આ દિવાળી પર મહેમાનોને ખવડાવો 4 પ્રકારના ઘરે જ બનાવેલો મુખવાસ, નોંધી લો રેસિપી સ્ટેપ બાય સ્ટેપ

0

દિવાળી એક એવો ત્યોહાર છે જે ભરતભરમાં ઉજવવામાં આવે છે, દિવાળી આવતા જ લોકો ઘણા દિવસ પહેલાથી જ બધી તૈયારીઓ શરૂ કરી ડેટા હોય છે. જેમાં નાસ્તા બનાવવા, ઘરની સાફ સફાઈ, પરિવારના લોકોને આપવા માટે ગિફ્ટ, તેમજ નવા નવા કપડાની ખરીદી અને આવનાર મહેમાનોના સ્વાગત માટે મુખવાસ. તો આજે અમે તમને એક નહી પણ એક સાથે 11 મુખવાસની વેરાયટી એ પણ પરફેક્ટ રીત સાથે શીખવવાના છીએ જેમાં સાદા મુખવાસથી લઈને પાન મુખવાસ અને આંબળાના મુખવાસ પણ આવી જાય છે. તો ફટાફટ આજે શીખી લો સ્વાદિષ્ટ, ટેસ્ટી અને સરસ મજાનાં મુખવાસ. આ મુખવાસ આવનાર મહેમાનો ખાતા જશે ને વાહ વાહ બોલતા જશે…

તુટ્ટી ફ્રૂટીનો મુખવાસ

સામગ્રી:

 • એક કાચું પપૈયું
 • બે વાટકી ખાંડ
 • ત્રણ વાટકી પાણી
 • ફૂડનો કલર
 • ૨-૩ ટીપા વેનીલાનું એસેન્સ

રીત:

સૌ પ્રથમ પપૈયા ની છાલ ઉતારીને નાની કટકી કરવી. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇને હલાવવું. પછી પાણીમાં ખાંડ ઓગાળી તેમાં પપૈયા ની કટકી ઉમેરી દેવાની. ૩-૪ મિનીટ ઢાંકી ને રાખવું પછી ગેસ બંધ કરી ૫-૬ મિનીટ એમ જ રહેવા દેવાનું.

ત્યારબાદ તેમાં વેનીલાનું એસેન્સ એડ કરી હલાવો, બધી જ તૈયાર કરેલ વસ્તુઓને અલગ અલગ બાઉલમાં લઈને અલગ અલગ કલર એડ કરી હળવવા.

એ પછી બે દિવસ એમ જ રહેવા દેવું. એ પછી કણાવાળી ડીશમાં રાખી મૂકવી. જેથી કૈદીઓ ન ચડે.આમ ને આમ જ બે ત્રણ દિવસ એમ જ રાખી પછી એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું.

આમળા નું ચ્યાવાનપ્રાસ

સામગ્રી:

 • ૧૪ થી ૧૬ નંગ આમળા
 • 1 1/2 કપ ખાંડ અથવા છીણેલો ગોળ
 • 1 કપ મધ
 • ચપટી મીઠું
 • 5 થી 7 એલચી
 • 8 થી 10 મરી
 • તજ નો ટુકડો
 • 1 ચમચી જીરું
 • 2 ચમચી વરીયાળી
 • 5 થી 6 ચમચી ઘી

રીત:

સૌ પ્રથમ એલચી, મરી, તજ, જીરું અને વરીયાળી ને મિક્રાસરમાં ક્રશ કરો. અને પછી તેનો ગરમ મસાલો બનાવી નાખવો. આમળા ને કુકર માં એક સીટી બોલાવી નાખવી ત્યાં સુધી ગરમ કરવા. અને ઠંડા એટકે તેનું ક્રશ કરવું.

ત્યારબાદ આંબળાને ગરમ કરી બધુ જ પાણી બાળી દેવું. 7 થી 10 મિનિટ ગેસ પર એમ જ ગરમ કરવું. એ પછી ખાંડ એડ કરવી ને હલાવતા રહેવું. એ પછી તેમાં મધ ઉમેરી અને હલાવતા રહેવું . મિશ્રણ એકદમ જાદુ થાય ત્યાં સુધી હલાવતા રહો. એમાં બનાવેલો ગરમ મસાલો ઉમેરી. મીંઠું એડ કરો ને હલાવીને ઠંડુ થઈ જાય પછી સાચવીને કાચની બોટલમાં ભરી દો. તો તૈયાર છે તમારો આમળા નો ચ્યાવાનપ્રાસ.

કાથા નો મુખવાસ

સામગ્રી:

 • 400 ગ્રામ કાથો,
 • 80 ગ્રામ જેઠી મધના લાકડા,
 • ૪ નંગ એલચી,
 • રપ તજ લવિંગ

રીત:

બધુ ખાંડી મેંદા ની ઝીણી ચાળણી થી ચાળી બોટલ મા ભરી લો.

સવાદાના મુખવાસ :

સામગ્રી:

 • સવા સંચળ નો ભૂકો,
 • લીંબુ,
 • મીઠુ,
 • સૂંઠ,
 • મરી

રીત:

સવા દાણાને થોડા પાણી માં પલાળી પછી સુકવી દો. મીઠુ, સંચળ, દળેલી સૂંઠ, મરી ભૂકો અને લીંબુ નો રસ બધુ જ મિક્સ કરી હલાવી તેને તડકામાં સુકવી દેવાનું. પછી એક ડબ્બામાં ભરી દેવાનું.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here