ડિમ્પલ સાથે લગ્ન થયા પછી પણ આ અભિનેતા ના 3 વર્ષ સુધી હતા અંબાણી ની પત્ની સાથે સંબંધ – વાંચો અહેવાલ…

0

હિંદી સિનેમા ના પહેલા સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્ના એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના તે સિતારા, જેના વિશે બોલવું કે લખવાનું શરુ કરીયે તો જાણે કે તેના અફસાના ખતમ જ ના થાય. જેના સ્ટારડમ ની આગળ સદીના મહાનાયક અમિતાબ બચ્ચન પણ પાછળ રહી જાય છે.

રાજેશ ખન્ના ના નામનું સિંદૂર તે સમયમાં હજારો યુવતીઓ લગાવતી હશે. તેની દીવાનગીમા યુવતીઓ પાગલ હતી. અને દરેક કોઈ રાજેશ ને પોતાના જીવન સાથી તરીકે જોવા માગતી હતી.
રાજેશ ખન્ના કાકા ના નામથી ફેમસ હતા. એક તરફ જ્યા બધી યુવતીઓ રાજેશ ખન્ના ની પાછળ પાગલ હતી જયારે રાજેશ ખન્ના નું દિલ તો કોઈક બીજા માટે જ ધળકી રહ્યું હતું. જો કે હવે રાજેશ ખન્ના આપણી વચ્ચે તો નથી રહ્યા પણ તેની યાદો લોકોના દિલોમાં જરૂર જીવિત છે.
વાસ્તવમાં રાજેશ તે કલાકારોમાંના એક હતા જેના પર યુવતીઓ પોતાનો જીવ ન્યોછાવર કરી દેતી હતી. તેની એક્ટિંગ માં પણ કંઈક ખાસ વાત જોવા મળતી હતી. રાજેશ તે રિયલ હીરો હતા જેમણે બે વર્ષમાં 15 હિટ ફિલ્મો આપી હતી. સમ્માન, દૌલત અને શોહરત ના ઘની હતા રાજેશ.જણાવી દઈએ કે તે સમયે રાજેશ જે એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતા તે હતી ટીના મુનીમ.જેને આજે દુનિયા ટીના અંબાણી ના રૂપમાં જાણે છે. જણાવી દઈએ કે ટીના અંબાણી દેશના ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના પત્ની છે.ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરવા પછી પણ રાજેશ ખન્ના ત્રણ વર્ષ સુધી ટીના સાથે રિલેશનમાં રહયા હતા. 1976 માં ફિલ્મ ‘દેશ પરદેશ થી બોલીવુડમાં કદમ રાખનારી ટીના રાજેશને પસંદ કરતી હતી. તે રાજેશની નજીક આવવા લાગી હતી. જો કે રાજેશ ખન્ના ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરી ચુક્યા હતા, છતાં પણ તે ટીના સાથે મળતા રહેતા હતા. ટીના ઇચ્છતી હતી કે રાજેશ ડિમ્પલ ને તલાક આપીને તેની સાથે લગ્ન કરી લે.
ઘણા સમય સુધી રાજેશ ખન્નાએ આ બાબત પર કોઈ જ વિચાર ન કરતા ટીના એ રાજેશથી દુરી બનાવી લીધી અને અલગ થવાનો નિર્ણય કર્યો. જયારે ટીના તેને છોડીને ચાલી ગઈ ત્યારે રાજેશ તેની સામે ગીડગીડાવા લાગ્યા હતા કે તે તેને છોડીને ના જાય. રાજેશે તેને ખુબ મનાવાની કોશિશ કરી હતી, પણ તે એક ની બે ના થઇ. પછી ટીના એ અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા.
 29 ડિસેમ્બર 1942 ના રોજ જન્મેલા રાજેશ ખન્ના 1965 યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેયર દ્વારા ટેલેન્ટ હન્ટ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ હંટ માં ફાઇનલ માં દસ હજાર માંથી 8 યુવકો પસંદ કરવામાં આવ્યા હતા, જેમાના એક રાજેશ ખન્ના પણ હતા. અંતમાં રાજેશને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 18 જુલાઈ 2012 ના રોજ 
તે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા હતા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here