાંતિ જરૂર આવે છે.

આજે આપણે જાણીશું કે મહાલક્ષ્મી કયા કયા કારણોથી નારાજ થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે લક્ષ્મી હોવી ખૂબ જ જરૂરી છે. લક્ષ્મી આવે તેટલું જ જરૂરી નથી પણ લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી પણ થવી જોઈએ. પૈસા ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે, તેનું ખૂબ જ મહત્વ છે કે, જીવન સમૃદ્ધ બનશે કે પૈસા હોવા છતાં એકદમ દુઃખ આવતા રહેશે. તો જાણવું પડે કે લક્ષ્મી માતા નારાજ છે કે શું?

જે ઘરમાં કંકાસ થાય છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી. જે ઘરમાં અનીતિનો રૂપિયો હોય, ત્યાં લક્ષ્મી ટકતી નથી.

કોઈને દુઃખી કરીને, રૂપિયા કમાયેલા હોય તો તે લક્ષ્મી ટકતી નથી. જો આ રીતે રૂપિયા આવેલા છે, ભલે તમે કરોડપતિ હોય છતાં પણ, ધનનો વ્યય થતો રહેશે. ખર્ચાઓ વધતા જશે. રોગ ઘરમાં આવી જશે.

હિન્દુ શાસ્ત્રમાં કહેવાયું છે કે જે નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનો નિવાસ છે. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता. અને નારીને જ લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એટલે જે ઘરમાં માતા બહેનો ખુશ હોય, તેમનું માન સન્માન જળવાતું હોય, ત્યાં લક્ષ્મીની કૃપા સદા બની રહે છે.

આવો જાણીએ લક્ષ્મી માતાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.

  • શુક્રવારના દિવસે સવારે ઊઠીને મા લક્ષ્મીને પ્રણામ કરવા. અને સફેદ વસ્ત્ર ધારણ કરીને, લક્ષ્મીજીના ફોટા સામે શ્રીસૂક્તનો પાઠ કરવો અને કમળના ફૂલ ચડાવવા..
  • કોઈ પણ કાર્ય કરવા જતાં પહેલાં થોડું મીઠુ દહી ખાવું.
  • ચુપ પતિ-પત્નીમાં તણાવ રહેતો શુક્રવારના દિવસે, પોતાના બેડરૂમમાં પ્રેમી પક્ષી તસવીર લગાવવી.
  • જો તમારા કામમાં અવરોધ આવતો હોય તો શુક્રવારના દિવસે કીડીઓને ખાંડ આપવી.
  • શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરે જવું, શંખ, કમળ, મખાના અને પતાશા અર્પણ કરવાથી મા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. તેનાથી ધનલાભ થાય છે.
  • ગજ લક્ષ્મીમાની ઉપાસના કરવાથી સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે.
  • વીર લક્ષ્મી માતાની ઉપાસના કરવાથી સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળે છે.

  • માતા લક્ષ્મી અન્ના રૂપમાં પણ સ્થિત હોય છે. જે લોકો ક્રોધમાં આવીને ખાવાની થાળી ફેંકી દે છે તેના ઘરમાં ક્યારે પણ ધન વૈભવ અને સુખ નહિ આવે તેઓ ધીમે ધીમે કંગાળ થઈ જશે.
  • ઘરમાં સ્થાયી સુખ-સમૃદ્ધિ હેતુ પીપળના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણમાં પાણી ખાંડ તથા દૂધ મેળવીને પીપળના વૃક્ષની જડમાં ચઢાવવાથી લાંબા સમય સુધી સુખ-સમૃદ્ધિ ઘરમાં રહે છે અને ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય  છે.
  • ઘરમાં વારંવાર ધનહાનિ થતી હોય કે ઘરમાં ખૂબ જ ખર્ચો રહેતો હોય તો ઘરના મુખ્ય દ્વાર ઉપર ગુલાલ છાંટીને, ગુલાલ પર શુદ્ધ ઘીનો બેમુખી દીવો કરવો. દિપક પ્રગટે ત્યારે મનોમન કામના કરવી કે ભવિષ્યમાં ધનહાનિનો સામનો ના કરવો પડે અને લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. ત્યારે દીપક શાંત થઇ જાય ત્યારે તેને પાણીમાં વહાવી દેવો જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here