દિવાળી ની રાતે આ 4 જાનવરો ના દેખાવાથી મળે છે આ શુભ સંકેત….જાણી લો ખાસ માહિતી

0

દિવાળી નો તહેવાર આવતા જ દરેક જગ્યાઓ પર ધૂમ મચાવા લાગે છે. આ એક એવો તહેવાર છે જે હિંદુઓ નો મુખ્ય તહેવાર માનવામાં આવે છે પણ તેને આપણા દેશમાં દરેક ધર્મના લોકો ખુબ ધામધૂમ થી ઉજવે છે. આ દિવસે ગણેશ ભગવાન અને માતા લક્ષ્મી ની પૂજા કરવામાં આવે છે.

માન્યતા છે કે દિવાળી ના સમયે અમુક એવા સંકેત મળે છે, જેનાથી એ જાણ થાય છે કે માતા લક્ષ્મી નો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

માનવામાં આવે છે કે આ દિવસે તમને જો આ ત્રણ જાનવરો જોવા મળી જાય તો સમજી લો કે તમારી પાસે માતા લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થવાની છે. શું તમને ખબર છે કે આ ત્રણ જાનવરો ક્યાં ક્યાં છે?

1. જો તમને જોવા મળે ગરોળી:તમે વિચારી રહ્યા હશો કે આવું થવું તો સામાન્ય છે કેમ કે ગરોળી સામાન્ય રીતે પણ ઘરની દીવાલો પર જોવામાં આવતી હોય છે. પણ એ ખુબ જ ઓછું બનતું હોય છે કે દિવાળી ના દિવસે તમને ગરોળી દીવાલ પર જોવા મળે. તેની સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ છે પણ સૌથી મોટી વાત એ છે કે જો તમને દિવાળી ના દિવસે જ દીવાલ પર ચાલી રહેલી ગરોળી જોવામાં આવે તો તમને નિશ્ચિત જ ધન લાભ થાશે અને લક્ષ્મી નું તમારા ઘરમા આગમન થવું નિશ્ચિત છે.

2. છછૂંદર દેખાવી શુભ માનવામાં છે:તમે તમારા ઘરમાં છછૂંદર ને પણ જોઈ હશે જે દેખાવમાં ઉંદર જેવી જ લાગતી હોય છે. માનવામાં આવે છે કે તેનું ઘરમાં દેખાવું શુભ સંકેત આપે છે. પણ જો તમને દિવાળી પર જ છછૂંદર દેખાઈ જાય તો તેનાથી તમને ધનલાભ થવાની પુરેપુરી સંભાવના છે.

3. દિવાળી પર બિલાડી દેખાવી શુભ:આપણા દેશમાં એવી ઘણી માન્યતાઓ છે જે ખાસ સમય માટે જ હોય છે. જો તમને સામાન્ય દિવસો માં બિલાડીનું દેખાવું કે રસ્તા વચ્ચે દેખાવું અશુભ સંકેત માનવામાં આવે છે. પણ જો આ જ બિલાડી તમને દિવાળી ના દિવસે જોવા મળે તો તે શુભ સંકેત માનવામાં આવે છે.

4. જો રાતના સમયે ઘુવડ દેખાઈ આવે:જેવું કે તમે બધા જાણો છો કે નવરાત્રી ના સમયે ઘુવડ નું દેખાવું શુભ સંકેત માનવામાં આવે છે તેવી જ કંઈક માન્યતા દિવાળી ની પણ છે. તમને જણાવી દઈએ કે ઘુવડ હંમેશા રાતના અંધારા માં જ નીકળે છે અને દિવાળી વાળા દિવસે તમને ક્યાંય પણ અંધારું જોવા નહિ મળે. છતાં પણ તમને જો ક્યાંય ઘુવડ જોવા મળે તો સમજી જાવ કે તમારા ઘર માં માં લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત થવાની છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here