દિવાળી પહેલાં જ તમારી સાથે બને આવી ઘટના, તો લક્ષ્મી પધારશે તમારે દ્વારે

કોઇપણ વ્યક્તિની પૈસા સાથે જોડાયેલી ઇચ્છાઓ ક્યારે પૂર્ણ થશે અને મહાલક્ષ્મીની કૃપા ક્યારે મળશે તે જાણવા માટે જ્યોતિષમાં થોડાં સંકેત જણાવવામાં આવ્યાં છે. માન્યતા છે કે, જ્યારે પણ આ સંકેત મળે છે તો સમજી લેવું જોઇએ કે, વ્યક્તિને લક્ષ્મીની કૃપા મળવાની છે અને પૈસાની પરેશાનીઓ દૂર થવાની છે. જાણો લક્ષ્મીકૃપા સાથે જોડાયેલાં 10 શુભ.

1. સવારે ઉઠતાની સાથેજ જો તમારી નજર દૂધ કે દહીં ભરેલા વાસણ પર પડે તો શુભ સંકેત મનાય છે.

2. સવારે જાગતાજ જો શંખ કે મંદિરના ઘંટનો અવાજ સંભળાય તો તે ખુબજ શુભ મનાય છે.

3. સવાર-સવારમાં પહેલી નજર જો શેરડી પર પડે તો તેને બહુ જલ્દી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળે છે.

4. સપનામાં સતત પાણી, હરિયાળી કે ઘુવડ દેખાય તો નજીકના ભવિષ્યમાં ધનની પરેશાનીઓ દુર થાય છે.

5. અગત્યના કામે જતી વખતે લાલ સાડીમાં પૂર્ણ શૃંગાર કરેલી સ્ત્રી જોવા મળે, તો તે દિવસે કાર્યોમાં સફળતા મળે છે.

6. નારીયેલ, શંખ, મોર, હંસ, ફૂલ વગેરે વસ્તુઓ સવાર-સવારમાં જોવી ખુબજ શુભ માનવામાં આવે છે.

7. શાસ્ત્રો પ્રમાણે દિવાળીએ મહાલક્ષ્મીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જો કોઈ કન્યા તમને સિક્કો આપે તો શુભ અને ધનલાભ કરાવતો સંકેત માનવામાં આવે છે.

8. ઘરેથી નીકળતી વખતે ગાય જોવા મળે તો તે સારો સંકેત છે અને જો ગાય સફેદ હોય તો તે ખુબજ શુભ માનવામાં આવે છે.

9. સપનામાં સાપ કે સોના જેવો સાપ દેખાય તો તેને લક્ષ્મી કૃપાની સાથે કોઈ વિશેષ ઉપલબ્ધી પ્રાપ્ત થઈ શકે છે.

10. યાત્રાએ જતી વખતે જમણી તરફ સાપ, વાનર, કુતરો કે કોઈ પક્ષી જોવા મળે તો યાત્રા મંગળમય રહે છે.
Courtesy: DivyaBhaskar

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!